દૃષ્ટિકોણઃ 'એ રાષ્ટ્રવાદી મોહમ્મદ અલી ઝીણા જેમને ભારતે ગુમાવી દીધા'

    • લેેખક, શીલા રેડ્ડી
    • પદ, લેખિકા, બીબીસી ગુજરાતી માટે

કોઈ સંસ્થાને તેની સ્થાપનામાં આર્થિક મદદ આપતા વ્યક્તિને સન્માન આપવામાં આવે તો ખોટું શું છે અને આ કારણોસર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની દિવાલ પર તેમની તસવીર લગાવવી નૈતિક વિચાર પણ લાગે છે.

આ વિશ્વવિદ્યાલયની સ્થાપના બાદથી એએમયૂને પોતાની સંપત્તિનો એક મોટો ભાગ દાન કરનારા ઝીણા કદાચ પોતાના સમયના એકમાત્ર સાર્વજનિક નેતા હતા.

AMUને દાન કરી સંપત્તિ

સ્વતંત્રતા પહેલાં ભારતના સૌથી શ્રીમંત લોકોમાંથી એક અને દુર્ભાગ્યપણે કંજૂસના રૂપમાં ખ્યાતિ પામનારા ઝીણાએ લગભગ પોતાની બધી જ સંપત્તિ AMU અને અન્ય બે યુનિવર્સિટીઝ-પેશાવર સ્થિત ઇસ્લામિયા કૉલેજ અને કરાચીના સિંધ મદરેસાતુલને આપી દીધી હતી.

જોકે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના રૂપમાં ખૂબ સિંધ મદરેસાતુલને છોડીને તેમાંથી કોઈ પણ જગ્યાએથી ઝીણાએ શિક્ષણ મેળવ્યું ન હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેના કરતાં પણ વધારે, તેમની વસિયતમાં આ સંસ્થાઓને પોતાની સંપત્તિ આપવાનો નિર્ણય પાકિસ્તાન બનવાનાં આઠ વર્ષ પહેલાં 30 મે 1939ના રોજ જ લઈ લેવામાં આવ્યો હતો.

ત્યારબાદનાં વર્ષોમાં, જ્યારે પાકિસ્તાનની તેમની માગ વધારે તિવ્ર બની, એ જાણ્યા બાદ પણ કે તેઓ એએમયૂને પોતાના દેશમાં સામેલ કરાવી શકતા નથી, અહીં સુધી કે જ્યારે તેઓ મૃત્યુની નજીક હતા, તેમણે એક વખત પણ પોતાનું મન બદલ્યું નહીં અને ન તો નિર્ણય બદલવા વસીયત ફરી લખાવી.

બ્રિટીશ રાજના કટ્ટર દુશ્મન

તેમની સંપત્તિ ભારતને આપવામાં આવેલી તેમની એકમાત્ર ભેટ ન હતી.

સરોજિની નાયડૂએ તેમના વિશે કહ્યું હતું કે તેઓ એક શરમાળ અને આદર્શવાદી વ્યક્તિ હતા.

બેરિસ્ટરનાં રૂપમાં મુંબઈ આવ્યા બાદ તેઓ એક પ્રેરણાદાયક લીડર બન્યા હતા.

તેઓ પોતાની મહેનત અને યોગ્યતાથી પોતાના વ્યવસાયમાં ખૂબ સફળ થયા હતા. સાર્વજનિક જીવનના બદલે દારૂના બારમાં પોતાનું નસીબ સમેટવા માગતા ન હતા.

જ્યારે તેઓ એસેમ્બલી કે તેની બહાર 'બ્રિટીશ રાજના કટ્ટર દુશ્મન'ના રૂપમાં વ્યસ્ત ન હતા, ત્યારે તેઓ પોતાના ચેમ્બરની બહાર એકત્ર સેંકડો યુવા વિદ્યાર્થીઓને રાજકારણમાં સક્રિયતાથી ભાગ લેવાની સલાહ આપતા હતા.

કાયદાના જાણકાર એમ. સી. ચગલા તેમને બૉમ્બેના બાદશાહ કહેતા હતા.

ઝીણાનું સપનું 'મુસ્લિમ ગોખલે' બનવાનું હતું

ઘણા લોકોને પોતાનું વૈભવી જીવન છોડીને રાજકારણમાં પોતાનું જીવન સમર્પિત કરવા પ્રેરિત કરનારા ઉદારવાદી સુધારક ગોપાલકૃષ્ણ ગોખલેને દૃઢ વિશ્વાસ હતો કે ઝીણામાં સત્યતા છે.

તેઓ બધા સંપ્રદાયો પ્રત્યે પૂર્વાગ્રહોથી પણ મુક્ત છે જે તેમને હિંદુ-મુસ્લિમ એકતાના ઉત્તમ કુલગુરુ બનાવે છે.

ગોખલેની સલાહ પર જ તેઓ મુસ્લિમ લીગમાં સામેલ થયા હતા, એ શરત પર કે 'મુસ્લિમ લીગ અને મુસ્લિમોના સંબંધો પ્રત્યે વફાદારીનો તાત્પર્ય કોઈ પણ રીતે એ નહીં હોય કે તેની છાયામાત્ર પણ રાષ્ટ્ર પ્રત્યે તેમની નિષ્ઠા પર પડે જેના માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.'

તેમનું સપનું મુસ્લિમ ગોખલે બનવાનું હતું.

જ્યારે 1916માં તેઓ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને સ્વરાજ માટે એકસાથે ઊભી કરવામાં સક્ષમ થયા તો તેમનું આ સપનું લગભગ સાકાર પણ થઈ ગયું હતું.

જે ચાર વર્ષ બાદ ત્યારે તૂટી ગયું જ્યારે ઉતાવળમાં મહાત્મા ગાંધી અને તેમના અસહયોગનું રાજકારણ, જેને તેઓ સમજતા હતા કે એ અરાજકતા અને હિંસા ફેલાવશે, નો વિરોધ કરવા પર તેમને કોંગ્રેસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

હિંદુ- મુસ્લિમ એકતાની પેરવી કરનાર

કોંગ્રેસ છોડવા માટે મજબૂર હોવા છતાં હિંદુ-મુસ્લિમ એકતાની ઝીણાની આશા મરી નહીં. તેમણે મુસ્લિમ સાંપ્રદાયિક શક્તિઓ સાથે હાથ મિલાવવાથી ઇનકાર કરી દીધો.

કોંગ્રેસમાંથી અલગ થયાના લાંબા સમય બાદ પણ તેમનું રાષ્ટ્રીય નેતા તરીકે સન્માન હતું.

તેઓ સમાજ કરતાં દેશહિતને પહેલાં પ્રાધાન્ય આપવાના પક્ષમાં હતા.

મહમૂદાબાદના રાજા યાદ કરે છે કે 1926માં જ્યારે તેઓ માત્ર 12 વર્ષના હતા ત્યારે ઝીણાએ તેમને પૂછ્યું હતું કે, "તમે પહેલાં શું છો, એક મુસ્લિમ કે ભારતીય? સ્કૂલના એ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પહેલાં મુસ્લિમ અને પછી ભારતીય,"

આ જવાબ સાંભળી ઝીણાએ ખીજાઈને કહ્યું, "મારા બાળકો, ના, પહેલાં તમે એક ભારતીય છો, પછી મુસ્લિમ."

કોંગ્રેસમાંથી બહાર કાઢી મૂકાયા બાદ ઝીણાએ પોતાની બધી જ શક્તિ વિધાનસભાની અંદરથી જ બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ લડવામાં લગાવી દીધી હતી.

તેમણે અપક્ષોની એક પાર્ટી બનાવી અને એ કોંગ્રેસીઓ સાથે હાથ મિલાવ્યો કે જેમણે મહાત્મા ગાંધીની ઇચ્છાની અવજ્ઞા કરવાનું મન બનાવી લીધું હતું અને એસેમ્બલીમાં સ્વરાજ પાર્ટીના સભ્યોના રૂપમાં પ્રવેશ કર્યો.

આ દરમિયાન સતત કોંગ્રેસમાં ફરી સામેલ થવાના અવસરની શોધ પણ કરતા રહ્યા.

રૉલેટ એક્ટ વિરુદ્ધ લડવામાં સૌથી આગળ

જેટલા વર્ષ તેઓ વિધાનસભામાં રહ્યા, તેમની ઓળખ સરકારના કટ્ટર વિરોધી તરીકે ઓળખ રહી હતી.

તેઓ સતત એવા મુદ્દા ઉઠાવતા રહ્યા જેણે ભવિષ્યના ભારતને આકાર આપ્યો, જેમ કે પ્રાથમિક શિક્ષણ, સેનાનું ભારતીયકરણ અને સિવિલ સર્વિસ તેમજ આર્થિક સ્વતંત્રતાના મુદ્દા.

તેઓ કુખ્યાત રૉલેટ એક્ટ વિરુદ્ધ અંત સુધી લડનારા લોકોમાં સૌથી આગળ રહ્યા.

જ્યારે તે પાસ થયો તો તેના વિરોધમાં પોતાની સીટ પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું.

તેઓ સાયમન કમીશનનો વિરોધ કરનારા પહેલા વ્યક્તિ હતા, જેની પેનલમાં કોઈ ભારતીય સામેલ ન હતા અને જેને સરકારમાં સુધારા માટે ભારત મોકલવામાં આવ્યું હતું.

તેમણે તેના વિરોધમાં સાર્વજનિક સમર્થન પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા, પછી તે મુસ્લિમ લીગમાં વહેંચણીના રૂપમાં તેમણે તેની કિંમત જ કેમ ચૂકવવી ન પડી હોય.

મોહમ્મદ શફીના નેતૃત્વમાં મુસ્લિમ લીગના એક મોટા ભાગે લીગ છોડી દીધી અને સાયમન કમીશનની સાથે સહયોગ કરવા માટે હિંદુ મહાસભા સાથે હાથ મિલાવીને પોતાની એક અલગ પાર્ટીની રચના કરી.

અને જ્યારે હિંદુ-મુસ્લિમ એકતાની આશાઓને ઝટકો લાગ્યો

હિંદુ-મુસ્લિમ એકતાની તેમની આશાઓને ત્યારે અંતિમ ઝટકો લાગ્યો જ્યારે સર્વપક્ષીય સંમેલનમાં હિંદુ મહાસભાના સભ્યોએ ઝીણાના મુસ્લિમ લીગ અને કોંગ્રેસને એક બીજાની નજીક લાવવાના પ્રયાસને નિષ્ફળ સાબિત કરી દીધા.

સંમેલનને છોડીને જતી વખતે તેઓ રડી પડ્યા. તેનું કારણ તેમણે કોંગ્રેસમાંથી અલગ થવાનું જણાવ્યું હતું.

જ્યારે આઠ વર્ષ પહેલાં જ તેમને વાસ્તવિક રૂપે કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે પણ તેઓ મનથી એક રાષ્ટ્રવાદી બની રહ્યા.

તેમણે ઇકબાલના પાકિસ્તાનના વિચારને માત્ર એક કવિનું સપનું ગણાવ્યું હતું.

ખરેખર, 1936 સુધી, ઇંગ્લેન્ડમાં આત્મ-નિર્વાસનમાંથી પરત ફર્યા બાદ અને વિધાનસભામાં ફરી ચૂંટાયા બાદ ઝીણા હજુ પણ એ દેશભક્ત અને ઉદારવાદી રાષ્ટ્રવાદી મુસ્લિમ પક્ષને ઊભો કરવાને લઈને આશાવાદી હતા.

જે સમાજના અન્ય સમુદાયોના પ્રગતિશીલ લોકોની સાથે સાથે ચાલવા માટે સક્ષમ થઈ શકે.

શું દેશના ભાગલા માટે ઝીણા જવાબદાર હતા?

એવા લોકો પણ છે કે જેઓ દેશના ભાગલા માટે કોંગ્રેસને જવાબદાર માને છે, ઝીણાને નહીં.

ઝીણાના નજીકના મિત્ર કાનજી દ્વારકાદાસે પોતાના પુસ્તક 'ટેન યર્સ ટૂ ફ્રીડમ'માં 28 ઓગસ્ટ 1942ના રોજ ઝીણા સાથે થયેલી તેમની 90 મિનિટની એ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે લખ્યું છે કે ઝીણાએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે પાકિસ્તાન ક્યારેય અસ્તિત્વમાં આવશે.

જ્યારે કાનજીએ ઝીણાને તેમના પાકિસ્તાન વિશે પૂછ્યું તો ઝીણાએ કહ્યું, "મારા વહાલા કાનજી, માત્ર એક ઇશારો, હું માત્ર એક દોસ્તીનો ઇશારો માગતો હતો અને એ કોંગ્રેસ તરફથી મળી રહ્યો નથી. જો કોંગ્રેસ એ ઇશારો કરે તો આખી સમસ્યાનો ઉકેલ લાવવો મુશ્કેલ નહીં હોય."

પરંતુ તેના બદલે, કોંગ્રેસે તેમના નામને પોતાની રીતે ઉછાળવાનો નિર્ણય લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો