ઇરાકમાં ISIS દ્વારા અપહરણ કરાયેલા તમામ 39 ભારતીયો મૃત

વિદેશપ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં સવાલના જવાબમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ અગાઉ ઇરાકના મૌસુલમાં અપહૃત 40માંથી 39 ભારતીયોના મૃત્યુ થઈ ગયા છે. ઉગ્રવાદી સંગઠન ISISએ તેમનું અપહરણ કર્યું હતું.

40 ભારતીયો ઇરાકમાં મજૂરીકામ કરતા હતા, જેમાંથી 39 હવે હયાત નથી.

40મા ભારતીય હરજીત મસીહ મુસલમાન બનીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

સુષમા સ્વરાજના જણાવ્યા પ્રમાણે, તમામ મૃતકોના પાર્થિવદેહ એક જ કબરમાંથી મળી આવ્યા હતા.

મૃતકોમાંથી 31 પંજાબના, 4 હિમાચલ પ્રદેશના તથા અન્યો બિહાર અને પશ્ચિમ બંગાળના હતા.

ચારેય રાજ્યોની સરકારો પાસેથી પરિવારજનોના ડીએનએ સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા અને તેનું મેચિંગ કરાવવામાં આવ્યું હતું.

સુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, ડીએનએ મેચિંગથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો