You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રિપુરામાં હિંસા વચ્ચે લેનિનનું પૂતળું તોડી પડાયું
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, અગરતલાથી
ત્રિપુરામાં સોમવારે અનેક જગ્યાએ હિંસક ઝપાઝપી થઈ. આ અથડામણો વચ્ચે 'ભારત માતા કી જય'ના નારા લગાવતી ભીડે ત્રિપુરાના બેલોનિયા શહેરના સેન્ટર ઑફ કૉલેજ સ્કવેરમાં રાખવામાં આવેલા લેનિનના પૂતળાને જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું.
જે લોકો આ મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમાં જેઓ આ પૂતળું પડવાની ઉજવણી કરી રહ્યા છે તે લોકોએ ભાજપની ટોપીઓ પહેરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પૂતળું 2013માં જ્યારે ડાબેરીઓ ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે આ પૂતળું બનાવવામાં આવ્યું હતું.
આ પહેલાં 2013 અને 2014માં યુક્રેનમાં પણ લેનિનના પૂતળાં પાડી દેવામાં આવ્યા હતા. આ પૂતળાં તોડવાનો આરોપ યુક્રેનના રાષ્ટ્રવાદીઓ પર લાગ્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
આમ તો ત્રિપુરાની ઓળખ હિંસા સાથે થતી નથી. અહીં ઉગ્રવાદનો અંત પણ અહિંસક જ રહ્યો છે કેમ કે ઉગ્રવાદીઓએ હથિયાર હેઠા મૂક્યાં હતાં.
બાદમાં તેઓ રબર ઉત્પાદ સાથે જોડાયા હતા અને આ રીતે હિંસા વગર જ ઉગ્રવાદ શમી ગયો હતો.
ત્રિપુરા એકમાત્ર રાજ્ય છે કે જ્યાં 'આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ'ને પણ નાબૂદ કરી દેવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાંથી હિંસાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને રાજધાની અગરતલા નજીક બાંગ્લાદેશની સરહદ નજીકના વિસ્તારો હિંસા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
પશ્ચિમ ત્રિપુરા પ્રશાસને હિંસાને ધ્યાનમાં રાખીને CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે.
પશ્ચિમ ત્રિપુરાના જિલ્લાધિકારી મિલિંદ રામટેકના આધારે આ કલમ 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લાગુ કરવામાં આવી છે.
ડાબેરી કાર્યકર્તાઓનો આરોપ છે કે પરિણામો બાદ એક પક્ષે ન માત્ર તેમના કાર્યાલયને નિશાન બનાવ્યું પણ તેમના નેતાઓ અને કાર્યકર્તાઓનાં ઘરોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
અગરતલાથી સીપીએમના પૂર્વ ધારાસભ્ય ઝુમુ સરકાર કે જેઓ આ વખતે ચૂંટણી હારી ગયા છે, તેઓ પોતાના ગામમાં ખૂબ ડરેલા છે.
દુકાનમાં સળગાવી
ઝુમુ સરકારે બીબીસીને જણાવ્યું કે તેમણે પોતાની સુરક્ષા માટે ઘણા સંબંધીઓને પોતાના ઘરે બોલાવી લીધા છે. તેમનો આરોપ છે કે તેમને દરરોજ હુમલાની ધમકીઓ મળી રહી છે.
ઝુમુ સરકારનો આરોપ છે કે તેમને જે સુરક્ષા મળી હતી, તેને પણ હટાવી લેવામાં આવી છે.
ઝુમુ સરકારનાં ઘરથી થોડા જ અંતરે લંગા પાડા છે, જ્યાં સીપીએમ સમર્થકની દુકાનમાં આગ લગાવી દેવામાં આવી હતી.
જોકે, વાતચીત દરમિયાન ત્યાં ભાજપના કાર્યકર્તા આવી ગયા અને તેમણે તે આગનું કારણ શોર્ટ સર્કીટ ગણાવ્યું હતું.
નજીક જ લંકમૂરા પંચાયત પાડાના સુકુમાર અને તેમનાં પત્ની શોભિતા એ ઘરના કાટમાળમાંથી પોતાનો સામાન કાઢવાનું કામ કરી રહ્યા હતા જે બળીને ખાખ થઈ ગયો હતો.
'હથિયારબંધ લોકોએ હુમલો કર્યો'
સુકુમાર જણાવે છે કે તેઓ સીપીએમના કાર્યકર્તા છે અને ચૂંટણીનાં પરિણામો બાદ આગામી દિવસે તેમના ઘરે હથિયારબંધ લોકોએ હુમલો કર્યો હતો.
તેઓ કહે છે, "અમારા ઘરમાં તોડફોડ કરી અને બધું જ સળગાવી દીધું. હવે અમને ગામ છોડી જવા માટે ધમકીઓ મળી રહી છે."
તેમનો પરિવાર ડરેલો છે અને તેમનાં પત્ની શોભિતા અહીંથી સુરક્ષિત જગ્યાએ જતા રહેવા માગે છે.
હું ગામનો પ્રવાસ કરી રહ્યો હતો ત્યાં સુધી પોતાને ભાજપના કાર્યકર્તાના રૂપમાં ઓળખ આપતા સંજીબ દેબ કેટલાક લોકો સાથે અહીં પહોંચ્યા.
તેમણે પડકાર આપતા કહ્યું કે જે કંઈ તોડફોડની ઘટના થઈ છે તે CPMએ જાતે કરાવી છે. તેમાં ભાજપના લોકોનો કોઈ હાથ નથી.
સંજીબ દેબ કહે છે, "હવે હારી ગયા બાદ CPMના લોકો પાસે બીજો કોઈ મુદ્દો બચ્યો નથી. તેઓ અમને બદનામ કરવા માગે છે. આસપાસ જેટલા CPM કાર્યાલયોને તોડવામાં આવ્યા છે, તેમાં CPMનો જ હાથ છે."
પરંતુ સુકુમાર કહે છે કે રસ્તા પર પણ સીપીએમના લોકોને રોકી રોકીને માર મારવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે ત્રિપુરાનો માહોલ ખરાબ કરવામાં આવી રહ્યો છે, જે વાતનો ડર તેમની પાર્ટીને પહેલાંથી જ હતો.
હાલ તો વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઝુમુ સરકાર પણ પોતાનું ઘર છોડીને જતા રહેવાનું મન બનાવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો