પ્રેસ રિવ્યૂ: મમતાએ કહ્યું 2019ના પરિણામો હશે ભાજપ માટે વિનાશકારી

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ મમતા બેનરજીએ પૂર્વોત્તરમાં ભાજપની જીત પર નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે ભગવા પાર્ટી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં નહીં જીતી શકે.

વધુમાં મમતાએ કહું કે ભાજપ પાંખ લગાવીને મોર બનવાનું સપનું જોઈ રહ્યું છે, જે ક્યારેય પૂરું નહીં થાય.

મમતાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલે જો તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામ અલગ હોત.

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ત્રિપુરામાં ડાબેરીઓના 25 વર્ષ જૂના શાસનને હાર આપી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતીય ક્રિકેટ ટીમના બોલરની લોકલ મુસાફરી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના બોલર શાર્દુલ ઠાકુર સાઉથ આફ્રિકાથી પરત થતાં લોકલ ટ્રેનમાં ઘરે પહોંચ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના ટીમના પ્રવાસ બાદ ઝડપી બોલર શાર્દુલ ઠાકુર એમિરાતની ફ્લાઈટથી મુંબઈ ઉતર્યા હતા અને બાદમાં અંધેરી સ્ટેશનથી લોકલ ટ્રેનમાં પાલઘર પહોંચ્યા હતા.

આ ઘટના અંગે શાર્દુલે જણાવ્યું કે લોકો મને જોઈ રહ્યા હતા. તેઓને કદાચ એમ હતું કે આ સાચે જ ક્રિકેટર શાર્દુલ છે?

"કેટલાંક બાળકોએ ઇન્ટરનેટ પર મારી તસવીરો જોઈ મને ઓળખ્યો અને સેલ્ફી લીધી પછી લોકોને ખબર પડી કે હું જ શાર્દુલ ઠાકુર છું."

નીરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ પીએનબી કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીએ ઈડીને એક પત્ર લખ્યો છે.

તેમાં લખવામાં આવ્યું છે "મારો પાસપોર્ટ રદ્દ કરવાનું એક ષડયંત્ર છે. મને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યો છે."

વધુમાં લખ્યું છે કે તેમના જવાબની રાહ જોયા વિના જ નિર્ણય લેવો એ એજન્સીની પૂર્વગ્રહવાળી મનોદશા દર્શાવે છે.

નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ પીએમએલએ કોર્ટે બિનજામીનપાત્રણ ધરપકડ વૉરંટ ઇશ્યુ કર્યું છે. આ માટે ઈડીએ જ અરજી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો