You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી : શાહના નેતૃત્વમાં ભાજપ નિતનવી ઊંચાઈઓ પર
ત્રિપુરા તથા નાગાલૅન્ડમાં ભાજપના ગઠબંધનના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નવનિર્મિત મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતાં.
મોદીએ પાર્ટીના વિજયનો શ્રેય જનતા, પાર્ટી નેતાઓ તથા કાર્યકર્તાઓને આપ્યો હતો.
વડાપ્રધાનનું ભાષણ શરૂ થયું, ત્યારે જ પાસેની મસ્જિદમાં અઝાન શરૂ થઈ હતી, એટલે તેમને કાર્યકર્તાઓને બે મિનિટ મૌન રહેવા તાકિદ કરી હતી.
સોશિયલ મીડિયા પર #Azaan સમયે જ મોદીના ભાષણ વિશે કેટલાકે સવાલ ઉઠાવ્યા, તો અન્ય કેટલાકે પ્રશંસા કરી હતી.
ડાબેરી નેતા મોહમ્મદ સલીમના કહેવા પ્રમાણે, કોંગ્રેસ તથા તૃણમુલ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કારણે ત્રિપુરામાં ભાજપનો વિજય થયો છે.
તમને આ પણ વાંચવું ગમશે
શાહ પર ગર્વ
અઝાન માટે મૌન બે મિનિટથી વધુ ચાલ્યું હતું. બાદમાં 'ભારત માતા કી જય'ના નારા સાથે ભાષણ ફરી શરૂ કર્યું હતું.
- કોંગ્રેસની અગાઉ ક્યારેય આટલી ખરાબ સ્થિતિ ન હતી. કેટલાક લોકો રાજકીય રીતે આગળ વધે છે, પરંતુ પાર્ટીનું કદ ઘટે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- અમિત શાહને વિદ્યાર્થીકાળથી જોયા છે. આજે તેમના નેતૃત્વમાં ભાજપને એક પછી એક વિજય મળી રહ્યાં છે, ત્યારે ગર્વ થાય છે. તેમના નેતૃત્વમાં ભાજપ નિતનવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
- વાસ્તુશાસ્ત્રમાં પૂર્વોત્તરનો ખૂણો સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. આથી તેની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો, ઉત્તર-પૂર્વ બરાબર હોય તો ઇમારત પણ યોગ્ય બને છે. ખુશીની વાત છે કે આજે પૂર્વોત્તર વિકાસયાત્રાનું નેતૃત્વ કરવા આગળ આવ્યું છે.
- પૂર્વોત્તરના નાગરિકોમાં કેન્દ્રની સરકાર પ્રત્યે વિશ્વાસ પેદા થયો છે. અગાઉ ક્યારેય કેન્દ્રીય પ્રધાનોએ આટલા મોટાપ્રમાણમાં પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી ન હતી તથા કેન્દ્ર સરકાર પણ આટલી સંવેદનશીલ ન હતી.
કોંગ્રેસ-તૃણમુલ કોંગ્રેસ યુક્ત ભાજપ
સીપીએમના નેતા મોહમ્મદ સલીમે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "આ ચૂંટણી મુશ્કેલ હતી. સતત 25 વર્ષ સુધી શાસન ચલાવવું એ સિદ્ધિ છે.
"ચૂંટણી પહેલા કોંગ્રેસ તથા તૃણમુલ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા અને તેઓ જ વિજયી થયા છે. આ ભાજપનો વિજય થયો છે.
"ભાજપે 'કોંગ્રેસમુક્ત' ભાજપનો નારો આપ્યો હતો, પરંતુ ત્રિપુરામાં તે 'કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ યુક્ત' બની ગયો છે.''
સલીમના કહેવા પ્રમાણે, ત્રિપુરામાં મસલ અને મની પાવરનો ઉપયોગ થયો છે. જે અગાઉ ક્યારેય થયો ન હતો. માણિક સરકાર પર ચૂંટણીની જવાબદારીનો ભાર હોવાની વાત તેમણે નકારી કાઢી હતી.
હવે કર્ણાટક
અમિત શાહે કહ્યું હતું કે, ભાજપના નવા મુખ્યાલયમાં આ પહેલો વિજય ઉત્સવ છે. જીતનો રથ ત્રિપુરા પહોંચ્યો છે અને હવે કર્ણાટક જવાનો છે.
શાહના કહેવા પ્રમાણે, ત્રિપુરામાં ભાજપનો વિજય 'એક્ટ ઇસ્ટ'ની નીતિનું પરિણામ છે.
શાહે કહ્યું હતું કે, વિપક્ષ પાસે હવે કોઈ બહાનું નથી રહ્યું, કારણ કે ચૂંટણીમાં વીવીપીએટી (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) નો ઉપયોગ થયો છે એટલે આ વખતે પાર્ટીઓ પાસે કોઈ બહાનું નથી રહ્યું.
ચોટનો જવાબ વોટ
મોદીએ કહ્યું કે લોકતંત્રની તાકત છે કે ગરીબ અને નિરક્ષર મતદાતાઓએ ભાજપના કાર્યકરો પર ડાબેરી પક્ષો દ્વારા થયેલી 'ચોટનો જવાબ વોટ'થી આપ્યો છે.
વડાપ્રધાન પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમના ભાષણમાં ત્રિપુરામાં મૃત્યુ પામેલા નવ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી.
બાદમાં મોદીએ પણ તેમના ભાષણમાં કહ્યું કે અમિત શાહે જે વાત કહી તે ફરી કહેવા માગે છે. આ વિજય મૃતક કાર્યકરોને શ્રદ્ધાંજલિ છે.
મોદીએ ત્રિપુરા તથા અન્ય રાજ્યોમાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકરોની સ્મૃતિમાં બે મિનિટ મૌન રખાવ્યું હતું.
અઝાનમાં મૌન રાજકીય સંદેશ?
પત્રકાર રાહુલ કંવલે ટ્વીટર પર લખ્યુ, "રાજકીય સંદેશ અને પ્રતીકાત્મકતામાં મોદીએ PHD કર્યું જણાય છે. જ્યારે RG (રાહુલ ગાંધી)એ અયોગ્ય રાજકીય સમયમાં PHD કર્યું લાગે છે.
સેનાધ્યક્ષ રજા ઉપર હોય ત્યારે સૈન્યને નેતૃત્વ પૂરું ન પાડી શકે."
વિકાસ જાની નામના યુઝરે અઝાનના સમય અને મોદીનું ભાષણ એક જ સમયે થવા વિશે લખ્યું, "મને લાગે છે કે અઝાનના સમયે જ ભાષણનું આયોજન કરવામાં આવે છે."
જોકે, રવિ ધાકડે કહ્યું કે, અઝાન સમયે મોદી ભાષણ આપતા અટકી ગયા. તે ખરી બિનસાંપ્રદાયિક્તા છે. કથિત બિનસાંપ્રદાયિકોએ કંઇક શીખવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો