નેપાળના આ યુવા ક્રિકેટર પહેલીવાર IPLમાં રમશે

IPLની હરાજીમાં ખરીદાયેલા સંદીપ લામિછાને પહેલા નેપાળી ક્રિકેટર છે, જેમને IPLમાં રમવાની તક મળી છે.

સંદીપને દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યા છે.

સંદીપની ઉંમર 17 વર્ષ છે. તેમને બેઝ પ્રાઇસમાં ખરીદવમાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 2016નાં અંડર-19 વિશ્વ કપમાં આ લેગ સ્પિનરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેપાળને આઠમાં સ્થાને પહોચાડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

એ ટુર્નામેન્ટમાં સંદીપ સૌથી વધારે વિકેટ ઝડપનાર બૉલર્સની યાદીમાં બીજા ક્રમે હતા.

17ના રનરેટ અને 4.67 સરેરાશથી સંદીપે છ ઇનિંગ્ઝમાં 14 વિકેટ લીધી હતી. સંદીપે બે પ્રેક્ટિસ મેચોમાં પાંચ વિકેટ લીધી હતી.

ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ નેપાળની પહેલી મેચની ટીમમાં પણ સંદીપને સ્થાન મળ્યું હતું. એ મેચમાં ન્યૂ ઝીલૅન્ડને નેપાળે 32 રને પરાજય આપ્યો હતો.

માઇકલ ક્લાર્કે પ્રતિભાને પારખી

એ પછી આયરલૅન્ડ વિરુદ્ધની મેચમાં સંદીપે હેટ-ટ્રિક લીધી.

અંડર-19 વિશ્વ કપમાં હેટ-ટ્રિક લેનારા તેઓ પાંચમા ખેલાડી છે.

એમની પાંચ વિકેટનાં કારણે જ નેપાળે આયરલૅન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું.

જેના કારણે સાતમાં વિશ્વકપમાં બીજી વાર નૉક-આઉટ સ્ટેજમાં જગ્યા બનાવવામાં નેપાળને સફળતા મળી હતી.

સંદીપના પ્રદર્શને પૂર્વ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઇકલ ક્લાર્કનું ધ્યાન ખેંચ્યું.

એમણે હૉંગ કૉંગ ટી-20 બ્લિટ્ઝની કૉલૂન કાંટૂસમાં સંદીપને તેમની સાથે રમાડવા પસંદ કર્યા.

ભારતમાં પણ રહ્યા સંદીપ

એ પછી ક્લાર્કે આ લેગ-સ્પિનરને ઑસ્ટ્રેલિયામાં એનએસડબલ્યૂ પ્રીમિયર ક્રિકેટ સીઝનની પોતાની ટીમ વેસ્ટર્ન સબઅર્બ્સ સાથ રમવા માટે આમંત્રિત કર્યા.

નેપાળના સ્યાંગ્જામાં જન્મેલા સંદીપ ભારતમાં બે ત્રણ વર્ષ રહ્યા છે, કારણ કે એમના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા.

ભારતમાં રહેતી વખતે સંદીપ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા ભારતીય ક્રિકેટર સાથે મળવાની તક મળી હતી.

સંદીપ કહે છે કે તેઓ ઑસ્ટ્રેલિયાના સ્પિનર શેન વૉર્નથી પ્રભાવિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો