થિયેટર ઑલિમ્પિક્સ: ભારતનાં વિવિધ શહેરોમાં ભજવાશે અનેક નાટકો

ઇમેજ સ્રોત, Getty Images
હાલ દક્ષિણ કોરિયામાં યોજાયેલ વિન્ટર ઑલિમ્પિક્સ ચર્ચામાં છે. ઉત્તર કોરિયા આ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યું છે તેમજ તેની મહિલા ચીયર્સલીડર્સને કારણે પણ તે ચર્ચામાં છે.
પરંતુ હાલ ભારતમાં પણ એક ઑલિમ્પિક્સ શરૂ થવા જઈ રહ્યો છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ હા ભારતમાં શરૂ થવા જઈ રહ્યો છે થિયેટરનો ઑલિમ્પિક્સ.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારતમાં પ્રથમ વખત થિયેટર ઑલિમ્પિક્સનું આયોજન થઈ રહ્યું છે.
આ આઠમો થિયેટર ઑલિમ્પિક્સ 17 ફેબ્રુઆરીથી 8 એપ્રિલ દરમિયાન એટલે કે લગભગ દોઢ મહિના સુધી ચાલશે.
જેમાં દેશ-વિદેશના નાટ્યકારો, નિર્દેશકો, અભિનેતાઓ, લેખકો, રંગ મંડળીઓ, નાટક ભજવનારી અને નિર્માણ કરનારી સંસ્થાઓ ભાગ લેશે.

દેશી-વિદેશી કલાનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
થિયેટર ઑલિમ્પિક્સમાં ગ્રીસ, જાપાન, રશિયા, તૂર્કી, સાઉથ કોરિયા, ચીન અને પૉલેન્ડ જેવા દેશોમાંથી કલાકારો ભારત આવીને રંગમંચ પર તેમની કલાનું પ્રદર્શન કરશે.
ભારતમાં દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ, ભૂવનેશ્વર, કોલકતા, પટણા, અગરતલા, ગુવાહાટી, વારાણસી, ભોપાલ, મણીપુર, જયપુર, ચંદીગઢ, જમ્મુ અને અમદાવાદમાં અલગ અલગ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
થિયેટર ઑલિમ્પિકની શરૂઆત દિલ્હીથી થશે જ્યારે કે ક્લોઝિંગ સેરેમની મુંબઇમાં યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ અગાઉ 31મી ઑગસ્ટ, 2017 સુધી દર્શકો સમક્ષ પ્રદર્શિત કરેલી ઉત્કૃષ્ટ કૃતિઓને પણ આ ફેસ્ટિવલ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.
થિયેટર ઑલિમ્પિક્સની વર્ષ 1993માં ગ્રીસમાં સ્થાપના કરવામાં આવી હતી. આ એક આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ છે. જે વિશ્વભરના મહાન થિયેટર આર્ટિસ્ટની સિદ્ધિઓ પ્રસ્તુત કરે છે.

કળાનું આદાન-પ્રદાન
આ ઑલિમ્પિક્સ કળાના આદાનપ્રદાનનું માધ્યમ બની રહેશે. એક દેશના કળાકારો બીજા દેશના કળાકારો પાસેથી નવી કળાઓને શીખશે.
ભાષા, વિચારધારા અને સંસ્કૃતિના તફાવત છતાં અહીં એકમેક સાથેના સંવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












