You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણી પાસે એટલી સંપત્તિ છે કે 20 દિવસ સુધી દેશ ચલાવી શકે!
મુકેશ અંબાણી 20 દિવસ સુધી દેશ ચલાવી શકે એટલા પૈસાદાર
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ દરેક દેશના પૈસાદાર લોકો જો સરકાર ચલાવવા માટે નાણાં આપે તો કેટલા દિવસ સુધી દેશ ચાલી શકે તે અંગે એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી છે.
બ્લુમબર્ગ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 'રોબિનહૂડ ઇન્ડેક્સ 2018' તૈયાર કર્યો છે. જેમાં 49 દેશના ધનિક લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી પાસે એટલી સંપત્તિ છે કે તે દેશને પોતાના પૈસે 20 દિવસ સુધી ચલાવી શકે છે.
જાણો ક્યા ધનિક પોતાના દેશને કેટલા દિવસ સુધી ચલાવી શકે?
ભવનાથના મેળાને મિનિકુંભનો દરજ્જો
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગિરનારની ગોદમાં યોજાતા ભવનાથના મેળાને મિનિ કુંભનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ભવનાથમાં ચાલી રહેલા મેળામાં હાજરી આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ભવનાથના મેળાને આવતા વર્ષથી મિનિકુંભનો દરજ્જો આપવામાં આવશે.
આ સાથે તેમણે ગિરનારનાં પગથિયાંનો સરકારનાં ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની પણ જાહેરાત કરી હતી.
આવતા વર્ષથી ભવનાથનો મેળો મિનિકુંભનો દરજ્જો પ્રાપ્ત કરતાં તેની તમામ વ્યવસ્થાનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ત્રિશુલ કે ક્રોસમાંથી એક પસંદ કરો'
નવગુજરાત સમયના અહેવાલ મુજબ નાગાલૅન્ડના સૌથી મોટા ચર્ચ નાગાલૅન્ડ બેપ્ટિસ્સ ચર્ચ કાઉન્સિલેએ તેના અનુયાયીઓને ત્રિશુલ કે ક્રોસ બંનેમાંથી એક પસંદ કરવાનું કહેતા વિવાદ થયો છે.
અખબારના દાવા મુજબ આ પત્રને ભાજપ વિરુદ્ધ ગણાવાઈ રહ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારના શાસનમાં જ લઘુમતિઓ પર સૌથી વધારે અત્યાચારો થયા છે.
ચૂંટણી અગાઉ ચર્ચે પૈસા અને વિકાસના નામે ખ્રિસ્તી સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવા માટે અપીલ કરી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો નાશ કરવા માગતા લોકો પાછળ દોટ લગાવતા રાજકારણીઓને જોઈને જીસસ ક્રાઇસ્ટ રડતા હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો