પ્રિયા પ્રકાશ કઈ રીતે બની 'નેશનલ ક્રશ'?

પ્રેમ કરવા માટે આમ તો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી, પણ પ્રેમીઓ 14 ફેબ્રુઆરીની ઊજવણી એક તહેવારની માફક કરે છે.

વૅલેન્ટાઇન્સ ડેને હવે થોડા કલાકોની જ વાર છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે.

લોકોની સ્કૂલના સમય દરમ્યાનના પ્રેમની સ્મૃતિનો ખજાનો એ વીડિયોને કારણે ખુલ્યો છે અને મરકવા લાગ્યો છે.

એ વીડિયોમાં એક ટીનેજર છોકરી અને છોકરો એમ બે સ્કૂલ સ્ટુડન્ટ્સ એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે.

તમને આ પણ વાંચવું ગમશે

ક્યાંથી આવ્યો આ વીડિયો?

આ વીડિયો મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)ના એક ગીતનો નાનકડો હિસ્સો છે.

તેમાં જોવા મળતી છોકરી મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વેરિયાર છે.

પ્રિયા પ્રકાશ કેરળનાં છે અને હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યાં છે.

લોકો પ્રિયા પ્રકાશના ફોટોગ્રાફ્સ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર શેર કરી રહ્યા છે.

લોકો ફોટોગ્રાફની સાથે રસપ્રદ કેપ્શન લખી રહ્યા છે.

કેટલાક છોકરાઓ એ ફોટોગ્રાફ જોઈને ખુદના સખત થવાની નહીં, પણ પીગળવાની વાત લખી રહ્યા છે.

મલયાલમમાં સ્કૂલમાં થયેલા પ્રેમની કથા 'ઓરુ અદાર લવ'માં કહેવામાં આવી છે.

આ વર્ષે રજૂ થનારી ફિલ્મના ડિરેક્ટર ઉમર લુલુ છે અને સંગીતકાર શાન રહેમાન છે. આ ફિલ્મના મોટાભાગના કલાકારો નવોદિત છે.

પ્રિયા પ્રકાશને ચમકાવતો એ વીડિયો 'માનિક્યા મલરાયા પૂવી...' ગીતનો હિસ્સો છે.

વીડિયોમાં જોવા મળતો બીજો કલાકાર રોશન અબ્દુલ રહૂફ છે.

સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશના પારાવાર વખાણ કરવામાં આવી રહ્યાં છે.

તેથી પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર પણ તેનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું - તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.

વાસ્તવિક જીવનમાં કેવી દેખાય છે પ્રિયા?

સોશિલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવ

'બકલોક આશિક' નામના ફેસબુક પેજ પર લખવામાં આવ્યું હતું, 'પ્રિયાની આંખોની અભિવ્યક્તિની હુમલાથી દેશના તમામ યુવાનો શહીદ થઈ ગયા.'

@PraveenKrSinghએ લખ્યું હતું, 'નેશનલ ક્રશ ઑફ ઇંડિયા પ્રિયા પ્રકાશ. આખરે 20 કરોડ ફેસબૂકિયાઓ પ્રિયા પ્રકાશ પર પીગળી ગયા છે.'

સેમ સમીર નામના એક યુઝરે લખ્યું હતું, 'ગ્લોબલ વૉર્મિંગ પ્રિયા પ્રકાશને કારણે ભારતીયો પર સંકટ. એટલા પીગળી રહ્યા છે કે ક્યાંક બધા ખતમ ન થઈ જાય!'

ટ્વિટર, ફેસબુક પર ઘણા લોકોએ એવું પણ લખ્યું હતું, 'પ્રિયા પ્રકાશ જેવો વીડિયો દર અઠવાડિયે આવે તો ઘણું....કોઈને પંદર લાખ રૂપિયા કે પકોડા યાદ નહીં આવે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો