You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ: 'ચાર વખત વર્લ્ડ કપ જીતી રેકોર્ડ સર્જ્યો, ગર્વ છે ટીમ પર'
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બૅ ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી છે.
ભારતે 38.5 ઓવરમાં 220 રન બનાવી 217 રનના લક્ષ્યાંકને પાર પાડ્યું હતું.
ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી 29 રન બનાવી આઉટ થયા હતા. મનજોત કાલરાએ સદી ફટકારી હતી. તેમણે અને હાર્વિક દેસાઈએ ભાગીદારીમાં 148 રન બનાવ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
મનજોત કાલરાને 'મેન ઑફ ધ મેચ' અને શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમ 47.20 ઓવરમાં 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમને 217 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના મર્લોએ સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ઇશાન પોરેલ, અનુકૂલ રૉય, કમલેશ નાગરકોટી, અને શિવા સિંહે બે-બે વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમમાં કોઈ ફેરફાર કરાયા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમના વિજય બાદ સોશિયલ મીડિયામાં કંઈક આવો માહોલ જોવા મળ્યો
રાષ્ટ્રપતિએ પણ વિજેતા ટીમના સુકાની પૃથ્વી શો અને અન્ય ખેલાડી પર ગર્વ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, ''આપણા યુવાન ક્રિકેટરોની સિદ્ધિથી ખૂબ જ ખુશ છું.
''U-19 વર્લ્ડ કપ જીતવા બદલ તેમને શુભેચ્છા. આ વિજયથી દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે.''
ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ટ્વિટર પર ભારતીય ટીમ અને કોચ રાહુલ દ્રવિડને શુભેચ્છા આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
વિજય બાદ ભારતીય ટીમના સુકાની પૃથ્વી શોએ ભારતીય ફેન્સને કંઈક આવો સંદેશો આપ્યો.
સુપ્રીમ વાલા લિડર નામનાં ટ્વિટર યૂઝરે ભારતીય U-19 ક્રિકેટ ટીમનાં હેડ કોચ રાહુલ ડ્રવિડ અંગે લખ્યું:
'માથા પર રહેલા ભૂખરા વાળ, ચામડી પર રહેલી કરચલી અને અસંખ્ય પ્રયાસો દ્વારા વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયત્ન કરતો ચેમ્પિયન.'
વિવેક ઓબરોયે ભારતીય ટીમને શુભેચ્છા આપતા જણાવ્યું કે સતત ચાર વખત વર્લ્ડ કપ જીતી રેકોર્ડ સર્જ્યો, ગર્વ છે ટીમ પર.
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ભારતીય ટીમને શુભેચ્છા આપતા જણાવ્યું કે ભારતનું નામ વિશ્વભરમાં ગુંજી રહ્યું છે.
ટ્રોલ ક્રિકેટ નામનાં ટ્વિટર યૂઝરે શુભમન ગીલના માતાપિતાનો ફોટો શેર કરી માતાપિતા માટે ગર્વની વાત જણાવી.
@sirjadeja નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો ટ્વીટ કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું, ''ભારતે પોતાનો વિજય શહિદોને સમર્પિત કર્યો.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો