દૃષ્ટિકોણ : કોંગ્રેસની ડૂબતી નાવડીને ગુજરાતે ઉગારી?

ઇમેજ સ્રોત, TWITTER @INCGujarat
- લેેખક, શિવમ વિજ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભાનું પરિણામ હવે આપણી સામે છે. જ્યાં ભાજપે 99 બેઠકો જીતી છે અને કોંગ્રેસને 77 સીટો મળી છે.
આ પહેલા 1985માં કોંગ્રેસને 149 સીટો સાથે બહુમત મળ્યો હતો, એ વર્ષે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા.
એ વખતનું 'કુશાસન' આજે પણ લોકોને યાદ છે, જ્યારે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. કાયદો વ્યવસ્થા કથળી ગઈ હતી.
તમને આ પણ વાંચવું ગમશે
ઘણા હિંદુ વેપારીઓ એ જમાનાને મુસ્લિમ અપરાધીઓ અને કર્ફ્યુ માટે આજે પણ યાદ કરે છે. પાંચ વર્ષ પછી 1990ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 33 સીટો મળી હતી.
વર્ષ 1995માં થોડો સુધારો થયો અને 45 બેઠકો મળી. 1998માં 53, 2002માં 51, 2007માં 59 અને 2012માં 61 બેઠકો મળી હતી.

ભાજપની પકડ ઘટી

ઇમેજ સ્રોત, Twitter @BJP4Gujarat
તાજેતરનાં પરિણામમાં કોંગ્રેસને 77 બેઠકો મળવીએ મજબૂત પકડના સંકેત છે. આનો મતલબ એ છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા માટે પ્રબળ દાવેદાર છે.
એટલે એ કહેવું ખોટું નથી કે કોંગ્રેસ આખરે માધવસિંહ સોલંકીના જમાનાથી આગળ વધી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમાં પણ કોંગ્રેસ માટે આ ઉપલબ્ધિ એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપના સૌથી મોટા કદ્દાવર નેતા નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન છે.

ભાજપનું સૌથી નબળું પ્રદર્શન

ઇમેજ સ્રોત, TWITTER @BJP4Gujarat
કોંગ્રેસના 22 વર્ષના શાસન પછી ભાજપે ઘણા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે.
પરંતુ આંકડા મુજબ, ભાજપે બીજી ચૂંટણીઓની સરખમાણીમાં સૌથી વધારે નબળું પ્રદર્શન આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કર્યું છે.
એમાં પણ અપક્ષ ઉમેદવારો તો ગાયબ જ થઈ ગયા છે. કોંગ્રેસના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલાએ બનાવેલી નવી પાર્ટી તો ક્યાંય નજરે પણ ન પડી.

ખરાખરીનો જંગ

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP/Getty Images
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વોટોનું અંતર હવે સાત ટકા જ રહ્યું છે, જે અગાઉ 10 ટકા જેટલું રહેતું.
ઘણી બેઠકો પર બહુ ઓછા મતોનું અંતર રહ્યું, વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારોની સીટો પર. એનાથી અંદાજ આવે છે કે ભાજપ માટે આ ટક્કર કેટલી હંફાવનારી હતી.
જો થોડી સ્થિતિ આમ થી આમ થઈ હોત તો કોંગ્રેસ ચૂંટણી જીતી પણ ગઈ હોત.
યુપીમાં 2014માં ભાજપને 43.3 ટકા વોટ મળ્યા હતા. એના ત્રણ વર્ષ પછી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપને 41.35 ટકા વોટ મળ્યા હતા.
મતોની ટકાવારી અને સીટ બંને પ્રમાણે ભાજપની લોકપ્રિયતા 2014થી 2017 સુધી યુપીમાં યથાવત રહેવા પામી હતી.

સત્તા વિરોધી લહેર

ઇમેજ સ્રોત, TWITTER @BJP4Gujarat
પરંતુ ગુજરાતમાં આવું નહોતુ. 2014માં ભાજપે ગુજરાતમાં 59 ટકા વોટ સાથે 26 લોકસભા સીટો જીતી હતી. કોંગ્રેસને 33 પ્રતિશત વોટ મળ્યા હતા. એટલે કે ભાજપથી 26 ટકા ઓછા.
જો લોકસભાના પરિણામોને વિધાનસભાના સંદર્ભે અને પરિપેક્ષ્યમાં જોવામાં આવે તો ભાજપે 182માંથી 162 સીટો જીતી હોત.
હાલના પરિણામમાં બહુમતથી બસ થોડી જ વધારાની સીટો જીતીને ભાજપે ખરેખર તો તેનું પ્રદર્શન બગાડ્યું છે.
જ્યારે ભાજપના નેતાઓ આ વિશે કહે છે કે આ આંકડાઓ ના જોશો, એ પણ જુઓ કે 22 વર્ષથી ગુજરાતમાં સત્તા વિરોધી લહેર હતી.
તો એનો મતલબ એ છે કે ભાજપ પણ માને છે કે મોદીમય ભાજપ પણ સત્તા વિરોધી લહેરથી પર નથી.

કોંગ્રેસ મુક્ત ભારત

ઇમેજ સ્રોત, TWITTER @BJP4Gujarat
2013થી જે રીતે કોંગ્રેસ હારી રહી છે એનાથી કોંગ્રેસ મુક્ત ભારતની વાત હકીકત લાગી રહી હતી.
પરંતુ ગુજરાતમાં સારાં પ્રદર્શન પછી કોંગ્રેસનું મનોબળ પણ વધશે. એ પણ ભાજપને ટક્કર આપી શકે છે. સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવી શકે છે એવો વિશ્વાસ તેનામાં વધશે.
ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ કોંગ્રેસે 1985 પછી આ વખતે સૌથી વધારે બેઠકો મેળવી છે.
એ કહેવું અયોગ્ય લાગે કે વિજેતા આ વખતે બીજા નંબરે રહ્યું.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












