You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણીના પરિણામ અને મોદી પર શું બોલ્યાં પાકિસ્તાની?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ દરમિયાન શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે ટક્કર જોવા મળી. જોકે, બાદમાં ભાજપ આગળ નીકળી ગયો.
ગુજરાતના ચૂંટણી ઘમાસાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનના હસ્તક્ષેપની વાત કરી હતી.
બનાસકાંઠાના પાલનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદીએ આરોપ લગાવ્યા હતા કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરહદ પારથી મદદ લઈ રહ્યા છે.
મોદીએ સવાલ કર્યો હતો કે આખરે પાકિસ્તાનની સેના અને ઇન્ટેલિજન્સના હોદ્દેદારો ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્ય મંત્રી બનાવવાની વાત કેમ કરી રહ્યા છે?
ત્યારબાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે ટ્વીટ પણ કર્યું હતું.
'ભારતે પોતાની ચૂંટણીની વાતમાં પાકિસ્તાનને ઢસડવાનું બંધ કરી દેવું જોઈએ અને પૂર્ણ રીતે આધાર વગરની ષડયંત્રની વાતો ઉછાળ્યા વગર પોતાની તાકાત પર વિજય હાંસલ કરવો જોઈએ.'
પરિણામોની સાથે જ પાકિસ્તાનમાંથી પણ ઘણાં પ્રકારની સોશિઅલ પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. પાકિસ્તાનમાં પણ લોકો આ મુદ્દે ટ્વીટ પણ કર્યાં.
પાકિસ્તાનના રહેવાસી ઇસરાર અહેમદ લખે છે કે પાકિસ્તાન વિરુદ્ધ ખોટી નિવેદનબાજી કરીને જીત મેળવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુનીર બલોચ લખે છે કે મોદીને ખૂબ મોટો ઝટકો લાગ્યો હશે. કોંગ્રેસે જબરદસ્ત મુકાબલો કર્યો અને ઘણા વિસ્તારોમાં કોંગ્રેસે પહેલી વખત જીત મેળવી છે.
ઝુબૈર ખાન ખાનજાદાએ લખ્યું છે કે શું ફરી એક વખત ચૂંટણી કમ્પ્યૂટરની મદદથી જીતી લેવાઈ હતી?
તો ભારતમાં પણ પાકિસ્તાન સાથે સંબંધિત ઘણા ટ્વીટ અને કૉમેન્ટ આવી રહી છે.
આચાર્ય સાહિલે ટ્વીટ કર્યું છે, "મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન ગુજરાત ચૂંટણીને ફિક્સ કરી રહ્યું છે."
"હવે ભાજપ જીતી રહ્યું છે.
"તો શું તેનો મતલબ એવો છે કે ભાજપનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ છે?
મતલબ માત્ર પૂછી રહ્યા છીએ."
આ ટ્વીટ પર એક કૉમેન્ટ આવી હતી. જેમાં અશ્વિનીએ લખ્યું છે કે હા, પાકિસ્તાનીઓને પણ મત આપવાનો મોકો આપવામાં આવ્યો કેમ કે, પાકિસ્તાનીઓ પણ મોદીથી ડરેલા છે.
રિજૉય રાફેલે ટ્વીટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીને ફિક્સ કરી રહ્યું છે.
હવે ભાજપની જીત થઈ રહી છે. તો શું તેનો મતલબ એ છે કે પાકિસ્તાન અને ભાજપ વચ્ચે કનેક્શન છે?
રાકેશ રાવે ટ્વીટ કર્યું છે કે ના યાર...તેનો મતલબ એ છે કે પાકિસ્તાન ખોટા કામ નથી કરતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો