You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લોકો શું ઇચ્છે છે, ભાજપ કે પરિવર્તન?
- લેેખક, ઝુબેર અહેમદ
- પદ, બીબીસી પત્રકાર, અમદાવાદ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં સાતત્ય અને પરિવર્તન વચ્ચે એક પ્રકારે ટક્કર જોવા મળી રહી છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત 22 વર્ષ માટે સત્તા પર બિરાજમાન હોઈ સત્તા ટકાવવા માટે જીતવાની આશા લઈને ચાલી રહી છે.
તો સામા પક્ષે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પરિવર્તન લાવવાના વચનો સાથે મતદારોને લલચાવી રહ્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને ચૂંટણીમાં જીતવા માટે પાટીદાર ચળવળના નેતૃત્વવાળા 24 વર્ષીય યુવા નેતા હાર્દિક પટેલ તેમની આ પરિવર્તનની અપીલ માટે તેમની મદદ કરી રહ્યા છે અને તેમને ટેકો આપી રહ્યા છે.
તો બીજી તરફ અન્ય યુવાન દલિત નેતા જિજ્ઞેશ માવાણી પણ પરિવર્તનના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.
જનતાનો મિજાજ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જીત સાતત્યની થશે કે પરિવર્તનની તેનો આધાર ગુજરાતની જનતાના મિજાજ પર આધારિત છે.
કાફેમાં બેઠેલા સામાન્ય લોકો સાથે અથવા દુકાનો અને બજારોમાં લોકો સાથે વાતચીત કર્યા બાદ એ નિષ્કર્ષ પર પહોંચવું કે કોણ વિજયી થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે.
જો થોડીઘણી સર્વસંમતિ હોય તો તે ફક્ત એક જ મુદ્દે જોવા મળે છે કે પાછલી ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે ટક્કર જોરદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્લિમ-વર્ચસ્વ મતવિસ્તારના જમાલપુર મતવિસ્તારના ધારાસભ્ય ભુષણ ભટ્ટના જણાવ્યા અનુસાર હાલની સરકાર સાથે ગુજરાતનાં લોકો "સંતુષ્ટ" છે.
"લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સાથે ખુશ છે, તેઓ સંતુષ્ટ છે. તેઓ પરિવર્તન નથી ઇચ્છતા."
જે લોકો સરકાર વિરોધી અભિપ્રાય ધરાવે છે તેઓ આપણે દરેક સ્થળે જોવા મળશે.
પરંતુ મહદંશે એવું શક્ય છે કે સરકારથી નાખુશ હોવા છતાં આવા સરકાર વિરોધી મત ધરાવતા લોકો પણ માત્ર ભાજપને જ પોતાનો મત આપે છે.
ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનના ટેકેદારોની દલીલ એવી છે કે લોકો વિકાસ કરતાં વધારે મોદીને માને છે અને તેમને મોદીમાં વધુ વિશ્વાસ છે.
બદલાવની નિશાનીઓ
સામાજીક કાર્યકર સુફી અનવર શેખના જણાવ્યા પ્રમાણે તેઓ હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની રેલીઓને બદલાવની નિશાની તરીકે જોઈ રહ્યા છે.
જ્યારે તેઓ અમને મળ્યા ત્યારે તેઓ મહેસાણા સ્થિત હાર્દિક પટેલની રેલી તેમના મોબાઈલ ફોન દ્વારા ફેસબુક પરથી લાઈવ નિહાળી રહ્યા હતા.
શેખે કહ્યું, "જુઓ આ રેલીમાં એક લાખ લોકો છે. મોદીજીની રેલીથી વધુ લોકો હાર્દિકની રેલીમાં આવી રહ્યા છે."
તેમનો દાવો છે કે ગુજરાત સમાજ પરિવર્તનના ઉંબરે ઊભું છે.
શેખ કહે છે, "જે હિન્દુત્વના જોરે એમણે સમગ્ર હિન્દુસ્તાન પર પોતાનો કબ્જો મેળવ્યો એમાં ગુજરાતમાં એવું થતું બાકી બધી કોમ એક તરફ અને મુસલમાનો બીજી તરફ. આ વખતે ધ્રુવીકરણ થયું છે પણ એમાં ભાજપ એક તરફ છે અને બાકી બધી કોમ બીજી તરફ છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક રહ્યા છે એવા એસ.કે. મોદી હાલમાં નિવૃત્તિની જિંદગી જીવી રહ્યા છે.
પરંતુ તેઓની નજર રાજ્યની રાજકીય ગતિવિધિઓ પર ખૂબજ ઊંડાણપૂર્વક ટકેલી છે.
સાથે સાથે તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ સક્રિય છે.
મોદી તાર્કિક દલીલો રજૂ કરતા કહે છે કે હાર્દિક પટેલની રેલીઓમાં વધુ લોકોના આવવાથી એનો મતલબ એવો નથી કે તેઓ બધા તેમના માટે મતદાન કરશે.
મોદી ઉમેરે છે કે ગુજરાતના લોકો નરેન્દ્ર મોદીનો સાથ એટલે નથી છોડી રહ્યાં કારણ કે તેઓ નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશૈલીથી સંતુષ્ટ છે.
મોદી ઉમેરે છે, "ગુજરાતના લોકો માત્ર મત સાતત્ય માટે મતદાન કરી રહ્યા છે, શક્ય છે કે કદાચ કેટલાક લોકો સંતુષ્ટ ન હોઈ શકે."
થોડા લોકો અસંતુષ્ટ હોય શકે છે એમાં કોઈ ઇન્કાર ન કરી શકે કે એ વાતને કોઈ નકારી ન શકે.
લોકોના અસંતોષ વિશેનું કારણ આપતા મોદી કહે છે કે જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેમ લોકો ટેક્નોલોજી વડે જાગૃત થઈ રહ્યા છે અને તેમની સરકાર પાસેથી અપેક્ષાઓ પણ વધી રહી છે.
લોકો સાથે વાતચીતથી પણ એ વાતની અનુભૂતિ થઈ હતી કે વડાપ્રધાન મોદી પર લોકોની શ્રદ્ધા હજી તૂટી નથી.
દુકાનદાર એવા નરેન્દ્ર પટેલ કહે છે, "મીડિયા કહી રહ્યું છે કે મોદી અને ભાજપ સરકારથી ખેડૂતો નારાજ છે, દલિતો નારાજ છે અને પાટીદારો નારાજ છે.
તેમ છતાં મતદારોએ મતદાન મોદીનાં નામે જ કર્યું છે અને 14 ડિસેમ્બરના દિવસે પણ ફરીથી મતદાન એમજ થશે."
તો બીજી તરફ સૂફી અનવર જણાવે છે કે ભાજપની વિકાસની વાતોનું સત્ય બહાર આવ્યું છે અને આ મુદ્દે જાણકારી ધરાવતા યુવાનો એમનાથી નારાજ છે.
અનવર ઉમેરે છે, "ભાજપ એજ ભૂલ કરી રહ્યું છે જે પહેલાં કોંગ્રેસ સરકારે કરી હતી."
અનવરે કહ્યું કે કોંગ્રેસ સરકારથી લોકો કંટાળી ગયા હતા, મોદી અને શાહ જેવા નેતાઓ એવી રાજનીતિ અમલમાં લાવ્યા જેને કોંગ્રેસ સમજી ના શકી.
વધુમાં અનવર ઉમેરે છે કે, "હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી એક નવી રાજનૈતિક ફોર્મ્યુલા લાવ્યા છે જે ભાજપ સમજી શકતી નથી અને આ નવી રાજનીતિ ભાજપના દાવાઓથી વિપરીત છે."
સત્તારૂઢ પક્ષ ભાજપે ગુજરાતમાં કુલ 182 બેઠકોમાંથી 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમને 115 બેઠકો મળી હતી.
સરકાર રચવા માટે 92 બેઠકોની જરૂર છે અને કોંગ્રેસને ગત ચૂંટણીમાં 61 બેઠકો મળી હતી.
ઘણા પક્ષના ધારાસભ્યો માને છે કે જો તેમના મતવિસ્તારમાં વડા પ્રધાન મોદીની રેલી આયોજિત થશે તો તેમની જીત નિશ્ચિત છે.
મોદીની રેલીમાં ઘટી રહેલી સંખ્યાને કારણે તેમને કોઈ ડર કે ગભરામણનો અનુભવ થતો નથી.
તેઓને વિશ્વાસ છે કે ગુજરાતનાં લોકો હવે વધુ ફેરફાર કરવા નથી માંગતા.
તેમના જણાવ્યા મુજબ લોકો સાતત્ય ઇચ્છે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો