You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝારખંડમાં ફરી ભૂખના કારણે જીવ ગયો?
ઝારખંડમાં પ્રેમની કુંવર નામની મહિલાનું ભૂખના કારણે મૃત્યુ થુયં છે.
આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે તેમના પોર્સ્ટમોટમ રિપોર્ટ મુજબ એમના પેટમાં અન્નના દાણા હતા પરંતુ એમના ઘરમાંથી અન્ન ગાયબ છે.
એમનાં ઘરમાં એક માટીનો ચૂલો છે. ત્યાં એલ્યુમિનિયમ અને સ્ટીલનાં વાસણો પડ્યાં છે. એવું લાગે છે કે ક્યારેક જમવાનું અહીં બનાવવામાં આવતુ હશે.
તમને આ પણ વાંચવું ગમશે
પ્રેમની કુંવર હવે આ ઘરમાં નથી રહેતા. તે હવે પરલોક સિધાવી ગયાં છે. મરતા પહેલાં તે કોરટા ગામમાં રહેતાં હતાં. આ ગામ ઝારખંડના ગઢવા જિલ્લાના ડંડા પ્રખંડનો ભાગ છે.
એમનો 13 વર્ષનો દીકરો માંનો ફોટો જોઈને રડવા લાગે છે.
પ્રેમની તેને ઉત્તમ કહીને બોલાવતી હતી. એમના પતિ મુકુલ મહતોની છેલ્લી અને એકમાત્ર નિશાની છે ઉત્તમ.
ગામના લોકો તેને ઉત્તમ મહતો કહીને બોલાવે છે. ઉત્તમ સાતમા ધોરણમાં ભણે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂખથી મોત
ઉત્તમે કહ્યું એમના ઘરમાં ઓક્ટોબરમાં રાશનના ચોખા આવ્યા હતા. નવેમ્બરની 27મી તારીખે ડીલરે બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠાનું નિશાન તો લીધુ હતું પણ રાશન નહોતું આપ્યું.
એના ત્રણ દિવસ પછી 64 વર્ષની પ્રેમનીનું મોત થઈ ગયું. ઉત્તમના કહેવા મુજબ છેલ્લા આઠ દિવસથી તેમના ઘરમાં જમવાનું બન્યું નહોતું. કારણ કે ઘરમાં અન્નનો એક દાણો નહોતો.
ઉત્તમ મહતો કહે છે, "મારી માં ભૂખના કારણે મરી ગઈ છે. હું સ્કૂલમાં મિડ-ડે મિલ ખાઈ લેતો હતો. બચાવીને માં માટે લાવતો અને ખવડાવતો હતો. પણ એનાથી પેટ નહોતું ભરાતું. એના કારણે એમનું મૃત્યુ થયું છે."
રાશન નહોતું મળતું
ડંડા પ્રખંડના પ્રમુખ વિરેન્દ્ર ચૌધરીએ બીબીસીને કહ્યું કે પ્રેમની કુંવરને ઓગષ્ટ અને નવેમ્બરનું રાશન મળ્યું નહોતું.
એમણે કહ્યું, "એમને જુલાઈ મહિનાથી વૃધ્ધાવસ્થા પેન્શન મળવાનું પણ બંધ થઈ ગયું હતું. એમણે સરકારમાં અનેક ફરિયાદો કરી છતાં એમનું કોઈએ ના સાંભળ્યુ. છેવટે ભૂખના કારણે તેમનું મોત થઈ ગયું."
પ્રશાસનનો ઇન્કાર
ગઢવાની સરકારી અધિકારી નેહા અરોડ઼ા આ આરોપોને નથી માનતાં. એમનું કહેવું છે કે પોર્સ્ટમોર્ટમાં પ્રેમનીના પેટમાં અન્નના દાણા જોવા મળ્યાં છે.
આમ છતાં આ મામલામાં સરકારે તપાસનો આદેશ આપ્યો છે.
ડંડાના તાલુકા વિકાસ અધિકારી શાહજાદ પરવેઝનું કહેવું છે, "તેઓ ઓક્ટોબરમાં 35 કિલો ચોખા લઈને ગયા હતા, કારણ કે તેમની પાસે અંત્યોદય કાર્ડ હતું. તેમના ઘરમાં બે વ્યક્તિ રહે છે. 35 કિલો ચોખા એક મહિનામાં પૂરા કેવી રીતે થઈ શકે."
પરવેઝ આગળ કહે છે, " પ્રેમનીની તબિયત ખરાબ હતી અને મોતના એક દિવસ પહેલા એક ઝોળાવાળા ડૉક્ટરે તેમનો ઇલાજ કર્યો હતો."
રાઈટ ટુ ફૂડ કૅમ્પેનનો સર્વે
રાઈટ ટુ ફૂડ કૅમ્પેનનાં સકીના ધોરાજીવાલા શહઝાદ પરવેઝની વાતને હાસ્યાસ્પદ ગણાવે છે.
એમણે કહ્યું, "પ્રેમની કુંવરને ઓગસ્ટમાં રાશન જ નહોતું મળ્યું. સપ્ટેમ્બરના રાશનથી એમણે ઓગષ્ટમાં લીધેલું ઉધાર ચૂકવ્યું હતું. એટલે એમનાં ચોખા ખલાસ થઈ ગયા હતા. રાશન ડીલર 35 કિલોની જગ્યાએ 33 કિલો ચોખા જ આપે છે."
બીજા પણ છે આવા કિસ્સા
છેલ્લા બે મહિનામાં ચાર લોકોની ભૂખના કારણે મૃત્યુ થયાં છે. પરંતુ સરકાર આ વાત માનવા તૈયાર નથી.
મુખ્યમંત્રીનું કહેવું છે કે આવા આરોપ તેમની સરકારને બદનામ કરવા માટે થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો