દિલ્હીના પ્રદૂષણથી બચવા ખેલાડીઓએ મોં ઢાંક્યા

દિલ્હીમાં પ્રદૂષણની અસર ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળી જ્યારે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ મેદાનમાં પૉલ્યુશન માસ્ક પહેરીને દેખાયા.

શ્રીલંકા ભારતના પ્રવાસે છે અને બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે.

જેમાં ભારતે પહેલી ઇનિંગમાં 536 રન બનાવી દાવ જાહેર કર્યો. કૅપ્ટન વિરાટ કોહલીએ 243 અને મુરલી વિજયે 155 રન બનાવ્યા.

તમને આ પણ વાંચવું ગમશે

આના જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ જ્યારે મેદાનમાં માસ્ક પહેરીને ઉતર્યા તો સોશિઅલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા.

પ્રથમેશ નામના એક યૂઝરે લખ્યું, "દિલ્લીમાં સ્મૉગના કારણે શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને દેખાયા. આશા છે કે બીસીસીઆઈ ભવિષ્યમાં આ વાત પર ધ્યાન આપશે."

પવન શર્માએ લખ્યું, "શું શ્રીલંકાના ખેલાડીઓ મેચ હારી રહ્યા છે એટલે નાટક કરી રહ્યા છે."

જે સી રાજકુમારીએ લખ્યું, "ભારતીય ખેલાડીઓ અને મેદાનમાં બેઠેલા દર્શકોએ માસ્ક નથી પહેર્યા અને એ લોકો ઠીક છે. આ શ્રીલંકાના ખેલાડીઓએ માસ્ક કેમ પહેર્યા છે. આ તો નાટક ચાલી રહ્યું છે."

જે સીની ટિપ્પણીના જવાબમાં યાસીને લખ્યું, "હું એ જ કહી શકું કે કદાચ એમને આટલાં પ્રદૂષણની આદત નથી."

વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ લખ્યું, "કોટલામાં માસ્ક પહેરીને ઊતરેલા શ્રીલંકાના ખેલાડીઓએ સંદેશ આપ્યો છે કે શિયાળામાં દિલ્હીમાં ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ."

દેવેન્દ્ર ગુલાટીએ લખ્યું કે, "જો ભારતની હવા આટલી જ ખરાબ છે તો શ્રીલંકાના ખેલાડીઓ IPL રમવા અહીં નહીં આવે."

ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ પ્રમાણે દિલ્હીમાં રવિવારે બપોરે 1 વાગે હવામાં પીએમ (particulate matter) 2.5નું સ્તર હતું, જે હાનિકારક સ્તર ગણવામાં આવે છે.

જ્યારે રવિવારે આ જ સમયે શ્રીલંકામાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઓછું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો