શ્રીલંકા : બૌદ્ધ -મુસ્લિમો વચ્ચે હિંસા 19ની ધરપકડ, મિલ્કતોને નુકસાન

હિંસામાં નુકશાન પામેલા ઘરની તસવીર

દક્ષિણ શ્રીલંકામાં બૌધ અને મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળતાં આર્મી સહિત ભારે સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દેવાયા છે.

ઘટનાને પગલે સતત બીજા દિવસે પણ કર્ફ્યુ લગાવી દેવાયો છે.

ટ્રાફિક સંબંધિત સામાન્ય તકરાર બાદ ગાલે પ્રાંતમાં હિંસા ફાટી નીકળી હતી, જેને પગલે 19 વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

હિંસા દરમિયાન કેટલાક ઘરો અને દુકાનોની સાથે સાથે જાહેર મિલકતોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

જોકે, સત્તાધીશોનું કહેવું છે કે સાંપ્રદાયિક હિંસા પર હવે કાબૂ માળવી લેવાયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

કાયદો અને વ્યવસ્થા બાબતોના મંત્રી સાગલા રત્નાયકે નિવેદન જારી કરી કહ્યું, "વધારાનાં પોલીસ દળો, વિશેષ ટાસ્ક ફોર્સ અને રમખાણ વિરોધી ટુકડી સહિત આર્મી પણ ખડકી દેવામાં આવી છે."

"મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરી દેવાતા સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે."

તેમણે લોકોને ચેતવણી પણ આપી છે કે તેઓ સોશિઅલ મીડિયા દ્વારા વધુ સાંપ્રદાયિક હિંસા ન ભડકાવે.

તમને આ પણ વાંચવું ગમશે

સળગી ગયેલા વાહનની તસવીર

સાંસદ મનુષા નન્યક્કારાએ બીબીસીને જણાવ્યું કે રમખાણોમાં દસ વાહનોને નુકશાન કરવામાં આવ્યું છે.

જેમાં મોટા ભાગના વાહનો મુસ્લિમોના હતા. ઉપરાંત 62 જેટલા મકાનો અને દુકાનોને પણ નુકશાન થયું છે.

તેમણે વધુમાં કહ્યું કે સુરક્ષા જાળવી રાખવા સવારે 6થી સાંજના 6 કલાક સુધી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

line

હિંસા પાછળ જવાબદાર ઘટના

બહુમતી સિંહાલી બૌદ્ધ અને લઘુમતી સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી.

એક બૌદ્ધ સમુદાયના બાઇક સવાર અને મુસ્લિમ મહિલા વચ્ચે તકરાર બાદ આ હિંસા ફાટી નીકળી હતી.

પોલીસ દળના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટનાને પગલે કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.

આગમાં ઘી રેડવા માટે સોશિઅલ મીડિયામાં ખોટા મેસેજ ફરતા કરવામાં આવતા ધરપકડો કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે અહીંથી નજીકમાં જ આવેલા વિસ્તારમાં આવી હિંસાના બવાન નોંધાયા હતા. જેને પગલે સંખ્યાબંધ મુસ્લિમોએ અહીંથી અન્ય સ્થળોએ હિજરત કરવી પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો