You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીના આગમન સાથે સોશિઅલ મીડિયા ટ્રેન્ડ #આવ્યા_પાછા_છેતરવા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત નથી થઈ. પરંતુ સોશિઅલ મીડિયા પર જંગના મંડાણ થઈ ગયા છે.
રવિવારે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાને રો-રો ફેરી સર્વિસનું ઉદ્ધાટન કર્યું.
ત્યારે સોશિઅલ મીડિયામાં '#આવ્યા_પાછા_છેતરવા' ટ્રેન્ડ થવા લાગ્યું.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના આઈટી સેલે શરૂ કરેલા આ હેશટૅગને લોકોએ મોટા પ્રમાણમાં અપનાવી લીધું હતું.
સોમવારે પણ આ હેશટૅગ સાથે યુઝર્સ ટ્વીટ કરી રહ્યાં હતાં.
ઓવૈસ અન્સારીએ મોદીના પ્રવાસને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ગુજરાત મુલાકાત સાથે સરખાવ્યો હતો તો દિલીપ સાબવાએ લોકતંત્ર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
દેસાઈ નીતેશે કહ્યું કે 'લાગે છે કે આ વખતે ચૂંટણીની તારીખોની જાહેરાત અમિત શાહ કરશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંપક વસાવાના મતે મોદી વીજળીના થાંભલાનું મુહૂર્ત કરવા માટે ગુજરાત આવ્યા છે.
આ દરમિયાન પ્રવિણ સિંહે મોદીને સ્વાગત કરવા માટે એકઠા થયેલા લોકોની સંખ્યાને લઈને કટાક્ષ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના આઇટી સેલ દ્વારા શરૂ કરાયેલા આ હેશટૅગ પર કેટલાય ટ્વીટ્સ થયાં હતાં.
જેને લોકોએ મોટા પ્રમાણમાં રિટ્વીટ કર્યાં હતાં.
જોકે, કૉંગ્રેસ તરફી અને ભાજપના વિરોધમાં ચાલી રહેલા આ ટ્રેન્ડમાં કેટલાક લોકોએ ભાજપનું સમર્થન પણ કર્યું હતું.
હિમાંશુ સિંહ બાગરીએ કહ્યું હતું કે, મોદી મહાકાલને પડકારી રહ્યાં છે.
તો પરેશે કૉંગ્રેસમાં જોડાનારા લોકો પર કટાક્ષ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો