You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિઅલ : 'વિકાસ ગાંડો થયો છે' બાદ હવે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની હજી જાહેરાત થઈ નથી પણ સોશિઅલ મીડિયા પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
'વિકાસ ગાંડો થયો છે' હેશટૅગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' નામનો નવો હેશટૅગ ટ્રેન્ડ કરી રહ્યો છે.
દિવાળીના તહેવાર નિમિત્તે સોશિઅલ મીડિયા પર લોકો આ હેશટૅગ સાથે ટ્વીટ કરી રહ્યાં છે.
મોટા પ્રમાણમાં શાસક પક્ષના 'વિકાસના વચનો' પર પ્રહાર કરી રહ્યાં છે.
ખેતાણી હરેશ ધોલેરા એરપોર્ટનું શું થયું એ અંગે પ્રશ્ન પૂછે છે.
તનવીર અશરફ વિકાસ સાથે બેરોજગારીને સાંકળી લેતા કહે છે કે,
મનોજ મેહરા લખે છે, 'બાળકો અન્ન અને ઑક્સિજન વગર મરી રહ્યાં છે, જ્યારે મોદી-યોગી અદ્રશ્ય વિકાસની વાતો કરી રહ્યાં છે.'
મિતુલ ભટ્ટે આ હેશટૅગ સાથે જય શાહને ધનતેરસની શુભેચ્છા પાઠવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કીર્થિ લખે છે, 'પાગલ વિકાસ અને તેની ગર્લફ્રેન્ડ પ્રગતિની આ છેલ્લી દિવાળી છે.'
મુન્ના એન્કાઉન્ટર મુદ્દાઓ ના છોડવાની વાત સાથે કહે છે કે
જો કે, ભાજપ વિરોધી અને કૉંગ્રેસ તરફી આ વાયરલ હેશટૅગ સાથે લોકો વળતો જવાબ પણ આપી રહ્યાં છે.
અમિત લખે છે કે દિવાળી પર બજાર લોકોથી ઊભરાઈ રહ્યાં છે અને મંદીનું ક્યાંય નામોનિશાન નથી.
સંજયસિંહ લખે છે, 'આગામી દિવાળી ક્યાંક લોકોની છેલ્લી દિવાળી ના બની રહે'
સૃષ્ટિ રાજીવ શર્મા કહે છે કે છ કરોડ ગુજરાતીઓનું એક જ લક્ષ્ય હોવું જોઈએ.
ચૂંટણીનો જંગ સોશિઅલ મીડિયા પર
ગત ચોમાસાથી ગુજરાતમાં સોશિઅલ મીડિયા ભાજપ અને કૉંગ્રેસ માટે હિસાબ બરાબર કરવાનો અખાડો બન્યું છે.
વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓની કથળેલી હાલત સોશિઅલ મીડિયામાં '#વિકાસ ગાંડો થયો છે'ના નામે ટ્રેન્ડ કરવા લાગી હતી.
જેના વળતા પ્રહાર તરીકે 'હું વિકાસ છું', 'અડિખમ ગુજરાત' જેવા હૅશટેગ્સ ભાજપની તરફેણ કરનારાઓ તરફથી ટ્રેન્ડમાં આવ્યાં હતાં.
આ જંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની વિરુદ્ધ વહેતા થયેલા ઝડપી કમાણીના સમાચારે બળતામાં ઘી હોમ્યું હતું.
જો કે, સોશિઅલ મીડિયાનો આ જંગ માત્ર અહીં જ અટક્યો નહોતો અને '#બદતમીઝ_વિકાસ', '#હું છું_વિકાસ_હું છું_ગુજરાત' સુધી લંબાયો હતો.
જેમા '#ગાંડા_વિકાસની_છેલ્લી_દિવાળી'એ લૅટેસ્ટ વાયરલ હેશટેગનું રૂપ લીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો