એક બાળકીના પેટમાંથી એક કિલો વાળ નીકળ્યા, આ કઈ બીમારી હશે?

વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

ઇમેજ સ્રોત, Vivek

ઇમેજ કૅપ્શન, તબીબોનું કહેવું છે કે બાળકીની તબિયતમાં સુધાર થવામાં સમય લાગશે
    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના મુજ્જફરપુર જિલ્લામાં તબીબોએ નવ વર્ષની બાળકીના પેટમાંથી વાળનો મોટો ગુચ્છો નીકળ્યો છે.

લગભગ બે કલાકના ઑપરેશન બાદ તબીબોએ એક કિલો વાળ બાળકીના પેટમાંથી બહાર કાઢ્યા હતા.

મુજ્જફરપુરસ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં (એસકેએમસીએચ) થયેલું આ ઑપરેશન સોશિયલ મીડિયા અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

લોકોનો સવાલ છે કે એક બાળકીનાં પેટમાં આટલા બધા વાળ કેવી રીતે પહોંચી ગયા? તબીબી તપાસમાં ટ્રાઇકોટિલોમેનિયા, ટ્રાઇકોબેઝોઅર તથા પીકા જેવી બીમારીઓનાં નામ સામે આવ્યાં હતાં.

વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

ઇમેજ સ્રોત, Vivek

ઇમેજ કૅપ્શન, માથાના વાળ ખાવાએ માનસિક બીમારી

18મી માર્ચે એક દંપતી તેમની નવ વર્ષની દીકરીને લઈને મેડિકલ કૉલેજ આવ્યું હતું. બાળકીને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો.

તબીબોએ વિસ્તૃત તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે બાળકીને ત્રણ વર્ષની ઉંમરથી વાળ તોડીને ખાવાની આદત હતી.

બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે : "તેને માથાના વાળ તોડીને ખાવાને ખાવાની આદત હતી. અમે ના પાડતા, તો પણ તે માનતી નહીં. છેવટે ત્રાસીને અમે તેનું મૂંડન કરાવી દેતાં હતાં. પંદર દિવસ પહેલાં તેને પેટમાં દુખાવો શરૂ થયો હતો."

એક તબક્કે બાળકીને પેટના દુખાવાને કારણે ખાવાપીવાનું મૂકી દીધું હતું. પિતાના કહેવા પ્રમાણે, "અમે ખૂબ જ ભારપૂર્વક કશું ખવડાવતાં તો પણ તે ઊલટી કરી દેતી તી. અમે તેને એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તપાસ દરમિયાન તેના પેટમાં ગુચ્છા જેવું કંઈક હોવાનું માલૂમ પડ્યું હતું."

તબીબની સલાહના આધારે પરિવારે બાળકીને સરકારી હૉસ્પિટલમાં દેખાડવાનો નિર્ણય કર્યો હતો.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાળકીને એસકેએમસીએચમાં દાખલ કરાવાઈ ત્યારે તેનું હિમોગ્લોબિન માત્ર 5.2 હતું. પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર આશુતોષકુમારે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે, "બાળકીને જ્યારે મારી પાસે લાવવામાં આવી, ત્યારે તેનું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું હતું. તેના પેટને બહારથી તપાસતા જ તેમાં ગાંઠ જેવું અનુભવાઈ રહ્યું હતું. અમે પહેલાં લોહી ચઢાવ્યું અને પછી સર્જરી કરી."

"તેના પેટમાં લગભગ એક કિલોગ્રામ વાળનો ગુચ્છો હતો. જેને સર્જરી કરીને કાઢવો પડ્યો."

જે ત્રણ તબીબોએ બાળકીનું ઑપરેશન કર્યું, તેમાં ડૉ. આશુતોષકુમાર પણ સામેલ હતા. ગત મંગળવારે તેનું ઑપરેશન થયું હતું.

બાળકીનું પેટ વાળથી ભરાયેલું હતું, જેના કારણે છેલ્લા 15 દિવસથી બાળકી ઘન ખોરાક ખાઈ શકતી ન હતી અને માત્ર લિક્વિડ ફૂડ પર જીવિત હતી.

શા માટે કોઈ વ્યક્તિ પોતાના વાળ ખાય? શું તે કોઈ બીમારી છે? ડૉ. આશુતોષના કહેવા પ્રમાણે:

"બાળકીને ટ્રાઇકોટિલોમેનિયા નામનો માનસિક રોગ છે, જેના કારણે ટ્રાઇકોબેઝોઅર નામની બીમારી થઈ ગઈ હતી."

"આ બીમારીમાં વાળ એકઠા થઈને પેટમાં ગુચ્છાનું સ્વરૂપ ધારણ કરી લે છે, જેને સર્જરી કરીને કાઢવામાં આવે છે."

વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

બીબીસીએ પટના યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાઇકૉલૉજી ભણાવતાં નિધિસિંહ પાસેથી વાળ ખાવાની બીમારી વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

નિધિસિંહના કહેવા પ્રમાણે, "ટ્રાઇકોટિલોમેનિયા એક માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ પોતાની ભ્રમર, માથાં અને ચામડીના વાળ ખેંચીને ફેંકી દે છે, પરંતુ જ્યારે વ્યક્તિ તેના વાળ ખાવા લાગે ત્યારે આ મનોવૈજ્ઞાનિક અવસ્થાને 'પીકા' કહેવામાં આવે છે."

"આ મનોવૈજ્ઞાનિક અવસ્થામાં વ્યક્તિ વાળ જેવી ન ખાવાની વસ્તુઓ ખાવા લાગે છે. એટલે સુધી કે કચરો પણ ખાય જાય છે. એવી પણ શક્યતા છે કે કોઈ વ્યક્તિને બે બીમારી હોય, એટલે કે તે વાળ તોડે અને ખાય પણ."

નિધિસિંહના કહેવા પ્રમાણે આની પાછળ ત્રણ કારણ હોઈ શકે છે. પહેલું કે પોષકતત્ત્વ વિશેષ કરીને આયર્ન કે વિટામિન-બી કૉમ્પ્લેક્સનો અભાવ હોય. બીજું કારણ આદત કે ઇટિંગ ડિસઑર્ડર હોઈ શકે છે.

ત્રીજું કારણ અવસાદ કે અન્ય કોઈ માનસિક સમસ્યાનો પ્રારંભિક તબક્કો હોય. આ માનસિક બીમારીનાં કારણે જે સ્થિતિ ઊભી થાય તેને તબીબી ભાષામાં ટ્રાઇકોબેઝોઅર કહેવાય છે.

ડૉ. આશુતોષ ટ્રાઇકોબેઝોઅર વિશે જણાવે છે, "શરીરમાં વાળનું પાચન થતું નથી. તે પેટની દીવાલો સાથે ચોટી જાય છે. જો કોઈ વ્યક્તિ સતત વાળ ખાતો હોય, તો આ વાળ ચીપકી-ચીપકીને ગુચ્છાનું સ્વરૂપ ધારણ કરે છે."

"આથી એક સમય એવો આવે છે કે વ્યક્તિ ભોજન લઈ નથી શકતી. ત્યારે ટ્રાઇકોબેઝોઅરની સ્થિતિ ઊભી થાય છે."

વાળ ખાવા, બાળકીના પેટમાંથી વાળ મળ્યાં, માણસ વાળ ખાય છે, પીકા નામની બીમારી, ટ્રાઇકોટિલોમેનિયા કે ટ્રાઇકોબેઝોઅર બીમારી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી,

મનોવૈજ્ઞાનિક નિધિસિંહ જણાવે છે, "પીકાની સરખામણીમાં ટ્રાઇકોટિલોમેનિયાના કેસ વધુ નોંધાય છે."

"સ્ટીઝમાં એવો ખુલાસો થયો છે કે વિકાસશીલ દેશોમાં પીકાના કેસ વધુ નોંધાય છે, કારણ કે ત્યાં અસલામતી અને પોષકતત્ત્વોનો અભાવ હોઈ શકે છે, પરંતુ આપણે એ યાદ રાખવું ઘટે કે માનસિક બીમારીના બહુ થોડા કેસ રિપોર્ટ થાય છે."

કોઈ પણ ઉંમર કે લિંગની વ્યક્તિઓને આ બીમારીની અસર થઈ શકે છે.

મુજ્જફરપુર મેડિકલ કૉલેજમાં આ બાળકીની સારવાર ચાલી રહી છે, પરંતુ તેના ટાંકા ભરાતા સમય લાગશે.

એ પછી શું, એવા સવાલના જવાબમાં આશુતોષકુમાર કહે છે, "બાળકી સાજી થઈ જશે એટલે તેને માનસિક રોગના વિભાગમાં રિફર કરવામાં આવશે, જ્યાં તેને બિહેવિયરલ થૅરપી આપવામાં આવશે."

"હાલમાં અમારી પ્રાથમિકતા બાળકીના ટાંકા ભરાવાની છે, કારણ કે તે શારીરિક રીતે ખૂબ જ નબળી છે."

નિધિસિંહના કહેવા પ્રમાણે, "આ કેસમાં બાળકીને 'બિહેવિયરલ મૉડિફિકેશન થૅરપી' આપવી જોઈએ, જેના થકી બાળકીમાં 'ડિઝાયરેલબલ બિહેવિયર' લાવી શકાય."

"સાથે જ બાળકીનું સાઇકૉ-સોશિયલ – ન્યૂટ્રિશનલ ઍનાલિસીસ કરવું જોઈએ તથા તેનાં માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.