ધનકુબેર સુલતાનનાં પુત્રી હોવાનું કહીને કરોડો રૂપિયા કેવી રીતે પડાવી લીધા?

ઇમેજ સ્રોત, Netflix
- લેેખક, કેલી એનજી
નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીના કેન્દ્રમાં રહેલાં બ્રિટિશ મહિલા પર સિંગાપોરમાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે કથિત રીતે પોતાના પુત્ર સાથે છેતરપિંડી કરી હતી અને વૈભવી જીવનશૈલી માણીને તેને દેવામાં ડુબાડી દીધો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ 84 વર્ષીય ડીયોન મેરી હેનાના કથિત ભોગ બનેલા લોકોએ ડોક્યુમેન્ટરી 'કોન મોમ' જોયા પછી પોલીસ રિપોર્ટ નોધાવ્યો હતો.
તેમના પર સિંગાપોરના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના પૈસા એવું વચન આપીને લીધા હતા કે તેમને બ્રુનેઈના શાહી પરિવાર તરફથી વારસો મળવાનો છે.
આ ઠગાઈ લંડનના પેસ્ટ્રી શેફ ગ્રેહામ હોર્નિગોલ્ડ સામે ઉપયોગમાં લીધેલી કથિત યુક્તિ જેવી જ છે. આ મહિલાએ 2020માં તેનો સંપર્ક કરીને તેની લાંબા સમયથી ખોવાયેલી માતા હોવાનો દાવો કર્યો હતો.
ડીએનએ ટેસ્ટ બાદ સાબિત થયું કે હેના ખરેખર હોર્નિગોલ્ડનાં માતા હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હેના પર છેતરપિંડીના પાંચ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેઓ શનિવારે વીડિયો લિંક દ્વારા જિલ્લા કોર્ટમાં હાજર થયાં હતાં. તેઓ હૉસ્પિટલના પલંગ પર પડેલાં જોવા મળ્યાં હતાં. તેમની સાથે તપાસ અધિકારી પણ હતા તેવો અહેવાલ સિંગાપોરના ચેનલ ન્યૂઝ એશિયાએ આપ્યો છે.
તેમના પર સિંગાપોર અને ફ્રાન્સમાં ત્રણ પુરુષોને છેતરીને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવાનો આરોપ છે, જેમાં તેમણે આ ભંડોળ કાનૂની ફી તરીકે અને નવા બૅંક ખાતા ખોલવા માટે જરૂરી હોવાનું કહ્યું હતું.
હેનાએ એમ કહીને તેમની સહાનુભૂતિ માગી હતી કે તેઓ ગંભીર રીતે બીમાર છે અને વારસામાં તેમને વળતર મળવાની ખાતરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ બ્રુનેઈ રાજવી પરિવારનો ભાગ છે. તેમના પુત્ર ડોક્યુમેન્ટરીમાં આ દાવા પર સવાલ ઉઠાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટમાં જણાવાયું કે પૈસાના બદલામાં તેમણે સિંગાપોરમાં મસ્જિદ અને એક મુસ્લિમ બિન-લાભકારી સંસ્થાને લાખો ડૉલરનું દાન આપવાનું પણ વચન પણ આપ્યું હતું.
હેનાના કથિત પીડિતોએ કેટલા પૈસા ગુમાવ્યા તે સ્પષ્ટ નથી, પરંતુ સિંગાપોર પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દર્શાવે છે કે તે છેતરપિંડીના ઓછામાં ઓછા પાંચ કેસોમાં સંડોવાયેલી છે જેમાં 1.28 કરોડ રૂપિયા (1.49 લાખ ડૉલર) જેટલાં નાણાંની વાત છે.
જો દોષિત ઠેરવવામાં આવે તો હેનાને 20 વર્ષ સુધીની જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોન મોમ, જે 25 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી, તે રોગચાળા દરમિયાન યુકેમાં હોર્નિગોલ્ડના તેમનાં માતા હેના સાથેના પુનઃમિલન પર આધારિત છે.
તેમણે પોતાને બ્રુનેઈના સુલતાનનાં એક શ્રીમંત, ગેરકાયદેસર પુત્રી તરીકે રજૂ કર્યાં હતાં. શરૂઆતમાં તેમણે હોર્નિગોલ્ડ તત્કાલીન અને તેમના એ સમયનાં પાર્ટનર હીથર કનિયુક અને તેમના મિત્રો પર કારથી લઈને ઘરો સુધી ભવ્ય ભેટોનો વરસાદ કર્યો.
શરૂઆતમાં શંકાસ્પદ લાગ્યું હોવા છતાં જાણીતી રેસ્ટોરાંમાં કામ કરનારા અને લોંગબૉય્સ ડોનટ્સની સ્થાપના કરનારા હોર્નિગોલ્ડનો ટૂંક સમયમાં જ પોતાની માતા સાથે લાગણીનો તંતુ ગાઢપણે જોડાઈ ગયો હતો.
જોકે, સમય જતાં હેના હોર્નિગોલ્ડ અને તેમના મિત્રો પર તેમના વધતા જતા બિલોનો બોજો નાખતાં જતાં હતાં.હોર્નિગોલ્ડે આ ડોક્યુમેન્ટરીમાં કહ્યું હતું કે માતાના ગાયબ થવા સુધી તેઓ ત્રણ લાખ પાઉન્ડ ગુમાવી ચૂક્યા હતા.
ફિલ્મમાં બતાવાયું છે કે અગાઉ હેના યુકેમાં દુકાનમાં ચોરી અને છેતરપિંડી માટે દોષિત ઠરી ચૂક્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












