ગુજરાતમાં ત્રણ દિવસ સુધીમાં કયા જિલ્લામાં વરસાદ પડશે, હવામાન વિભાગે શું આગાહી કરી?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પવન ગરમી અમદાવાદ ગુજરાત ગાજવીજ

ઇમેજ સ્રોત, Getty Images

અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાસેલા ગુજરાતવાસીઓને આગામી ત્રણ દિવસમાં રાહત મળે તેવી શક્યતા છે.

ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 14 કે 15 જૂન સુધીમાં અડધા રાજ્યમાં હળવો વરસાદ પડવા લાગે તેવી હવામાન વિભાગની આગાહી છે.

આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કોઈ ભાગમાં ભારે કે અતિશય ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ગાજવીજ સાથે સામાન્ય કે મધ્યમ વરસાદ પડી શકે છે. તેમાં ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા સામેલ છે.

હવામાન વિભાગે શું આગાહી કરી?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પવન ગરમી અમદાવાદ ગુજરાત ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 12 જૂન, ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે. 12 જૂને બાકીના જિલ્લામાં હવામાન સૂકું રહેશે.

13 જૂને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં હળવા કે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની આગાહી છે.

તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

14 જૂન, શનિવારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે.

14 જૂને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં અમુક સ્થળે વરસાદની આગાહી છે.

આખા ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પવન ગરમી અમદાવાદ ગુજરાત ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

15 જૂને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 15મીએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા - વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં અમુક સ્થળે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

15 જૂને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં સારો વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પવન ગરમી અમદાવાદ ગુજરાત ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

16 જૂને પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અમુક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

તો વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા- સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદ પડશે તેવું હવામાન ખાતાની આગાહી જણાવે છે.

16 જૂને રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં તથા કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં પવનની ઝડપ કેટલી રહેશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પવન ગરમી અમદાવાદ ગુજરાત ગાજવીજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારે ગરમીથી સૌથી વધુ અસર પામેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે

14 તારીખથી જ્યાં હળવો કે મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ત્યાં પવનની ઝડપ લગભગ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 17 જૂન સુધી આવી સ્થિતિ રહેશે તેમ હવામાન ખાતાની આગાહી જણાવે છે.

દરમિયાન આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદમાં આજે (ગુરુવાર) 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.

આગામી ત્રણ દિવસ પછી અમદાવાદ સહિતનાં શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી છે.

એક્યુવેધરના ડેટા પ્રમાણે અમદાવાદમાં ગુરુવાર અને શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્યિયસ રહેશે. જ્યારે શનિવારે તાપમાન ઘટીને 38 ડિગ્રી, રવિવારે 36 ડિગ્રી, સોમવારે 36 ડિગ્રી અને 17 જૂન, મંગળવારે મહત્તમ તાપમાન ઘટીને 35 ડિગ્રી સેલ્સિયસ થવાની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન