રોજ સરળતાથી મળત્યાગ કરવામાં પડતી મુશ્કેલીના સમાધાન માટે કયો ખોરાક શ્રેષ્ઠ?

કબજિયાત, ખોરાક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રિયા દો

જો તમને કબજિયાતનાં લક્ષણો હોય, તો તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરવાથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું એ આંતરડાની સમસ્યાઓનાં સૌથી સામાન્ય લક્ષણો છે.

કબજિયાત અમુક દવાઓ લેવાથી, શારીરિક બીમારીઓથી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ, ડિહાઇડ્રેશન અને ખાવાની આદતોથી થઈ શકે છે.

આ સમસ્યા માટે ઘણાં કારણો જવાબદાર છે.

અભ્યાસ પ્રમાણે દર સાતમાંથી એક વ્યક્તિ કબજિયાતનાં લક્ષણો ધરાવે છે અને તે પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં વધુ જોવા મળે છે.

આ કબજિયાતની સમસ્યાને આહારની આદતો દ્વારા સુધારી શકાય છે.

જોકે, કબજિયાતની સારવાર માટે માત્ર આહાર જ એકમાત્ર ઉપાય નથી, પરંતુ વધુ સારા ખોરાકનું સેવન ચોક્કસપણે આપણા શરીરમાં હકારાત્મક ફેરફાર લાવી શકે છે.

કબજિયાત, ખોરાક, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, મળત્યાગમાં મુશ્કેલી

કબજિયાત માટે ફાઇબર શા માટે મહત્ત્વપૂર્ણ?

કબજિયાતને નિયંત્રિત કરવામાં ફાઇબર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને દરરોજ 30 ગ્રામ ફાઇબરયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ 91% લોકો તેમની દૈનિક ફાઇબરની જરૂરિયાતો પૂરી કરતા નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફાઇબર શરીરને વિવિધ પોષકતત્ત્વો પૂરાં પાડે છે. તેના વિવિધ પ્રકારો છે, અને તેના ફાયદા પણ અલગ અલગ છે.

અનાજમાં ફાઇબર હોય છે. આ પોષકતત્ત્વો અનાજ આધારિત ખોરાક જેમ કે, બ્રેડ, ચોખા, પાસ્તા અને ઓટ્સ, તેમજ શાકભાજી, ફળો, બીજ, કઠોળ અને બદામમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

જો તમે ઓછા ફાઇબરવાળા ખોરાકનું સેવન કરી રહ્યા છો, તો તેનું સેવન વધારવું. પરંતુ પ્રવાહી ખોરાકનું સેવન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

તે જ સમયે, જો તમે વધુ માત્રામાં ફાઇબરનું સેવન કરી રહ્યા છો, તો તેને ઓછું કરવું પણ જરૂરી છે. આ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ન્યુટ્રિશીયનની સલાહ લેવી.

ફળો, શાકભાજી, બીજ અને કઠોળ સહિત વિવિધ પ્રકારના ફાઇબરયુક્ત ખોરાક ખાવાનો પ્રયાસ કરો. આ તમારા રોજિંદા ભોજનના ભાગરૂપે અને નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે.

ઓટ્સ, બ્રાઉન રાઇસ અને બ્રેડ ખાવાથી મળનું પ્રમાણ વધી શકે છે. તેથી, તેનું સેવન જરૂરી માત્રામાં કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

પરંતુ જો તમે ફાઇબરયુક્ત ખોરાક જેમ કે બ્રાનનું વધુ પ્રમાણમાં સેવન કરો છો, તો તે કબજિયાતનું કારણ પણ બની શકે છે. તેના બદલે, ઓટ્સ, દહીં વગેરે ખાવાથી તમને કબજિયાતમાં રાહત મળશે.

આ સિવાય, ઘણા અન્ય ખોરાકમાં એવાં પોષકતત્વો હોય છે જે કબજિયાત મટાડી શકે છે.

ઉદાહરણ તરીકે, સૂકા બોરમાં કુદરતી મળને નરમ પાડવાના ગુણધર્મો હોય છે. તેવી જ રીતે, દરરોજ બે કીવી ફળ ખાવાથી આંતરડાંની મૂવમેન્ટ સરળ બને છે.

ક્યારેક પ્રોબાયૉટિક્સ પણ કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે. જોકે, દુકાનમાંથી કોઈ પણ જૂનું પ્રોબાયૉટિક લેવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેથી ડૉક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.

કબજિયાત, ખોરાક, મળત્યાગ, ગુજરાત, બીબીસી ગુજરાતી

હાઇડ્રેટેડ રહેવાથી તમને કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે. દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી, ફળોનો રસ, હર્બલ ચા અથવા સૂપ પીવાથી મળ નરમ થાય છે.

આલ્કોહોલ અને કેફીનનું પ્રમાણ ઓછું કરવાથી તેમજ દરેક ભોજન સાથે એક ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ મનાય છે.

કબજિયાત, ખોરાક, મળત્યાગ, ગુજરાત, બીબીસી ગુજરાતી

પશ્ચિમી શૌચાલયનો ઉપયોગ કરતી વખતે, તમારા પગ નીચે સ્ટૂલ રાખવું, એટલે કે તમારા ઘૂંટણ તમારા હિપ્સ કરતાં ઊંચા હોય, તે શૌચાલયનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ મુદ્રા છે.

તમારી પીઠ આગળ ઝુકાવીને અર્ધ-સ્ક્વોટ સ્થિતિમાં બેસવું, ધીમે ધીમે શ્વાસ લેવો અને બહાર કાઢવો, અને પછી શૌચ કરવું ખૂબ અસરકારક હોઈ શકે છે.

મોટા ભાગના લોકો પાસે આ કરવા માટે ચોક્કસ સમય હોય છે.

શૌચક્રિયા માટે વધુમાં વધુ દસ મિનિટનો સમય લાગવો જોઈએ. પરંતુ જો વધુ સમય લાગે તો તમે થોડા સમય પછી ફરી પ્રયાસ કરી શકો છો.

કબજિયાત, ખોરાક, મળત્યાગ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કબજિયાત, મળત્યાગ, ખોરાક

સરળ શબ્દોમાં કહીએ તો કબજિયાત એટલે રોજ સરળતાથી મળત્યાગ કરવામાં પડતી મુશ્કેલી. આને કાર્યાત્મક જઠરાંત્રીય વિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આંતરડાંમાં કોઈ સ્પષ્ટ ઈજા ન હોય ત્યારે પણ આ એક મોટી સમસ્યા છે.

જોકે, કબજિયાતથી લાંબા સમયથી પીડાતા લોકોને પણ ઝાડા થઈ શકે છે, કારણકે સખત મળની આસપાસનો પ્રવાહી મળ બહાર આવશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કબજિયાત, મળત્યાગ, ખોરાક
  • અઠવાડિયામાં ત્રણ વખતથી ઓછું મળત્યાગ
  • આંતરડાની મૂવમેન્ટ દરમિયાન દુખાવો અને અગવડતા
  • મળ શુષ્ક અને કઠણ હોય
  • પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને સુસ્તી અનુભવવી
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કબજિયાત, મળત્યાગ, ખોરાક
  • મસા થઈ શકે છે.
  • પેટ ફૂલવું, પેટ ભારે થવું અને ભૂખ ન લાગવી
  • અનિયંત્રિત ઝાડા
  • માથાનો દુખાવો, મૂંઝવણ અને બેચેની થઈ શકે છે

જો કબજિયાતનો ઉકેલ લાવવામાં ન આવે તો તેનાં પરિણામો વધુ ખરાબ હોઈ શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, કબજિયાત, મળત્યાગ, ખોરાક

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.