રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ'નાં ડાયલૉગ અને ભાષા પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, COMMUNIQUÉ FILM PR
તાજેતરમાં રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ થિયેટરોમાં રિલીઝ થતાં જ તેને લઈને વિવાદ સર્જાવાનું શરૂ થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ઘણા મીમ્સ પોસ્ટ થઈ રહ્યા છે.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રામનું પાત્ર દક્ષિણ ભારતના અભિનેતા પ્રભાસ, સીતાનું પાત્ર કૃતિ સેનન અને રાવણનું પાત્ર સૈફ અલીખાન ભજવી રહ્યાં છે.
રામાયણ એ ભારતમાં આસ્થાનું કેન્દ્ર છે. કેટલાક લોકો રામાયણને એક મહાકાવ્ય ગણાવે છે, કેટલાક તેને એક કહાણી તો કેટલાક ઇતિહાસ ગણાવે છે. રામાયણ અલગઅલગ સ્વરૂપમાં ભારતમાં પ્રચલિત છે. તેના પર જુદાજુદા મત છે પરંતુ ભારતીય માનસમાં તેની છાપ અમીટ છે.
જેથી આદિપુરુષને સંદર્ભે ઉત્સુકતા હોય એ સ્વાભાવિક હતું. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી આ ફિલ્મ સતત ચર્ચામાં છે.
ફિલ્મ રિલીઝ થવામાં વિલંબ પાછળ તેમાં ગ્રાફિક્સના ફેરફારને કારણભૂત ગણાવાયો હતો. પરંતુ હવે ગ્રાફિક્સને કારણે ફિલ્મની ટીકા પણ થઈ રહી છે.
એટલું નહીં ફિલ્મનાં ડાયલૉગ અને ભાષાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે આદિપુરુષ ફિલ્મના શોમાં એક સીટ હનુમાન માટે અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિર્માતાઓની સફળતાની આશા વચ્ચે 'આદિપુરુષ' બૉક્સ ઑફિસ પર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બની રહી છે.

સોશિયલ મીડિયા પર કેવી પ્રતિક્રિયા આવી?
ટ્રેન્ડુલકર નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે ફિલ્મને જોતાં લાગે છે કે ફિલ્મના પ્રોડ્યૂસરોએ 100 ટકા બેઠકો અનામત રાખવી પડશે.

ઇમેજ સ્રોત, TWITTER
ત્યારે પૂજા ત્રિપાઠીએ ટીકા કરતાં લખ્યું છે કે, "પોતાનું આવું સ્વરૂપ જોઈએ રાવણ પોતાની જ નાભિમાં તીર ભોકી લેત. વિભિષણે કંઈ કહેવાની જરૂર જ ન પડી હોત."

ઇમેજ સ્રોત, TWITTER
"આદિપુરુષની ટીમે બહુ રિસર્ચ કર્યા બાદ જાણ્યું કે રાવણ અજગરની શૈયા પર આરામ કરતો હતો. મેઘનાદના આખા શરીર ત્રોફેલું હતું અને સૌથી મોટી શોધ એ કે રાવણ રૉકસ્ટાર પણ હતો."

ફિલ્મમાં ઉપયોગ કરાયેલી ભાષા સામે રોષ

ઇમેજ સ્રોત, COMMUNICUÉ FILM PR
રિલીઝ થયા બાદથી જ ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે.
ફિલ્મમાં હનુમાનના એક ડાયલૉગને લઈને પણ ખૂબ વિવાદ થઈ રહ્યો છે.
ફિલ્મમાં દેવદત્ત નાગે 'ભગવાન હનુમાન'નું પાત્ર ભજવ્યું છે, તેમજ વત્સલ સેઠ ઇન્દ્રજિતની ભૂમિકામાં છે.
એક દૃશ્યમાં લંકાદહન પહેલાં હનુમાન કહે છે, "કપડાં તારા બાપના, તેલ તારા બાપનું, અગ્નિ પણ તારા બાપની તો...."

ઇમેજ સ્રોત, TWITTER
આ ડાયલૉગને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે. લોકોનું કહેવું છે કે ભગવાન હનુમાન માટે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ.
રોશન રાય નામના યૂઝરે લખ્યું કે આદિપુરુષ પછી રામાનંદ ગાથા પ્રત્યે તેમનું મનમાં માન 100 ગણું વધી ગયું છે.
તેમણે લખ્યું, "26 વર્ષ પહેલાં વિના કોઈ ટેકનિક અને સીમિત સંસાધનોમાં તેણે એવું જાદૂ કર્યું હતું કે તેનો આજે પણ મુકાબલો નથી."
જસ્ટ એ ફૅન નામના એક યૂઝરે લખ્યું કે, “ઓમ રાઉતે ફિલ્મ બનાવવાનું રામ કર્યું.”
ચાર્મી મોદી મહેતા નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું છે, "મેં ફિલ્મ આદિપુરુષની ટિકિટ રદ કરાવી છે, કારણ કે હું મારી પુત્રીને ખોટી રામાયણ નથી બતાવવા માગતી."

ઇમેજ સ્રોત, Twitter
પ્રવીણ ધુલે લખ્યું છે કે, "આદિપુરુષ ફિલ્મ નથી પરંતુ એક અપરાધ છે. પવિત્ર રામાયણ સાથે બહુ જ અભદ્ર, અસહનીય અને બર્બર મજાક કરવામાં આવી છે. આ ફિલ્મમાં સનાતન ધર્મની ફિલ્મજગતે મજાક ઉડાડી છે. આખરે ક્યાં સુધી આપણી સંસ્કૃતિ સાથે રમત થશે."

ઇમેજ સ્રોત, Twitter
હંસરાજ કિશોર નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, "આ ફિલ્મનું તુરંત બૉયકોટ કરવો જોઈએ. આ અમારા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું અપમાન છે સાથે જ ઇન્દ્રજિત જેવા પરમવીરનું પણ અપમાન છે અને લક્ષ્મણ જેવા મહાન યોદ્ધાનું પણ. આ અમારા ઈશ્વરનું અપમાન છે."
દર્શ નામના યૂઝરે લખ્યું છે કે આદિપુરુષ ફિલ્મના સંવાદ જોઈને મહર્ષિ વાલ્મીકિ પણ રામાયણની ખરાબ પરિસ્થિતિ જોઈને પોતાનું માથું કૂટશે.

ઇમેજ સ્રોત, Twitter
તેમજ કાર્તિક દયાનંદ નામના યૂઝરે ફિલ્મ આદિપુરુષનાં વખાણ કરતાં લખ્યું છે કે, “ફિલ્મે સમગ્ર દેશમાં બૉક્સઑફિસને હચમચાવી દીધી છે.”
તેમણે કહ્યું કે લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ અને આ એક પૅન ઇન્ડિયા ફિલ્મ છે.
રાજસ્થાનમાં જગદ્ગુરૂ રામાનંદચાર્ય, રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિલૉસૉફીના વડા શાસ્ત્રી કોસલેન્દ્રદાસે પણ આ ફિલ્મની ટીકા કરી છે.
વરિષ્ઠ પત્રકાર નરેન્દ્રનાથ મિશ્રા કહે છે કે, “આદિપુરુષમાં સંવાદો જેમણે લખ્યાં છે એ લાગણીઓને ન્યાય આપવામાં નિષ્ફળ ગયા છે.”

ઇમેજ સ્રોત, Twitter

નેપાળમાં પણ વિવાદ

ઇમેજ સ્રોત, COMMUNICUÉ FILM PR
ભારતમાં જ નહીં નેપાળમાં પણ ફિલ્મને લઈને વિવાદ થઈ રહ્યો છે.
આદિપુરુષમાં સીતાના પાત્રના ડાયલૉગ પર નેપાળમાં વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં સીતાને ભારતનાં પુત્રી તરીકે દર્શાવવા પર નેપાળમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
નેપાળની રાજધાની કાઠમાંડુના મેયર બલેન્દ્ર શાહે આ અંગે વિરોધ નોંધાવ્યો છે.
તેમણે ફિલ્મનિર્માતાઓને ફિલ્મમાંથી આ ડાયલૉગ હઠાવી લેવાની વિનંતી કરી છે. મેયરનું કહેવું છે કે ફિલ્મનિર્માતાઓને આની માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
બીજી તરફ ફિલ્મજગતનાં સૂત્રોએ જણાવ્યું છે કે નેપાળ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના વિવાદાસ્પદ ડાયલૉગને મ્યૂટ કરવામાં આવ્યા છે.
બલેન્દ્ર શાહે જ્યાં સુધી ફિલ્મમાંથી સીતા ભારતનાં પુત્રી છે તે ડાયલૉગ નહીં હઠાવાય ત્યાં સુધી કાઠમાંડુ મેટ્રોપૉલિટન સિટીમાં કોઈ પણ હિંદી ફિલ્મ નહીં ચાલવા દેવાય.
નેપાળના સેન્સર બોર્ડના સભ્ય રિશિરાજ આચાર્ય કહે છે કે, “અમે આ ફિલ્મ જોઈ છે. અમે વિતરકોને જણાવ્યું છે કે અમુક સંવાદો હઠાવ્યા પછી જ આ ફિલ્મ બતાવી શકાશે.”














