દિવસરાત નગ્ન રહેતા અને મૂત્રને બૉટલમાં ભરનાર અબજોપતિની વિચિત્ર કહાણી

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, નિકોલસ બાર્બર
- પદ, બીબીસી કલ્ચર
અમેરિકાના ધનાઢ્ય બિઝનેસમૅન હાવર્ડ હ્યૂઝ સંન્યાસી હતા. તેમણે પોતાના નખ ક્યારેય કાપ્યા ન હતા અને તેઓ પેશાબ બરણીઓમાં સંઘરી રાખતા હતા, એવું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ કેવી વ્યક્તિ હતા?
જે કથા કહેવા માટે નિડર દિગ્દર્શકની જરૂર પડે તે માર્ટિન સ્કોર્સેઝે પહેલાંથી જ રૂપેરી પડદે પ્રદર્શિત કરી દીધી હતી અને અમેરિકન અભિનેતા વોરેન બીટ્ટીએ પણ રૂલ્સ ડોન્ટ અપ્લાયમાં આવું જ કર્યું હતું.
વોરન બિટ્ટીએ ફિલ્મની કથા લખવા ઉપરાંત તેનું દિગ્દર્શન તથા નિર્માણ કર્યું હતું અને તેમાં હોવાર્ડ હ્યૂઝની ભૂમિકા પણ ભજવી હતી.
તેઓ આ ફિલ્મ બનાવવાનું આયોજન 40 વર્ષથી કરતા હતા. બીજી તરફ માર્ટિન સ્કોર્સેઝ દિગ્દર્શિત ફિલ્મ ધ એવિયેટરમાં ટેક્સાસના ઍરોનોટિક્સ ક્ષેત્રના અગ્રણી અને હોલીવૂડના બાદશાહનું પાત્ર લિયોનાર્ડો ડીકેપ્રિયોએ ભજવ્યું હતું.
જોકે, બીટ્ટીએ સરખામણીની ચિંતા કરવાની જરૂર ન હતી. રૂલ્સ ડોન્ટ અપ્લાય ફિલ્મ 1958ના સમયગાળાની, સ્કોર્સેઝની બાયૉપિક ખતમ થયાના એક દાયકા પછીની હતી. તેથી તેને તેની વાસ્તવિક સિક્વલ ગણી શકાય.
શોધક, ફિલ્મનિર્માતા અને તરંગી વૈરાગી અબજપતિ હાવર્ડ હ્યૂઝ દંતકથા અનુસાર, તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસોર્ડરથી પીડાતા હતા અને ભાગ્યે જ કોઈને મળતા હતા. તેઓ મેલ્વિન અને હાવર્ડથી માંડીને ધ રોકેટિયર સુધીની અનેક ફિલ્મો તથા ટીવી શોઝમાં ચમક્યા હતા.
તેમની કથા જુસ્સાવાળા યુવાન પૂંજીપતિ અને સંપત્તિની ક્ષીણ થતી શક્તિ બન્નેની છે. સિનેમા ઇતિહાસકાર ડેવિડ થોમસન ધ ન્યૂ બાયૉગ્રાફિકલ ડિક્શનરી ઑફ ફિલ્મમાં એવી દલીલ કરે છે કે ફિલ્મોના રસિયાઓ અને ખાસ કરીને ફિલ્મોમા રસિક પુરુષો, હ્યૂઝે કિશોરાવસ્થાની કલ્પનાઓને જે મુક્ત રીતે માણી હતી તેના દીવાના હતા.
તેઓ એવા ચાહક હતા કે જેમણે ફિલ્મો બનાવી હતી અને સ્ટુડિયોના માલિક બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ રાતે જીન હાર્લો, જેન રસેલ, કૅથરિન હેપબર્ન, ઇદા લુપિનો અને એવી બીજી અભિનેત્રીઓનાં સપનાં જોતા હતા. હ્યૂઝે એ કર્યું હતું, જે કરવાનું દરેક શરમાળ, એકલવાયા ફિલ્મરસિયાનું સપનું હોય છે.

ઇમેજ સ્રોત, Credit: Wikipedia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હ્યૂઝનાં માતા-પિતાની કથા 'ધેર વિલ બી બ્લડ'ના ડેનિયલ પ્લેઈનવ્યૂના 'ગોન વિથ ધ વિન્ડ'ની સ્કાર્લેટ ઓ’હારા સાથેના પરણવા જેવી વાત છે.
હાવર્ડ હ્યૂઝના પિતા ઑઇલ ઉદ્યોગમાં રોવિંગ ડ્રિલ માસ્ટર હતા અને તેમણે નિયમિત રીતે થોડા પૈસાની કમાણી કરી હતી અને તે ગુમાવ્યા પણ હતા. એલેન ગાનો ડલાસના કૉન્ફેડરેટ જનરલનાં કુલીન પૌત્રી હતાં.
1905માં હાવર્ડ જુનિયરને જન્મ આપ્યો ત્યારે એલેન લગભગ મૃત્યુ પામ્યાં હતાં. તે આઘાત હાવર્ડ સિનિયર માટે મોટી કમાણી કરવાની પ્રેરણા બન્યા હતા. 1909માં તેમણે ગ્રેનાઇટમાં છેદ પાડી શકતા ક્રાંતિકારી ડ્રિલની પેટન્ટ કરાવી હતી. તેને લીઝ પર લેવા ઑઇલ કંપનીઓએ લાઇન લગાવી હતી. હ્યૂઝ ટૂલ કંપનીએ હાવર્ડ જુનિયરને અત્યંત સમૃદ્ધ તથા થોડી વિચિત્રતા ભરેલું બાળપણ આપ્યું હતું.
હ્યૂઝનાં માતા રોગગ્રસ્ત હતાં અને તેઓ દીકરાને પોતાની સાથે બેડરૂમમાં સુવડાવતાં હતાં. માતાના વધુ પડતા લાડકોડથી દીકરો બગડી ન જાય એટલા માટે પિતાએ હ્યૂઝને, તેની શૈક્ષણિક જરૂરિયાતનો વિચાર કર્યા વિના સંખ્યાબંધ બૉર્ડિંગ સ્કૂલમાં મોકલી આપ્યા હતા.
શરમાળ અને આંશિક રીતે બહેરા હાવર્ડ માટે આ શાળાઓના બંધિયાર જીવન સાથે કામ પાર પાડવાનું મુશ્કેલ હતું, પરંતુ ઉડ્ડયન અને સિનેમા, આ બે ક્ષેત્ર ભણી તેઓ આકર્ષાયા હતા. આ બન્નેમાં તેમને રોમાંચ તથા ગ્લૅમર સાંપડ્યાં હતાં.
તેમનાં માતા-પિતા દિશાહીન, અર્ધ-શિક્ષિત 18 વર્ષના હૅન્ડસમ યુવાન દીકરાને છોડીને બે વર્ષના સમયગાળામાં મૃત્યુ પામ્યાં હતાં. એ દીકરો ફિલ્મો તથા ઍરોપ્લેન્સનો દીવાનો હતો અને આરોગ્ય તથા સ્વચ્છતા વિશે કેટલીક જડ માન્યતા ધરાવતો હતો. તે દૃઢપણે માનતો હતો કે તેની પાસેની અઢળક સંપત્તિ વડે તે દરેક અવરોધને પાર કરી શકશે.

કલ્પના વિરુદ્ધ વાસ્તવિકતા

ઇમેજ સ્રોત, Warner Bros
હ્યૂઝના કાકા રુપર્ટ હોલીવૂડમાં પટકથા લેખક હતા. હ્યુસ્ટન છોડીને હોલીવૂડમાં આવેલા હ્યૂઝે તેમના વારસાને શક્ય તેટલા ઝડપથી ખર્ચી નાખ્યો હતો.
પીટર હેરી બ્રાઉન અને પેટ એચ. બ્રોસ્કે ‘હોવર્ડ હ્યુજીસઃ ધ અનનોન સ્ટોરી’માં લખ્યું છે તેમ “પોતે 20 જોડી પગરખાં ખરીદી શકે તેમ હોય ત્યારે એક જોડી પણ નહોતી ખરીદી અને અડધો ડઝન કાર ખરીદી શકે તેમ હોય ત્યારે એક કાર નહોતી ખરીદી. તેમણે ઢગલાબંધ ઘડિયાળો ખરીદી હતી અને તેમણે બ્રૂક બ્રધર્સે બનાવેલા 20 સૂટ્સ એક સાથે ખરીદી લીધા હતા.”
યુવા હ્યૂઝના મોટા ભાગના પૈસા ફિલ્મોમાં ખર્ચાયા હતા. તેમણે સગાંસંબંધીઓના વાંધા વચ્ચે હ્યૂઝ ટૂલ કંપની ખરીદી લીધી હતી અને પહેલા વિશ્વયુદ્ધની હવાઈ ટક્કર વિશેની ભવ્ય ફિલ્મ 'હેલ્સ ઍન્જલ્સ'ના નિર્માણમાં 38 લાખ ડૉલર ડૂબાડ્યા હતા.
એ સમયે આ વિક્રમસર્જક રકમ હતી. ફિલ્મની ધુરા સંભાળી એ પહેલાં તેમણે ત્રણ દિગ્દર્શકને નોકરીએ રાખ્યા હતા અને કાઢી મૂક્યા હતા.
ફિલ્મના નિર્માણમાં લાંબો સમય લાગ્યો હતો, પરંતુ તે આખરે 1930માં પૂર્ણ થઈ અને તેને પ્રદર્શિત કરવામાં આવી ત્યારે ફિલ્મ વ્યાપારી ધોરણે અત્યંત સફળ થઈ હતી.
વિવેચકોએ પણ તેને વખાણી હતી. ઓરિજનલ પ્લૅટિનમ બ્લૉન્ડ જીન હાર્લોને એ ફિલ્મે સ્ટાર બનાવી દીધાં હતાં. એ પછી હ્યૂઝ ટેક્સાસના નવધનિક નહીં, પરંતુ હોલીવૂડના ખેલાડી બની ગયા હતા. લૉસ ઍન્જલસની સૌથી સુંદર સ્ત્રીઓ તેમને વીંટળાઈ વળી હતી.
'હેલ્સ ઍન્જલ્સ' ફિલ્મ બનાવ્યા પછી તેમણે અન્ય શૈલીની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. 1932માં તેમણે 'સ્કારફેસ' ફિલ્મનું નિર્માણ કર્યું હતું.
એ ફિલ્મ અલ કેપોનના જીવન પર આધારિત ગેન્ગસ્ટર ડ્રામા હતી. એ પછી 'ધ આઉટલો' આવી હતી.
હ્યૂઝે સુંદર દેહવાળી તેમની અભિનેત્રી જેન રસેલને શોધી ન કાઢી હોત તો બધું ભૂલાઈ ગયું હોત.
હાવર્ડ હોક્સ પાસેથી દિગ્દર્શનનું કામ સંભાળ્યા પછી તેમણે તેમનો અગ્રતાક્રમ સ્પષ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે “આપણને જેનના સ્તનનો પૂરતો લાભ મળતો નથી.”
તેમણે જેન રસેલને પુશ-અપ બ્રા પહેરાવી હતી, જે તેના બ્લાઉઝમાંથી સ્પષ્ટ દેખાતી હતી. પછી જાહેર કર્યું હતું કે “આ તો એન્જિનિયરિંગની સમસ્યા હતી.” જેન સહમત થયાં હતાં, પરંતુ હ્યૂઝે ડિઝાઇન કરેલી અત્યંત હાસ્યાસ્પદ બ્રા પહેરવાનો ઇન્કાર કર્યો હતો.

શિખર પરની એકલતા

ઇમેજ સ્રોત, Warner Bros
'હેલ્સ ઍન્જલ્સ'થી વિપરીત 'ધ આઉટલો' ફિલ્મને વિવેચકોએ વખોડી કાઢી હતી, પરંતુ રસેલના દેહનું અને ફિલ્મમાંની વિષયાસક્તિનું માર્કેટિંગ હ્યૂઝે એટલી કુશળતાથી કર્યું હતું કે ફિલ્મ હિટ સાબિત થઈ હતી.
એ પછી તેમણે આરકેઓ પિક્ચર્સ કંપની ખરીદી લીધી હતી અને કોઈ હોલીવૂડ સ્ટુડિયોની એકમાત્ર માલિક બનેલી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
જોકે, તેમના નામ સાથેની તેમની મોટા ભાગની ફિલ્મો જેન રસેલ અને અન્ય ગર્લફ્રેન્ડ્ઝના હોલીવૂડમાં પદાર્પણની ફિલ્મોથી વિશેષ કશું ન હતી.
ઉડ્ડયન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય એટલા માટે 1950માં તેમણે સ્ટુડિયો વેચી માર્યો હતો. તેમના પ્રચુર ઉત્તેજનાસભર જીવનનો મુકાબલો, આખરે કોઈ ફિલ્મ કેવી રીતે કરી શકે?
ટીડબલ્યુએ નામની ઍરલાઈન કંપની ખરીદી, ટ્રાન્સકૉન્ટિનેન્ટલ ઍર-સ્પીડ રેકૉર્ડ, રાઉન્ડ ધ વર્લ્ડ ફ્લાઇટ અને વિશ્વના સૌથી મોટા સી-પ્લેન ધ હર્ક્યુલસના નિર્માણ જેવા હ્યૂઝના કેટલાંક હવાઈ સાહસોને 'ધ એવિએટર' ફિલ્મમાં નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યાં છે.
સ્કોર્સિસની ફિલ્મમાં સમાવી લેવાયેલા સમયગાળા પછી હ્યૂઝની વિમાન કંપની અમેરિકન સરકારને હેલિકૉપ્ટર તથા મિસાઇલ્સ વેચતી એક મોટી લશ્કરી કૉન્ટ્રેક્ટર બની ગઈ હતી.
આ તબક્કે હ્યૂઝનું જીવન સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવું બની ગયું હતું. 1966માં તેમની કંપનીએ ચંદ્ર પર ઊતરેલા સૌપ્રથમ અમેરિકન યાન સર્વેયર-1નું નિર્માણ કર્યું હતું.
1970માં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ પેસિફિક સમુદ્રમાં ડૂબી ગયેલી સોવિયેત સબમરીનને શોધવાની યોજના બનાવી ત્યારે એજન્સીએ હ્યૂઝને કવર સ્ટોરી કરવા વિનંતી કરી હતી.
પ્રખર દેશભક્ત હ્યૂઝે એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે સીઆઈએનું બચાવ જહાજ ખરેખર તો ધ હ્યૂઝ ગ્લોમર એક્સપ્લોરર નામની માઇનિંગ બોટ હતી. તે કોલ્ડ-વોર સ્પાય થ્રિલરથી પ્રેરિત એક ગુપ્ત મિશન હતું, જેનું નામ હતું પ્રોજેક્ટ એઝોરિયન.
આ દરમિયાન બિઝનેસ અને ટેકનૉલૉજી સંબંધી પ્રતિભાએ હ્યૂઝને અમેરિકાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બનાવી દીધા હતા.

ઇમેજ સ્રોત, Credit: Fox
લાસ વેગાસમાં તેમણે જમીન પચાવી પાડીને સ્ક્રોર્સિસના કેસિનો અને બેરી લેવિન્સનની બગસી (વૉરન બૅટલીનું અન્ય વાહન)ને ટક્કર આપી હતી.
1966 અને 1968ની વચ્ચે હ્યૂઝે શહેરના ઇતિહાસમાં કોઈ પણ રોકાણકારે નહીં ખરીદ્યાં હોય એટલી હોટલ્સ તથા કેસિનોની ખરીદી કરી હતી. શહેરના કેએલએએસ ટેલિવિઝન સ્ટેશનને હસ્તગત કરીને એ ખર્ચનો જોગ કર્યો હતો.
એક કથા એવી છે કે ટેલિવિઝન સ્ટેશન તેમની ફિલ્મો આખી રાત પ્રસારિત કરશે અને એ દરમિયાન તેમને ઝોકું આવી જશે તો તેઓ કેએલએએસને કૉલ કરશે અને તેમણે એ ફિલ્મ ફરી શરૂઆતથી દેખાડવી પડશે, તેવો આગ્રહ હ્યૂઝે રાખ્યો હતો.
હ્યૂઝ આખી રાત ફિલ્મો નિહાળતા એકલવાયા છોકરામાંથી ગ્લેમરસ પ્લે બૉય બની ગયા હતા, જે હોલીવૂડમાં ફિલ્મો બનાવતા હતા અને હિંમતવાન પાઇલટ પણ હતા.
તેમનું પોતાનું જીવન જ અનેક ફિલ્મોની સામગ્રી જેવું હતું, પરંતુ હ્યૂઝ તેમના સમગ્ર જીવન દરમિયાન ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસોર્ડર સહિતના ઘણા માનસિક રોગથી પીડાતા રહ્યા હતા.
ઘરમાં ઘણા બધા જંતુઓ છે એવું લાગે ત્યારે તેઓ તમામ વસ્ત્રો બાળી નાખતા હતા અને લોહી ન નીકળે ત્યાં સુધી હાથ ધોયા કરતા હતા.
ઘણા જીવનચરિત્રકારો માને છે કે હ્યૂઝની સફળતામાં ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસોર્ડરે મોટો ફાળો આપ્યો હતો. તેમને એ બીમારી ન હોત તો તેમની પાસે જેન રસેલના અન્ડરવેરથી માંડીને વિશ્વના સૌથી ઝડપી ઍરોપ્લેનની પાંખ પરના રિવેટ્સ સુધીની દરેક બાબતમાં સજ્જડ ચોકસાઈ ન હોત, પરંતુ જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમની બહેરાશ તથા ભાવનાત્મક અસ્થિરતામાં વધારો થવાની સાથે દવાનું પ્રમાણ પણ વધ્યું હતું.
તેમણે જાહેર જીવન છોડી દીધું હતું. તેઓ હોટલ સ્વીટ્સમાં પૂરાયેલા રહેતા હતા. એક જ ફિલ્મ વારંવાર જોઈને ખુદને વિચલિત કરતા હતા. 1976માં તેમનું અવસાન થયું ત્યારે એક વર્તુળ પૂર્ણ થયું હતું.
અંધારિયા ઓરડામાંના રૂપેરી પડદાના ઝગમગાટમાં તેઓ ફરી એક વાર એકલા છટકી ગયા હતા.














