બ્રાઝિલની સંસદ અને અમેરિકાની સંસદ પર થયેલા હુમલા વચ્ચે શો સંબંધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માઇક વેંડલિંગ
- પદ, બીબીસી ડિસઇન્ફૉર્મેશન રિપોર્ટર

- બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં રવિવારે સંસદ, રાષ્ટ્રપતિ ભવન અને સર્વોચ્ચ અદાલત પર પ્રદર્શનકારીઓએ કરેલા હુમલો બે વર્ષ પહેલાં અમેરિકન સંસદ પર થયેલા હુમલાની યાદ અપાવે છે
- સ્ટીવ બૅનન એ શખ્સ છે, જેમણે વર્ષ 2020ના અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન પરિણામો પર સવાલ ઉઠાવવા માટે આવી જ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો
- ડોનાલ્ડ ટ્રમ્પની અફવાઓ ફેલાવનારા અન્ય સલાહકારોની જેમ બૅનન રવિવારે બ્રાઝિલથી આવી રહેલી તસવીરો અને વીડિયો જોઈને પસ્તાવો કરતા નહોતા દેખાયા
- તેમણે બ્રાઝિલની સરકારી ઇમારતોમાં બળજબરીથી ઘૂસેલા લોકોને “સ્વતંત્રતાસેનાની” ગણાવ્યા હતા.
- વર્ષ 2020માં અમેરિકામાં થયેલી ચૂંટણીની જેમ જ બ્રાઝિલમાં થયેલી ચૂંટણીના ટિકાકારોએ મતદાનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે


ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં રવિવારે સંસદ, રાષ્ટ્રપતિભવન અને સર્વોચ્ચ અદાલત પર પ્રદર્શનકારીઓએ કરેલા હુમલાની તસવીરો બે વર્ષ પહેલાં અમેરિકન સંસદ પર થયેલા હુમલાની યાદ અપાવે છે. એટલું જ નહીં, આ બે ઘટનો વચ્ચે ઊંડો સંબંધ પણ છે.
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કા પછી ટ્રમ્પ પ્રશાસનમાં વ્હાઇટ હાઉસના વ્યૂહરચનાકાર રહી ચૂકેલા સ્ટીવ બૅનનના પૉડકાસ્ટમાં એક મહેમાને કહ્યું હતું કે, ‘આ સમગ્ર મામલો બરાબર નથી લાગી રહ્યો.’
એ સમયે ચૂંટણીમાં કોઈ ચિત્ર સ્પષ્ટ નહોતું થયું.

ઇમેજ સ્રોત, Getty Images
બૅનન પોતાના પૉડકાસ્ટના ઘણા એપિસોડો અને સોશિયલ મીડિયા પોસ્ટોના માધ્યમથી મહેમાનો સાથે ચૂંટણીપ્રક્રિયા પર સવાલ ઉઠાવતા રહ્યા છે. એટલું જ નહીં, તેમણે ‘બ્રાઝિલિયન સ્પ્રિંગ’ હૅશટૅગને પ્રમોટ પણ કર્યું હતું.
આ મામલે એક એવો પણ મોકો આવ્યો જ્યારે બોલસોનારોએ હાર સ્વીકારવાના સંકેત આપ્યા, પરંતુ ત્યાર પછી પણ બૅનન વિરોધીઓના અવાજને પ્રોત્સાહન આપતા રહ્યા.
સ્ટીવ બૅનન એ શખ્સ છે, જેમણે વર્ષ 2020ના અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન પરિણામો પર સવાલ ઉઠાવવા માટે આવી જ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં 6 જાન્યુઆરી 2021ના રોજ ઘટેલી ઘટનાની જેમ એક વિશાળ જનસમૂહ ખોટા સમાચારો અને અપ્રમાણિત અફવાઓથી ક્રોધે ભરાઈને પોતાના રાજકીય ઉદ્દેશ્યો સાથે સરકારી ઇમારતોની બારીઓ તોડીને તેમાં ઘૂસી ગયો.

‘જે જરૂરી હોય એ કરો’

અમેરિકન સંસદ પર થયેલા હુમલાના એક દિવસ પહેલાં બૅનને પોતાના પૉડકાસ્ટ પર કહ્યું હતું કે, ‘કાલે બધુ જ તબાહ થવાનું છે.’
અમેરિકાની એક અદાલતે તેમને સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત થવાનો આદેશ ન માનવા બદલ ચાર મહિનાની કેદની સજા સંભળાવી છે, પરંતુ અપીલ પર સુનાવણી બાકી હોવાથી તેઓ હાલ જેલની બહાર છે. આ સમિતિ અમેરિકાની સંસદ પર થયેલા હુમલાની તપાસ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ડોનાલ્ડ ટ્રમ્પની અફવાઓ ફેલાવનારા અન્ય સલાહકારોની જેમ બૅનનના ચહેરા પર પણ રવિવારે બ્રાઝિલથી આવી રહેલી તસવીરો અને વીડિયો જોઈને પસ્તાવો દેખાયો નહોતો. એમણે પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું, “લૂલાએ આ ચૂંટણી ધાંધલ કરીને જીતી હતી અને બ્રાઝિલના લોકો આ વાત જાણે છે.” આ સાથે જ તેમણે બ્રાઝિલની સરકારી ઇમારતોમાં બળજબરીથી ઘૂસેલા લોકોને “સ્વતંત્રતાસેનાની” ગણાવ્યા હતા.
વર્ષ 2020 પછી ટ્રમ્પ સમર્થિત ‘સ્ટૉપ ધ સ્ટીલ’ આંદોલનમાં જાણીતા થયેલા નેતા ઍલી ઍલેક્ઝાન્ડરે લોકોને પ્રેરિત કરતાં લખ્યું કે, ‘જે જરૂરી હોય, તે કરવામાં આવે.’ તેમણે દાવો કર્યો કે બ્રાઝિલમાં તેમના કેટલાક લોકો છે. બોલસોનારોના સમર્થકો ઇન્ટરનેટ પર ‘અસ્તિત્વસંકટ’ અને ‘ડાબેરી ટેક-ઓવર’ જેવું કથાનક બનાવી રહ્યા છે. આ બિલકુલ એવું જ છે જેને લીધે તોફાનીઓ બે વર્ષ પહેલાં વૉશિંગ્ટન પહોંચી ગયા હતા.

અમેરિકન અને બ્રાઝિલની ઘટનામાં સંબંધ

ઇમેજ સ્રોત, Reuters
બોલસોનારો અને ટ્રમ્પના આંદોલન વચ્ચે સંબંધ છે, એ દર્શાવવા માટે ગત નવેમ્બરમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ અને બોલસોનારોના દીકરાની ટ્રમ્પના ફ્લોરિડાના રિસોર્ટમાં થયેલી મુલાકાતનો હવાલો આપવામાં આવી રહ્યો છે.
‘વૉશિંગ્ટન પોસ્ટ’ અને બીજી સમાચાર સંસ્થાઓના અહેવાલ અનુસાર, એ મુલાકાતમાં ઇક્કાર્ડો બોલસોનારોએ બૅનન અને ટ્રમ્પના સલાહકાર જેસન મિલર સાથે પણ વાત કરી હતી. વર્ષ 2020માં અમેરિકામાં થયેલી ચૂંટણીની જેમ જ બ્રાઝિલમાં થયેલી ચૂંટણીના ટિકાકારોએ મતદાનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.
એમણે બ્રાઝિલમાં થયેલી ચૂંટણીઓ દરમિયાન ઉપયોગમાં લેવાયેલાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર શંકા વ્યક્ત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિવારે તોફાનીઓ જે બૅનર દેખાડી રહ્યાં હતાં તેમાં અંગ્રેજી અને પોર્ટુગીઝમાં લખ્યું હતું – ‘વી વૉન્ટ સોર્સ કોડ.’ એ વાસ્તવમાં એ અફવાઓનો સંદર્ભ આપી રહ્યા હતા કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સાથે ચેડા કરવામાં આવ્યા હતા, જેથી બોલસોનારોને હરાવી શકાય.
બીબીસીના એક વિશ્લેષણ અનુસાર, મોટી સંખ્યામાં બ્રાઝિલના એવા લોકોનાં ટ્વિટર એકાઉન્ટ ચૂંટણી બાદ અને ઍલન મસ્કના ટ્વિટર ખરીદ્યા બાદ ચાલુ કરી દેવામાં આવ્યા હતા, જેમાં ચૂંટણીને નકારવા બાબતે અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી.
પહેલાં આ એકાઉન્ટો પર પ્રતિબંધ લાગેલો હતો. મસ્કે કોઈ પણ વિગતો કે પ્રમાણ આપ્યા વિના ઇશારો કર્યો હતો કે બ્રાઝિલમાં ટ્વિટરના કેટલાક કર્મચારીઓ “રાજકીયરૂપે પક્ષપાતી દૃષ્ટિકોણ” રાખે છે.
અમેરિકામાં ટ્રમ્પના કેટલાક વિરોધીઓએ બ્રાઝિલમાં હાલની અશાંતિ માટે પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોને જવાબદાર ઠેરવ્યા છે. અમેરિકામાં ડેમૉક્રેટિક પાર્ટીના સંસદસભ્ય અને કૅપિટલ ખાતે થયેલાં રમખાણોની તપાસ કરી રહેલી સમિતિના સભ્ય જેમી રસ્કિને પોતાના ટ્વીટમાં બ્રાઝિલમાં વિરોધપ્રદર્શન કરનારાઓ વિશે કહ્યું કે, “ફાસિસ્ટ લોકો 6 જાન્યુઆરીના ટ્રમ્પના તોફાનોની જેમ જ” વર્તન કરી રહ્યા છે.
બીબીસીએ પ્રતિક્રિયા માટે બૅનન અને એલેક્ઝાન્ડરનો સંપર્ક કરવાની કોશિશ કરી છે.














