બ્રાઝીલની ચૂંટણીમાં બોલસોનારોની હાર; લૂલા ડા સિલ્વા બીજીવાર રાષ્ટ્રપતિ બનશે

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડા સિલ્વા ફરીથી એક વખત દેશના રાષ્ટ્રપતિ ચુંટાઈ આવ્યા છે.
તેમણે વર્તમાન રાષ્ટ્રપિત જાએર બોલસોનારોને હરાવી દીધા છે.
લૂલાને 50.83% ટકા મત મળ્યા, જ્યારે બોલસોનારોને 49.17 ટકા
લૂલા ડા સિલ્વા પહેલી જાન્યુઆરી 2023ના દિવસે રાષ્ટ્રપતિ પદની શપથ લેશે.
વિજય બાદ લૂલાએ વાયદો કર્યો હતો કે તે 'વિભાજિત દેશને એકસૂત્રમાં બાંધશે.'
લૂલાએ એમેઝોનના જંગલોના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પણ માગ્યો છે.

ઇમેજ સ્રોત, Reuters
એમણે એ પણ કહ્યું છે કે, હવે બ્રાઝીલના વ્યાપારિક કરાર માત્ર ખનીજ તેલના નિકાસકાર બનવા માટે નહીં કરવામાં આવે.
ડાબેરી વિચારોવાળા લૂલા અગાઉ પણ દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્રણ વર્ષ પહેલાં સુધી તે ભ્રષ્ટાચારના એક કેસમાં સજા કાપી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સ્વતંત્ર અને વિશ્વાસપાત્ર ચૂંટણીમાં વિજયી બનવા માટે લૂલાને અભિનંદન આપતા કહ્યું છે કે હવે બન્ને દેશો વચ્ચે દોસ્તીને મજબૂત કરવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોં અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ લૂલાને અભિનંદન આપ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો