You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને લાડલી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
લૈંગિક સમાનતાના ક્ષેત્રમાં કાર્ય કરનારી પ્રતિષ્ઠિત સંસ્થા પૉપ્યુલેશન ફર્સ્ટ દ્વારા 19 નવેમ્બરના રોજ લાડલી મીડિયા ઍવૉર્ડ્સની ઘોષણા કરી હતી. બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને આ પ્રતિષ્ઠિત લાડલી પુરસ્કાર એનાયત થયો છે.
મુંબઈના ટાટા થિયેટર ખાતે 15મા લાડલી મીડિયા ઍન્ડ ઍડ્વર્ટાઇઝિંગ ઍવૉર્ડ્સ ફૉર જેન્ડર સૅન્સિટિવિટી એનાયત થયા હતા.
તેજસ વૈદ્યને ગુજરાતી ભાષામાં વેબ ફિચર વીડિયોની કૅટેગરીમાં આ પુરસ્કાર મળ્યો છે. વરિષ્ઠ ઍડમૅન કે. વી. શ્રીધરે તેજસ વૈદ્યને આ પુરસ્કાર એનાયત કર્યો.
તેજસ વૈદ્યે અગાઉ પણ આ પુરસ્કાર મેળવ્યો છે. તેજસ વૈદ્યનો અહેવાલ "ટ્રાન્સજેન્ડર મહિલા: મારી દીકરી મને પપ્પા કહે છે" જોવા માટે અહીં ક્લિક કરો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં 14 રાજ્યના 97 પત્રકારો, ફિલ્મમૅકર્સ તથા કૉમ્યુનિકેશન સાથે સંકળાયેલા નિષ્ણાતોને નવાજવામાં આવ્યા હતા.
'મારી દીકરી મને પપ્પા કહે છે'
યુનાઇટેડ નૅશન્સના પૉપ્યુલેશન ફંડની મદદથી દરવર્ષે લાડલી પુરસ્કાર આપવામાં આવે છે, જેનો હેતુ લૈંગિક સંવેદનશીલતા લાવવાનો છે. જેની 15મી આવૃત્તિ મુંબઈ ખાતે યોજાઈ હતી.
તેજસ વૈદ્યના અહેવાલ "ટ્રાન્સજેન્ડર મહિલા: મારી દીકરી મને પપ્પા કહે છે"ને ગુજરાતી ભાષામાં વેબ ફિચર વીડિયોની કૅટેગરીમાં આ પુરસ્કાર મળ્યો છે.
ડભોઈના સિનોરમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતાં બીજલ મહેતા મૂળે પોરબંદરનાં છે. તેઓ સર્જરી કરાવીને ટ્રાન્સવુમન થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યારે સ્ત્રી તરીકે પોતાના જીવનથી સંતષ્ટ અને ખુશ છે, પરંતુ તેમણે પારિવારિક, સાંસારિક, સામાજિક અને આર્થિક પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું.
પ્રાથમિક શાળાના એક કાર્યક્રમ દરમિયાન બીજલ પોતાનાં આંતરિક વ્યક્તિત્વ વિશે સભાન બન્યાં હતાં. ઉંમરની સાથે તેમનાં મનમાં અનેક સવાલ અને મૂંઝવણ ઊભાં થયાં હતાં, પરંતુ કોઈની સમક્ષ હૈયું ઠાલવી શકે તેમ ન હતાં કે સવાલ પૂછી શકે તેમ ન હતાં.
આ બધાંની વચ્ચે બીજલનું લગ્ન થયું અને તેઓ પિતા પણ બન્યા, છતાં આંતરિક વિમાસણ યથાવત્ રહેવા પામી હતી.
માર્ચ મહિનામાં રામનાથ ગોયન્કા ઍવૉર્ડ એનાયત થયો
તેજસ વૈદ્યને આ પહેલાં વર્ષ વર્ષ 2023માં પ્રાદેશિક ભાષા શ્રેણી તથા વર્ષ 2024માં ગુજરાતી વૅબ ફિચર વીડિયો શ્રેણીમાં જ લાડલી પુરસ્કાર મળ્યો હતો.
આ સિવાય બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને ચાલુ વર્ષે માર્ચ-મહિનામાં જ પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા પુરસ્કાર એનાયત થયો છે.
સમારંભનાં મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેજસ વૈદ્ય સહિતના વિજેતાઓને વર્ષ 2023 દરમિયાન પત્રકારત્વક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા.
તેજસ વૈદ્યને ક્રિકેટ રમતી વિકલાંગ મહિલાઓ પરના એક અહેવાલ માટે આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તેમને સ્પૉર્ટ્સ જર્નલિઝ્મ કૅટેગરીમાં ઇન્ડિયન ઍક્પ્રેસ એક્સિલન્સ ઇન જર્નલિઝ્મ ઍવૉર્ડ (બ્રૉડકાસ્ટ/ડિજિટલ) મળ્યો છે.
તેજસ વૈદ્ય સતત બીજા વર્ષે આ પુરસ્કાર મેળવ્યો છે. તેજસ વૈદ્યનો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
તેજસ વૈદ્યનો ગત આરએનજી પુરસ્કાર વિજેતા અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન