અરવલ્લી : 100 મહિલાઓને રોજગારી આપી કમાતાં કરનારાં રેવાબહેનની કહાણી

વીડિયો કૅપ્શન, અરવલ્લીનાં રેવાબહેને 100 મહિલાઓને રોજગારી આપી કમાતાં કર્યાં, કેવી હતી શરૂઆત?

માત્ર ચાર ધોરણ ભણેલાં રેવાબહેને પોતાની આવડત દ્વારા આજે 100 જેટલી મહિલાઓને રોજગારી આપી પગભર કર્યાં છે. રેવાબહેને ગામની મહિલાઓને એકઠી કરી 10 જેટલાં સખીમંડળ બનાવ્યાં છે. તેઓ મહિલાઓને કિચન ગાર્ડન, ખેતી વગેરે ક્ષેત્રોમાં મદદ અને માર્ગદર્શન આપી મહિલાઓને નવી રાહ ચીંધી રહ્યાં છે.

વીડિયો- અંકિત ચૌહાણ/પ્રીત ગરાલા

મહિલાઓ
રેડ લાઇન
રેડ લાઇન