ગુજરાત સરકાર માટે જ્યારે નર્મદા બંધ મામલે ફલી નરીમને વકીલ બનવાનો ઇનકાર કર્યો

ઇમેજ સ્રોત, KAUSHIK ROY/THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES
- લેેખક, રમેશ મેનન
- પદ, બીબીસી હિંદી માટે
ફલી નરીમન ભારતના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત વકીલ હતા સાથે જ પોતાનામાં એક આખી સંસ્થા હતા. તેમને જીવંત દંતકથા તરીકે જોવામાં આવતા હતા.
જ્યારે તેમણે કોર્ટમાં મજબૂતીથી પોતાની દલીલો રજૂ કરી ત્યારે ન્યાયાધીશોએ પણ તેમની વાત ધ્યાનથી સાંભળી.
તેમના જ્ઞાન અને દૃષ્ટિકોણને કારણે લોકો તેમને પ્રશંસા અને આદરથી જોતા હતા.
તેઓ હંમેશાં એક ન્યાયશાસ્ત્રી તરીકે જોવામાં આવશે જેમણે ભારતીય બંધારણ અને કાયદાના વિકાસમાં મદદ કરી.
આંતરરાષ્ટ્રીય કાનૂની મુદ્દાઓ પર પણ તેમની પકડ ઉત્તમ હતી.
કાયદા અને જાહેર જીવનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ફલી નરીમનને 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.
નરીમન પરિવાર રંગૂનથી હિન્દુસ્તાન આવ્યો હતો

ઇમેજ સ્રોત, SIPRA DAS/THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES
કદાવર વ્યક્તિત્વ છતાં, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. તે દરેક દૃષ્ટિકોણને સાંભળવા આતુર હતા. ફલી હંમેશા વધુ મહેનત કરવા પણ તૈયાર રહેતા.
તેમનાં માતા-પિતા, સેમ અને બાનો, રંગૂનથી ભાગીને ભારત આવી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ડિસેમ્બર 1941માં, જ્યારે જાપાને રંગૂન પર બૉમ્બમારો શરૂ કર્યો, ત્યારે સેમ અને બાનોએ રંગૂનમાંથી ભાગી જવાનું નક્કી કર્યું.
તેમણે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે ફલી એક દિવસ ભારતના શ્રેષ્ઠ વકીલ બનશે.
જ્યારે સેમ અને બાનોએ ભારતમાં આશ્રય લીધો ત્યારે ફલી 12 વર્ષના હતા.
ફલી નરીમનના ચાહકો કહે છે કે બીજા ફલી મળવા શક્ય નથી. અને તેમનું આ કથન સ્હેજ પણ ખોટું નથી.
ફલી નરીમને કટોકટીના વિરોધમાં રાજીનામું આપ્યું હતું

ઇમેજ સ્રોત, VIPIN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
તેઓ હંમેશાં તેમના વિચારોને વાચા આપતા અને તેઓ તેમના વિચારો ક્યારેય બદલતા નહોતા. તેમને જે યોગ્ય લાગ્યું તે જ તેમણે હંમેશા કહ્યું છે.
ફલીને મે 1972માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા હતા અને તેઓ જૂન 1975 સુધી આ પદ પર રહ્યા હતા.
26 જૂન, 1975ના રોજ, જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી, ત્યારે તેમણે તેનો વિરોધ કરતા પદ પરથી રાજીનામું આપી દીધું.
આવી હિંમત દાખવનારા તેઓ એકમાત્ર સરકારી અધિકારી હતા.
જો કે, સેમ ઇચ્છતા હતા કે તેમના પુત્ર ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને નોકરી કરે.
પરંતુ ફલી આવું ના કરી શક્યા અને કાયદા ક્ષેત્રમાં તેમણે કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું. તેમણે મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી લીધી.
ફલી નરીમને બૉમ્બે હાઇકોર્ટમાંથી વકીલાત કરી
આ પરીક્ષામાં તેમણે પહેલો ક્રમાંક મેળવ્યો હતો. તેમને એ સમયે કિમલોક ફોર્બ્સ ગોલ્ડ મેડલ અ પ્રાઇઝ ફૉર રોમન કાયદા અને ન્યાયશાસ્ત્ર માટે સન્માનિત કરાયા હતા.
ફલીએ મુંબઈના સેઇન્ટ ઝેવિયર કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યા પછી મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.
તેમણે સૌથી પહેલાં તો પાયને ઍન્ડ કંપની માટે ટ્રેઇની તરીકે કામ શરૂ કર્યુ હતું. એ પછી તેઓ હાઇપ્રોફાઇલ કાંગા ચૅમ્બરમાં જોડાયા.
આ સંસ્થા સાથે સર જમશેદજી કાંગા, હરિલાલ કાનિયા, નાની પાલકીવાલા, એચ. એમ. સીરવાઈ અને સોલી સોરાબજી જેવા પ્રતિષ્ઠિત વકીલ જોડાયેલા હતા.
ફલીને આ દિગ્ગજો પાસેથી ઘણું શીખવા મળ્યું, જે તેમણે ઝડપથી શીખી પણ લીધું.
પોતાની આત્મકથા, ‘બિફોર મેમરી ફેડ્સ’માં ફલીએ લખ્યું કે સર જમશેદજી કાંગાએ તેમને વકીલાતની જટિલતા વિશે સમજાવ્યું હતું.
તેમાં એક ઝીણી વાત એ હતી કે જટિલ વસ્તુઓને હંમેશાં સરળ બનાવીને રજૂ કરવાની સલાહ.
નાની પાલખીવાલાનું સ્થાન લીધું

ઇમેજ સ્રોત, KAUSHIK ROY/THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES
શરૂઆતનાં વર્ષોમાં ફલી વરિષ્ઠ વકીલોના સહાયકની ભૂમિકામાં હતા.
એક દિવસ એવું થયું કે નાની પાલખીવાલાએ અદાલતમાં રજૂ થવાનું હતું પણ એ જ સમયે તેમને અન્ય કોઈ જગ્યાએ પણ વ્યસ્ત રહેવું પડે તેવી સ્થિતિ હતી.
એ સમયે તેમણે ફલીને પોતાની જગ્યાએ અદાલતમાં મોકલી દીધા અ કહ્યું કે સુનાવણી શરૂ થાય તે અગાઉ તેઓ ત્યાં પહોંચી જશે.
પરંતુ સંયોગ એવો રચાયો કે મુખ્ય ન્યાયાધીશ છાગલા અને ન્યાયાધીશ ગજેન્દ્ર ગાડકરની બૅન્ચ સામે મામલાની સુનાવણી સમય પહેલાં જ શરૂ થઈ ગઈ અને ત્યાં સુધીમાં નાની પાલખીવાલા પણ અદાલત નહોતા પહોંચી શક્યા.
ફલીએ અદાલતને જણાવ્યું કે પાલખીવાલા પહોંચવાના જ હશે પણ ન્યાયાધીશોએ તેમને પૂછી લીધું કે તેઓ આ કેસ વિશે કશું જાણે છે ખરા?
ફલીએ આ કેસમાં જોરદાર રીતે દલીલો રજૂ કરી હતી.
ન્યાયાધીશ બનવાની ઑફર મળી તો પણ કેમ ન સ્વીકારી?

ઇમેજ સ્રોત, FALI NARIMAN
ન્યાયાધીશ છાગલા જ્યારે પોતાનો ચુકાદો આપી રહ્યા હતા ત્યારે પાલખીવાલા પહોંચ્યા અને કોર્ટમાં ચુકાદા પહેલાં તેમની દલીલો રજૂ કરવાની પરવાનગી માગી.
ન્યાયાધીશ છાગલાએ કહ્યું કે ફલીએ કેસને એટલી સારી રીતે રજૂ કર્યો છે કે તેમને નથી લાગતું કે પાલખીવાલા તેમાં વધુ કંઈ ઉમેરી શકશે.
તે સમયે ફલી નરીમનને કાયદા ક્ષેત્રમાં આવ્યાને માત્ર એક વર્ષ જ થયું હતું, પરંતુ આ ઘટનાથી તેમની તીક્ષ્ણ બુદ્ધિનો ખ્યાલ મળે છે.
માત્ર 38 વર્ષની ઉંમરે તેમને જજ બનવાની ઑફર મળી હતી, પરંતુ મોટા થઈ રહેલાં બાળકો અને પરિવારની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેઓ આ ઑફર સ્વીકારવા માગતા ન હતા.
તેમની પુત્રી અનાહિતાએ તેને સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી.
વર્ષો પછી, તેમની પુત્રીએ એક ન્યાયાધીશ તરીકે ફલીનું કાર્ટૂન દોર્યું જેથી તેમને યાદ કરાવી શકાય કે જો તેમણે ઑફર સ્વીકારી હોત તો તેઓ કેવા દેખાતા.
કૉલેજિયમ સિસ્ટમ પર શું કહેતા ફરી નરીમન?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પોતાની આત્મકથામાં તેમણે શંકરીપ્રસાદ (1951), સજ્જનસિંહ (1965), ગોલકનાથ (1967), કેશવાનંદ ભારતી (1973) અને મિનર્વા મિલ્સ (1980) જેવા ઐતિહાસિક મામલાનું વિવરણ આપ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે કેવી રીતે ન્યાયતંત્રે મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું.
મૂળભૂત અધિકાર એ બંધારણનું મૂળ તત્ત્વ છે અને તેમાં ક્યારેય સંશોધનને અવકાશ નથી.
પોતાની આત્મકથામાં ફલીએ જસ્ટિસ એચ. આર. ખન્નાના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો.
જસ્ટિસ ખન્નાએ 1977માં એ સમયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશપદેથી રાજીનામું આપી દીધી હતું જ્યારે સૌથી સિનિયર હોવા છતાં તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નહોતા બનાવાયા. ઇંદિરા ગાંધી સરકારે જસ્ટિસ એચ. એમ. બેગને ચીફ જસ્ટિસ બનાવી દીધા હતા.
ફલી નરીમનને પરંપરાગત ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો, જેમાં કૉલેજિયમ સિસ્ટમ અંતર્ગત જજોની નિમણૂક કરવાની પરંપરા છે.
યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશન કેસમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, TWITTER@ASHWINIBJP
જ્યારે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ જજોને સુનાવણી માટે મામલા સોંપવાના અને તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના કાર્યકાળમાં ન્યાયતંત્રના કામકાજ અંગે ચિંતા વ્યક્ત કરવા પત્રકારપરિષદ બોલાવી ત્યારે ફલી નરીમન ઘણા દુ:ખી થયા હતા.
તેમણે એ સમયે કહેલું કે જો ચિંતા વાસ્તવિક હોય તો પણ તે સુપ્રીમ કોર્ટની સીમામાં જ રહેવી જોઈતી હતી.
ભોપાલ ગૅસ કાંડની ત્રાસદી બાદ જ્યારે તેઓ યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશનના મુખ્ય વકીલ તરીકે સામે આવ્યા ત્યારે એક વિદેશી પ્રકાશને તેમને ‘ફૉલન ઍન્જલ (પટકાયેલા દેવદૂત)’ ગણાવેલા.
ત્યારે તેમણે પ્રકાશનને એક પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પોતે એક માનવાધિકાર કાર્યકર્તા છે, પરંતુ જો તેઓ એ લોકોની વાત ન સાંભળે જેમણે પોતે માનવાધિકારનું ઉલ્લંઘન કર્યું છે, તો એ ઠીક ન કહેવાય.
અસીલ અંગે પૂર્વધારણા બાંધવા માટે વકીલ પર ઘણું દબાણ પણ હતું, પરંતુ દરેક વ્યક્તિને પોતાની પસંદગીના વકીલ મારફતે પોતાનો બચાવ કરવાનો બંધારણીય હક છે.
ધર્મનિરપેક્ષ ભારત પર ફલી નરીમનનો મત

ઇમેજ સ્રોત, TWITTER@SUPRIYA_SULE
ફલીએ આ મામલામાં કોર્ટની બહાર, પીડિતો અને કંપની વચ્ચે સમાધાન કરાવ્યું, જે અંતર્ગત કંપનીએ પીડિતોને 470 મિલિયન ડૉલરની રાહત આપવાની પેશકશ કરી હતી.
ગુજરાતની કેશુભાઈ પટેલ સરકારે નર્મદા બંધથી વિસ્થાપિત થયેલા આદિવસીઓ તરફથી દાખલ કરાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટમાં તેમને પોતાના વકીલ બનાવવા માટે સંપર્ક કર્યો હતો, ત્યારે ફલી તૈયાર થઈ ગયા હતા.
પરંતુ જ્યારે તેમને ખબર પડી કે રાજ્યમાં ખ્રિસ્તીઓ પર હુમલા કરાઈ રહ્યા છે, બાઇબલ અને ચર્ચ બાળવામાં આવી રહ્યાં છે તો તેમણે કેસમાં હાજર થવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તેઓ આ રાજ્ય માટે કોઈ પણ મામલામાં વકીલ નહીં બને.
ખરેખર આઝાદી બાદ ભારત ધર્મનિરપેક્ષ બનવાનું સ્વીકાર કર્યું હતું, આ વાત ફલીને ખૂબ પસંદ હતી અને તેઓ ભારતને હંમેશાં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે જ જોવા માગતા હતા.
તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે તેઓ ધર્મનિરપેક્ષ ભારતમાં જ મૃત્યુ પામશે.
ફલી નરીમન ન્યાયતંત્રની સ્વતંત્રતાના હિમાયતી હતા

ઇમેજ સ્રોત, TWITTER@SURESHPPRABHU
ફલી નરીમને જ સૌપ્રથમ નેશનલ જ્યુડિશિયલ ઍપૉઇન્ટમૅન્ટ્સ કમિશનની બંધારણીય દરજ્જાને પડકાર્યો હતો.
તેમનું કહેવું હતું કે આની જોગવાઈઓને કારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને ફટકો પડશે. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે સંકળાયેલા મામલામાં તેઓ હંમેશાં સૌથી આગળ પડતી ભૂમિકા ભજવતા જોવા મળ્યા.
તેમણે હંમેશાં સ્પષ્ટપણે કહ્યું કે ધારાસભાને જજોની નિમણૂકમાં દખલ કરવાનો કે નિર્ણય લેવાનો અધિકાર ન હોવો જોઈએ.
તેમને જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રી પુરસ્કાર અપાયું ત્યારે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ કહ્યું હતું કે, "નરીમન ખરેખર સમગ્ર વિશ્વના કાયદા નિષ્ણાતો માટે અનુકરણીય છે. તેઓ ભારતના સૌથી નામાંકિત બંધારણીય વકીલો પૈકી એક છે."
તેમણે ક્યારેય ગોળગોળ વાતો નથી કરી.
ઑગસ્ટ, 2018માં રાજ્યસભાના નવા નિમાયેલા સભ્યોને સંબોધિત કરતા તેમણે કહેલું કે સાંસદ સામાન્ય લોકોની આશા, તેમની સમસ્યા અ પીડાઓનું ધ્યાન નથી રાખતા, પરંતુ તેમણે એનો અનુભવ કરવો જોઈએ કે તેઓ એક અબજ લોકોના પ્રતિનિધિ છે, જેમની આશાઓ ઘણી છે.
ફલીનું પ્રાઇવેટ બિલ

ઇમેજ સ્રોત, TWIITER@CMOFKARNATAKA
તેમણે સતત સંસદીય કાર્યવાહીમાં વારંવાર અવરોધ સર્જાવાને કારણે એવી પણ સલાહ આપી હતી કે સ્પીકરે પોતાની બેઠક પર બેઠા રહેવું જોઈએ અને ગૃહની મોકૂફીની જાહેરાત ન કરવી જોઈએ.
તેમના પ્રમાણે જો સ્પીકર પોતાની જગ્યાએ બેઠા રહેશે તો સત્ર ચાલુ રહેશે અને સાંસદોને અંતે સાંભળવું પડશે અને કાર્યવાહી નહીં રોકાય.
તેમણે નવ ચૂંટાયેલા સાંસદોને પણ કહેલું કે સંસદીય કાર્યવાહીમાં સામેલ થવું જોઈએ કારણ કે આ કામનું તેમને વળતર મળે છે.
જ્યારે તેઓ રાજ્યસભાના નૉમિનેટ કરાયેલા સભ્ય બન્યા તો તેમણે એક પ્રાઇવેટ બિલ રજૂ કરવાની કોશિ કરી હતી, જેમાં કામ નહીં તો વેતન નહીંનો પ્રસ્તાવ હતો.
પરંતુ તેમના આ બિલ પર પણ ચર્ચા ન થઈ શકી અને દરેક વખત એ લેપ્સ થતું રહ્યું.
તેમણે એ વાત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે સાંસદોને માનનીય તરીકે બોલાવાય છે, આવી સ્થિતિમાં તેમણે સાંસદોને મળતાં સન્માન અને સુવિધાઓને અનુરૂપ કામ કરવું જોઈએ.
ફલી નરીમનની સલાહ

ઇમેજ સ્રોત, TWITTER@ATTORNEYBHARTI
આજકાલ જે પ્રકારની ગંદકી રાજકારણમાં આવી ગઈ છે, એને જોતાં ફલી નરીમનની સલાહ સમજદારીપૂર્વકની હતી.
ફલીએ ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે લખેલી કેટલાંક પુસ્તકોમાં – ‘ઇન્ડિયાઝ લીગલ સિસ્ટમ – કૅન ઇટ બી સેવ્ડ’, ‘ગૉડ સેવ ધ ઑનરેબલ સુપ્રીમ કોર્ટ’ અને ‘ધ સ્ટેટ ઑફ ધ નૅશન – ઇન કન્ટેક્સ્ટ ઑફ ઇન્ડિયાઝ કૉન્સ્ટિટ્યૂશન.’
લગભગ સાડા છ દાયકા સુધી વકીલાત અને ઇતિહાસને પોતાની સામે બદલાતો જોતાં અંતિમ તબક્કામાં તેઓ ચિંતિત હતા.
તેઓ માત્ર ભારત અંગે ચિંતિત નહોતા. તેમણે એવું પણ કહ્યું હતું કે સંપૂર્ણ વિશ્વમાં કેવી રીતે લિડરશિપના સંકટના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને આનાથી માનવતાના ભવિષ્ય પર સવાલ થાય છે.
આવનારા દાયકાઓમાં ફલી નરીમન, કાયદાના વિદ્યાર્થીઓ અને વકીલાત કરનારા માટે એક રોલ મૉડલ તરીકે જળવાઈ રહેશે, કારણ કે તેમણે કાયદા અને શાસનવ્યવસ્થાના સિદ્ધાંતોને જેવી રીતે સ્થાપિત કર્યા, એવું અત્યાર સુધી કેટલાક લોકો જ કરી શક્યા છે.














