રશિયાનો એ 'રહસ્યમય શિકારી' જે શિકાર કરવા પહેલાં જ ખુદ શિકાર બની ગયો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, અબ્દુજલીલ અબ્દુરાસુલોવ
- પદ, બીબીસી ન્યૂઝ, કિએવ
પૂર્વ યુક્રેનની મહત્ત્વની ચોકીઓની નજીક આકાશમાં દેખાતી બે સફેદ રેખાઓ જોવાં મળતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રશિયન વિમાન હુમલો કરવા આવી પહોંચ્યું છે.
પરંતુ કોસ્તિયાતિન્વિકા શહેરની અંદર જે થયું તે અદ્ભૂત હતું.
જોવાં મળેલી બે રેખાઓ પૈકીની નીચેની રેખા બે ભાગમાં વહેંચાઈ ગઈ અને એક નવી ચીજ બીજી રેખા તરફ ઝડપથી આગળ વધી.
ત્યારબાદ બંનેએ એકબીજાને પાર કરી અને આકાશ નારંગી રંગથી છવાઈ ગયું.
ઘણા લોકોએ અટકળ લગાવી કે રશિયાની સેનાના બે વિમાનોએ એકબીજાને તોડી પાડ્યા છે તો કેટલાક લોકોએ માન્યું કે કોઈ યુક્રેની વિમાને રશિયાના વિમાનને તોડી પાડ્યું છે. આ બનાવ બન્યો તે યુક્રેનની મહત્ત્વની ચોકીથી માત્ર 20 કિલોમીટર દૂર હતો.
યુક્રેનીઓને કૌતુક થયું. પરંતુ થોડી જ વારમાં તેમણે આકાશમાંથી કાટમાળ પડતો જોયો.
તેમણે જોયું કે રશિયાનું નવું હથિયાર એટલે કે એસ-70 ઓખોત્નિક લડાકુ ડ્રૉન ધ્વસ્ત પડ્યું છે.
ચોંકાવનારું હથિયાર

ઇમેજ સ્રોત, Russian defence ministry
આ કોઈ સામાન્ય ડ્રૉન નહોતું. તેનું નામ છે ઓખોત્નિક(શિકારી). આ માનવરહિત ડ્રૉન કોઈ લડાકુ વિમાન માફક જ મોટું છે જેમાં માત્ર કૉકપિટ નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના વિશેની વધુ ઓળખ મુશ્કેલ છે. તેના બનાવનારાઓનો દાવો છે કે આ પ્રકારનું ડ્રૉન હાલ દુનિયામાં નથી.
બની શકે કે આ દાવો સાચો હોય. પરંતુ આ સ્પષ્ટ છે કે તે રસ્તો ભટકી ગયું હતું. તેને જોઈને લાગે છે કે વીડિયોમાં દેખાતી બીજી રેખા રશિયાના એસયુ-57 વિમાનમાંથી આવી રહી હતી.
સ્પષ્ટ દેખાય છે કે તે તેને મારવા માટે પીછો કરી રહ્યું છે.
બની શકે કે રશિયાનું વિમાન આ રસ્તો ભુલી ગયેલા ડ્રૉનનો સંપર્ક સાધવાની કોશિશ કરતું હોય. પરંતુ આ બંને યુક્રેની સંરક્ષણ વિસ્તારમાં ઊડી રહ્યાં હતાં. મનાય છે કે ઓખોત્નિક ક્યાંક દુશ્મનના હાથે ન ચડી જાય તે માટે તેને નષ્ટ કરવાનો નિર્ણય લેવાયો હોય.
જોકે, આ મામલે ન તો રશિયાએ કે ન તો યુક્રેને કોસ્તિયાતિન્વિકાની નજીક આકાશમાં થયેલા આ બનાવ વિશે કોઈ નિવેદન આપ્યું છે.
વિશ્લેષકોનું માનવું છે કે રશિયાના સૈનિકોનું આ ડ્રૉન પરથી નિયંત્રણ હઠી ગયું હોય શકે અને કદાચ આવું યુક્રેની વૉરફેયર સિસ્ટમના જામરને કારણે થયું હોય.
શું રશિયાએ ખતરનાક એસ-70 ડ્રૉન બનાવી લીધું છે?

ઇમેજ સ્રોત, Pierre Crom/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈમાં આ પ્રકારના ઘણાં ડ્રૉન સામે આવી ચૂક્યાં છે પરંતુ અત્યારસુધી એસ-70 ડ્રૉન દેખાયું નહોતું.
તેનું વજન 20 ટન હોય છે અને તે 6 હજાર કિલોમીટર સુધીની મારક ક્ષમતા માટે જાણીતું છે.
આ કોઈ તીરની માફક હોય છે અને કેટલીક હદ સુધી અમેરિકી સ્ટેલ્થ લડાકૂ ડ્રૉન ઍક્સ-47ની માફક દેખાય છે. અમેરિકાએ તેને એક દશક પહેલાં વિકસીત કર્યું હતું.
મનાય છે કે ઓખોત્નિક બૉમ્બ કે રૉકેટ લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને જમીન તથા હવા એમ બંને જગ્યાએ પોતાનાં લક્ષ્યાંકો પર હુમલો કરી શકે છે. આ ટોહી વિમાનની જેમ પણ કામ કરી શકે છે.
તેને એ પ્રકારે ડિઝાઇન કર્યું છે તે તે રશિયાની પાંચમી પેઢીનું લડાકૂ વિમાન એસયુ-57 સાથે તાલમેલ કરીને કામ કરી શકે છે.
તેને વિકસીત કરવાનું કામ 2012થી ચાલી રહ્યું હતું, 2019માં તેણે પહેલી વખત ઉડાન ભરી હતી. પરંતુ ગત સપ્તાહે એ વાતનો કોઈ પુરાવો ન મળ્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી અઢી વર્ષની લડાઈમાં તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો હોય.
એવા સમાચાર હતા કે આ વર્ષની શરૂઆતમાં તે દક્ષિણી રશિયાના અખ્તુબિન્સક ઍરફિલ્ડમાં જોવા મળ્યું હતું. યુક્રેન પર રશિયા જે હુમલો કરે છે તેમાં તે પણ સામેલ છે. તેથી કહેવાય છે કે કોસ્તિયાતિન્વિકામાં જે ડ્રૉન પડ્યું છે તે યુદ્ધના માહોલમાં નવા હથિયારને ટેસ્ટ કરવાની કોશિશનું પરિણામ હતું.
રશિયાની રણનીતિ મામલે શું કહે છે આ નવું હથિયાર

ઇમેજ સ્રોત, Getty Images
કહેવાય છે કે રશિયાની લાંબી રેન્જ ધરાવતો ગ્લાઇડ બૉમ્બ ડી-30 પણ દુર્ઘટનાસ્થળ પાસે મળ્યો છે. જે સૅટેલાઇટ નેવિગેશનનો ઉપયોગ કરવાને કારણે ખતરનાક બની જાય છે.
હવે સવાલ એ પેદા થાય છે કે ઓખોત્નિક એસયુ-57 લડાકુ વિમાન સાથે કેમ ઊડી રહ્યું હતું?
તેનો જવાબ આપતા યુક્રેની ઍવિએશન ઍક્સ્પર્ટ અનાતોલી ખરાપચિન્સિકીએ કહ્યું કે આ લડાકુ વિમાને ગ્રાઉન્ડ બેઝથી ડ્રૉનને કોઈ સિગ્નલ મોકલ્યો હશે જેથી તેના ઑપરેશનનો દાયરો વધારી શકાય.
આ લડાકુ ડ્રૉનનું નાકામ થવું નિશ્ચિત પ્રકારે રશિયાની સેના માટે મોટો ઝાટકો છે.
આ વર્ષે તેનું પ્રોડક્શન શરૂ થવાનું હતું પરંતુ હવે સ્પષ્ટ છે કે આ માનવરહિત ડ્રૉન હજુ તૈયાર નથી.
માનવામાં આવતું હતું કે એસ-70ના ચાર પ્રોટોટાઇપ બન્યા છે અને સંભવત: યુક્રેનના આકાશમાં અકસ્માતનો ભોગ બનેલા વિમાન આ ચારોમાં સૌથી ઉન્નત હોય.
હાલ ભલે તે ધ્વસ્ત થયું હોય પરંતુ યુક્રેની સેનાને આ અકસ્માતને કારણે ઓખોત્નિક મામલે વધુ જાણકારી મળી શકે છે.
અનાતોલી ખરાપચિન્સિકીએ કહ્યું, “અમને જે જાણકારી મળી છે કે શું પોતાનાં લક્ષ્યાંકોને શોધવાં તેનામાં રડાર સિસ્ટમ લાગેલી હતી. કે પછી તેનું પહેલાથી જ પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હતું જેથી તેને ખબર પડે કે ક્યાં પ્રહાર કરવાનું હતું.”
જોકે, તેનું એન્જિન નૉઝલ ગોળ છે તેથી રડાર તેને ઓળખી શકે છે. આ બાબત વિમાનમાં લાગેલાં ઘણા રિવેટ્સ પર પણ લાગુ પડે છે જે મહત્તમ એલ્યુમિનિયમનાં બનેલાં હોય છે.
તેમાં કોઈ શક નથી કે યુક્રેની એન્જિનિયર વિમાનના કાટમાળનું સંશોધન કરશે. તેમાંથી મળેલી જાણકારી યુક્રેન પશ્ચિમી દેશોને આપશે જેથી રશિયાના ભાવી આયોજનોની વધુ ભાળ મળી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












