વિરાટ કોહલીની એ સિક્સરે ચાહકોને 12 વર્ષ પહેલાં ધોનીએ મારેલી સિક્સરની યાદ અપાવી દીધી

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રવિવારે મૅચમાં શાનદાર બૉલિંગ કરનાર બૉલર મોહમ્મદ સિરાઝને કૉમેન્ટરીની ટીમે આ સવાલ કર્યો તો, તેઓ બોલ્યા, “હા. ગરદન વારંવાર ઉપર ઉઠાવવી પડતી હતી.”

વિરાટ કોહલીની કંઈક અલગ જ શૈલીની ચાહકો પણ અનુભૂતિ કરી રહ્યા હતા. ચાહકો જે બદલાવ જોઈ રહ્યા હતા, એ ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ ખુશાની લહેરરૂપે જોવા મળી હતી.

બેંગલોરની ટીમ પહેલા ફિલ્ડિંગ કરી રહી હતી અને મેદાન પર કોહલીનો જોશ અને આક્રમક શૈલી ચાહકોની ‘મનગમતી મુરાદ’ જેવી હતી જેના માટે તેઓ સ્ટેડિયમમાં આવ્યા હતા.

મૅચના ટૉપ સ્કોરર મુંબઈ ઇન્ડિયન્સના યુવા બૅટ્સમૅન તિલક વર્માએ અણનમ 84 રન બનાવ્યા, પ્લેયર ઑફ ધ મૅચ - બેંગલોરના કપ્તાન ફાફ ડૂ પ્લૅસી (73 રન) રહ્યા, પરંતુ મેદાનથી લઈને સોશિયલ મીડિયા સુધી સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીના પ્રદર્શનની થઈ.

ખુદ વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર હૅન્ડલ પર લખ્યું, “આનાથી સારી શરૂઆતની આશા ન કરી શકું.”

ગ્રે લાઇન

કોહલીની એ સિક્સરે ધોનીની યાદ અપાવી દીધી

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Twitter@imVkohli

કોહલીએ સમગ્ર મૅચમાં માત્ર એક ભૂલ કરી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જીત માટે મળેલા 172 રન ચૅઝ કરતા તે જ્યારે 7 રન પર બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે જોફ્રા આર્ચર પાસે હવામાં શૉટ ફટકાર્યો પરંતુ આર્ચર કૅચ ન પકડી શક્યા.

ત્યાર બાદ કોહલીએ બેટિંગમાં એવી આક્રમકતા દર્શાવી કે ચાહકોએ તેમને ‘કિંગ’ નામ આપી દીધું.

પહેલી વિકેટ માટે 148 રનની ભાગીદારી બાદ કપ્તાન ડૂ પ્લૅસી પેવેલિયન પરત ગયા. કાર્તિક પણ ખાતુ ન ખોલાવી શક્યા.

પરંતુ કોહલી ટકી રહ્યા. 49 બૉલમાં 6 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી તેમણે અણનમ 82 રન બનાવ્યા.

ટીમને જીત અપાવનારા કોહલીની એ સિક્સરે તેમની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર સહિત કેટલાયને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની એ ઐતિહાસિક સિક્સરની યાદ અપાવી દીધી, જે તેમણે બરાબર 12 વર્ષ પહેલાં 2 એપ્રિલ, 2011ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફટકારી હતી અને ટીમ ઇન્ડિયાને વિશ્વકપ અપાવ્યો હતો.

વિઝડન ઇન્ડિયાને કોહલીએ ફટકારેલા અણનમ 82 રનોની ઇનિંગે એક સમયે ટી20 વિશ્વક્પમાં પાકિસ્તાન વિરુદ્ધ રમેલી તેમની યાદગાર ઇનિંગની યાદ અપાવી દીધી.

ટુર્નામેન્ટમાં એ ભારતની પહેલી મૅચ હતી અને વિરાટ કોહીએ અણનમ 82 રન કર્યાં હતા. તેમની ઇનિંગે સંકટમાં ફસાયેલી ભારતીય ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો.

શરૂઆત સારી હતી પરંતુ ત્યારે કોહલી ટ્રૉફી જીતવાનું સપનું પૂરું નહોતા કરી શક્યા. ભારતીય ટીમને સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે પરાજય વેઠવો પડ્યો હતો.

આઈપીએલ-16માં દમદાર શરૂઆત પછી તમામ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે કોહલી આઈપીએલમાં ટ્રૉફી જીતવાનું મિશન લઈને જ મેદાને ઊતર્યા છે.

રેડ લાઇન
  • મુંબઈ ઇન્ડિયન્સ વિ. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર
  • રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું
  • મુંબઈ ઇન્ડિયન્સ – 171/1 (20 ઑવર) તિલક વર્મા – 84* રન, કર્ણ શર્મા – 32/2
  • રૉયલ ચેલેન્જર્સ બેંગલોર – 172/2 (16.2 ઑવર) વિરાટ કોહલી – 82 રન અણનમ, અરશદ ખાન – 28/1
  • ફાફ ડૂ પ્લૅસી - પ્લેયર ઑફ ધી મૅચ
રેડ લાઇન

આઈપીએલ ટ્રૉફી પર નજર?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

મુંબઈ વિરુદ્ધ દમદાર ઇનિંગ રમ્યા બાદ કોહલીએ કહ્યું, “મુંબઈએ 5 અને ચેન્નઈએ 4 વખત ટ્રૉફી જીતી છે, ત્યાર પછી સૌથી વધુ 8 વખત અમે આરસીબી પ્લૅઑફમાં પહોંચ્યા છીએ.”

જોકે, હજુ સુધી વિરાટ કોહલી અને આરસીબીના ભાગમાં આઈપીએલની ટ્રૉફી નથી આવી.

કોહલીએ કહ્યું, “અમે વધુ આગળ નથી જોવા માગતા. એક સમયે એક મૅચ.”

ચૅમ્પિયન ખેલાડી લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મોટાભાગે આવું જ કરે છે. દરેક પગલું સારુ નીવડે તો લક્ષ્ય પ્રાપ્ત થાય છે.

વિરાટ કોહલી આઈપીએલ16 માટે કેવી તૈયારી સાથે આવે છે, તેનો અંદાજો સિઝનની પહેલી મૅચમાં જ થઈ ગયો છે.

ગ્રે લાઇન

રોહિતનો ગૅમપ્લાન નિષ્ફળ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના ‘ઘાકડ’ કહેવાતા કપ્તાન રોહિત શર્માનો આખોય ગૅમપ્લાન નિષ્ફળ કરી દીધો.

રોહિત શર્માએ 171 રનનું લક્ષ્ય બચાવવાનું હતું. કોહલી અને ડૂ પ્લૅસીને ચોંકાવવા માટે તેમણે બૉલિંગની શરૂઆત આર્ચરની જગ્યાએ જૈસન બેહરેડૉર્ફથી કરાવી. જૈસનને સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સામેલ કર્યાં હતા. બીજી ઑવર અર્શદ ખાન પાસે કરાવી.

આર્ચર ત્રીજા બૉલર તરીકે ચોથી ઓવરમાં લવાયા. તેમણે વિરાટ કોહલીને એક મુશ્કેલમાં મૂક્યા પણ કૅચ છૂટી જવાથી તક એળે ગઈ.

4થી ઓવર સુધી કોહલી અને ડૂ પ્લૅસી લય પકડી ચૂક્યા હતા અને રોહિત શર્મા સવાલોના ઘેરામાં હતા. તેમને પૂછવામાં આવી રહ્યું હતું કે, આખરે બૉલિંગની શરૂઆત આર્ચરથી કેમ ન કરાઈ?

જોકે, કોહલી આર્ચર પર જે રીતે ભારે પડી રહ્યા હતા એટલે એ સવાલનો જવાબ કેટલીક હદે મળી રહ્યો હતો.

આ મુકાબલો વિરાટ કોહલી અને રોહિત શર્માની ટક્કર તરીકે જ ગણવામાં આવ્યો હતો અને તેમાં તમામ પ્રશંસા કોહલીના ભાગે આવી. રોહિત શર્માએ પણ મૅચ પછી તેમને શુભકામના આપી.

વળી કોહલીએ પણ હરીફ ટીમની પ્રશંસા કરી. તેમણે મુંબઈ ઇન્ડિયન્સના યુવા બૅટ્સમૅન તિલક વર્માની ખૂબ જ પ્રશંસા કરી.

બીબીસી ગુજરાતી

તિલકની પ્રશંસા અને ટીમની ટિકા

ક્રિકેટર

ઇમેજ સ્રોત, ANI

કોહલીએ કહ્યું, “તિલકે સારી બેટિંગ કરી. તેમને 171 સુધીના સ્કોર સુધી પહોંચવાનો શ્રેય આપવો જોઈએ.”

46 રનમાં અણનમ 84 રન કરનારા તિલકે આ ઇનિંગ એ સમયે રમી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે માત્ર 20 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ટીમનો સ્કોર 48 રન હતો ત્યારે ‘મિસ્ટર 360 ડિગ્રી’ સૂર્યકુમાર યાદવ પણ પેવેલિયન પરત ફર્યાં.

તિલકે સતત વિકેટ પડવાનું દબાણ પોતાના પર હાવી ન થવા દીધું. તેમણે વિકેટ પણ બચાવી અને દમદાર શોટ્સ પણ ફટકાર્યા. તેમની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 સિક્સર ફટકાર્યા.

તેમની આ ઇનિંગની જ કમાલ હતી કે પહેલા 10 ઑવરમાં 55 રન બનાવેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે છેલ્લી 10 ઑવરમાં 116 રન કર્યા હતા.

ક્રિકેટ સમીક્ષક હર્ષા ભોગલેએ તિલક વર્માને ‘ખાસ ખેલાડી’ ગણાવ્યા.

તેમણે ટ્વીટર પર લખ્યું, “મને ગયા વર્ષે એ લાગ્યું હતું. મને વિશ્વાસ છે કે હવે એ વધુ દૃઢ થઈ રહ્યો છે. તિલક વર્મા ખાસ ખેલાડી બનવા જઈ રહ્યા છે.”

તિલક વર્મા એકલા લડ્યા પરંતુ તેઓ એકલા દમ પર મૅચની તકદીર ન બદલી શકે. કપ્તાન રોહિત શર્માએ હાર માટે બૅટ્સમૅન અને બૉલર બંનેને દોષિત ઠેરવ્યા.

તેમણે કહ્યું, “આ સારી પીચ હતી પરંતુ અમે સારી બેટિંગ ન કરી. તિલકે સારો પ્રયાસ કર્યો. તેમણે આજે કેટલાક સાહસિક શૉટ રમ્યા. અમારા બૉલરોએ પણ સારી બૉલિંગ ન કરી.”

બીબીસી ગુજરાતી

રાજસ્થાનનો હલ્લા બોલ

  • રવિવારે હૈદરાબાદની રમાયેલી પહેલી મૅચ એકતરફી રહી. ગઈ સિઝનના રનર્સ-અપ રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું.
  • રાજસ્થાન રોયલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ
  • રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું
  • રાજસ્થાન રોયલ્સ – 201/5 (20 ઑવર) સંજૂ સેમસન – 55 રન, ટી નટરાજન – 23/2
  • સનરાઇઝર્સ હૈદરાબાદ – 131/8 (ઑવર) અબ્દુલ સમદ – 32 રન અણનમ, યુજવેન્દ્ર ચલહ – 17/4
બીબીસી ગુજરાતી

જોશ બટલર પ્લેયર ઑફ ધ મૅચ

રાજસ્થાનના કપ્તાન સંજૂ સેમસન 55 રન, ઑપનર જોશ બટલર 54 રન અને યશસ્વી જાયસવાલ 54 રનની તોફાની ઇનિંગે પ્રારંભિક ઑવરોમાં જ હૈદરાબાદની ટીમને મૅચ વિજયથી લગભગ દૂર કરી દીધી હતી.

સંજૂ સેમસને કહ્યું, “અમારી ટીમ સારી છે. પરંતુ કિક્રેટના આ ફૉર્મેટ અને આ લીગમાં તમે કંઈ કહી નથી શકતા. અમારું ધ્યાન સારું રમવા પર છે.”

ત્યાં વળી પહેલી મૅચમાં ખરાબ રીતે બૉલિંગ ધોવાયા પછી પોતાનું ફોર્મ પાછું મેળવવાની આશા હૈદરાબાદના કપ્તાન ભુવનેશ્વર કુમાર પણ રાખી રહ્યા છે. 

રેડ લાઇન
રેડ લાઇન