IPL 2023 : માર્ક વુડ અને અર્શદીપ સિંહની બૉલિંગથી કેવી રીતે સંભાળ્યો લખનઉ જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સનો મોરચો?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા
આઈપીએલ-16ની પોતાની પ્રથમ મૅચના પ્રથમ બૉલ પહેલાં દિલ્હી કૅપિટલ્સે પોતાના ટ્વિટર હૅન્ડલ પર એક તસવીર ટ્વીટ કરી.
આ તસવીર એક જર્સીની હતી. 17 નંબરની એ જર્સી પર લખ્યું હતું 'ઋષભ'.
તસવીરની કૅપ્શન હતી, "હંમેશાં અમારા ડગઆઉટમાં છો, હંમેશાં અમારી ટીમમાં છો".
દિલ્હી કૅપિટલ્સ માટે 17 નંબરની આ જર્સી ઋષભ પંત પહેરે છે. ગત વર્ષે એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પંત હજી સુધી સંપૂર્ણ રીતે ફીટ નથી અને હાલ ટીમનો ભાગ પણ નથી.
ઋષભ પંતની જર્સીની તસવીર પોસ્ટ કરીને ટીમ તેમની સાથે એકજુટતા દેખાડી રહી હતી અને ઘણા ટ્વિટર યુઝર્સે તેને વખાણી હતી.
દિલ્હી કૅપિટલ્સનો વિચાર એ પણ રહ્યો હોય કે ટીમના અન્ય સ્ટાર બૅટ્સમૅનો પ્રેરિત થાય, બેટિંગનું સ્તર ઉપર ઉઠાવીને ઋષભ પંતની ગેરહાજરીની ભરપાઈ કરે.

ઇમેજ સ્રોત, TWITTER/@DELHICAPITALS

વુડનું અદ્વિતિય પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI
લખનઉ સુપરજાયન્ટ્સ માટે રમતા ખેલાડી માર્ક વુડે 14 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી.
તેમણે કહ્યું, "ગઈ વખતે જ્યારે હું અહીં (આઈપીએલ)માં આવ્યો ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમતો હતો. તે વખતે મારું પ્રદર્શન સારું રહ્યું ન હતું. એટલે આ વખતે હું કોઈ બાંધછોડ રાખવા માગતો ન હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
193 રનોનો ટાર્ગેટ બચાવી રહેલી લખનઉ સુપરજાયન્ટ્સના કૅપ્ટન કેએલ રાહુલે માર્ક વુડને પાંચમા બૉલર તરીકે અજમાવ્યા. પરંતુ તેઓ શનિવાર યોજાયેલી બે મૅચોનો ભાગ રહેલી ચારેય ટીમોમાં સૌથી ઉત્કૃષ્ટ બૉલર સાબિત થયા.
તોફાની ઝડપ અને વિરોધી બૅટ્સમૅનના મનમાં ડર પેદા કરનારી અસર ધરાવતા વુડે પોતાની પ્રથમ ઓવરથી જ દિલ્હીના બૅટ્સમૅનોને ડગમગાવી દીધા હતા.
પ્રથમ ઓવરના ત્રીજા બૉલ પર તેમણે પૃથ્વી શૉની ગિલ્લી ઉડાવી. તેના પછીના જ બૉલ પર મિચેલ માર્શને ક્લીન બોલ્ડ કર્યા. તેઓ તો ખાતું પણ ખોલી શક્યા ન હતા.
વુડે પોતાની બીજી ઓવરમાં ઘરેલુ ક્રિકેટમાં પોતાના જોરદાર પ્રદર્શનથી તમામ લોકોનું ધ્યાન ખેંચનારા સરફરાઝ ખાનને પોતાનો શિકાર બનાવ્યો.
ફેબ્રુઆરીમાં યોજાયેલા ઑક્શન દરમિયાન લખનઉએ તેમને સાડા સાત કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા, ત્યારે તેમણે કહ્યું, "આ લગભગ અવાસ્તવિક લાગે છે."
લખનઉ સાથેથી પોતાની પ્રથમ મૅચમાં તેમણે બતાવી દીધું કે તેઓ 'અવિશ્વસનીય પ્રદર્શન' પણ કરી શકે છે.

IPL 2023: લખનઉ સુપરજાયન્ટ્સ vs દિલ્હી કૅપિટલ્સ
- લખનઉ સુપરજાયન્ટ્સે દિલ્હી કૅપિટલ્સને 50 રનોથી હરાવ્યું
- લખનઉ સુપરજાયન્ટ્સ - 193/6 (20 ઓવર) કાઇલ માયર્સ - 73 રન, ખલીલ અહમદ 30/2
- દિલ્હી કૅપિટલ્સ - 143/9 (20 ઓવર) ડેવિડ વૉર્નર 56 રન, માર્ક વુડ - 14/5
- માર્ક વુડ - પ્લેયર ઑફ ધ મૅચ

કૅપ્ટન કેએલ રાહુલ તો વુડ પર ફિદા થઈ ગયા હતા.
પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરાયેલા વુડ માટે તેમણે કહ્યું, "આજે વુડનો દિવસ હતો. આ કોઈ પણ ફાસ્ટ બૉલરનું સપનું હોય છે. જ્યારે કોઈ આ પ્રકારે પ્રદર્શન કરે છે તો તેની અસર ટીમ અને મૅચના પરિણામ પર જોવા મળે છે."

ઝડપ અને લૅન્થ પડી ભારે

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના કૅપ્ટન ડેવિડ વૉર્નર પણ વુડના વખાણ કરવામાં પાછા ન હઠ્યા.
તેમણે કહ્યું, "વુડ એક અસાધારણ બૉલર છે. આજે રાત્રે તેમણે પોતાનું સાચું ટેલેન્ટ અને અનુભવ દેખાડ્યો."
માર્ક વુડે આ કમાલ એવી પીચ પર બતાવ્યો જે બૅટ્સમૅનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. તેમની ટીમનાં જ ઓપનર કાઇલ માયર્સે માત્ર 28 બૉલમાં 73 રન ફટકારીને એ વાત સાબિત કરી દીધી હતી.
વુડનો જાદુ ચાલ્યો એ પહેલાં લખનઉના મેદાનમાં માયર્સના ચોગ્ગા અને છગ્ગા જ ગૂંજી રહ્યા હતા.
વુડની ઝડપ અને લૅન્થ પીચ અને વાતાવરણ બંને પર ભારે પડી. પૃથ્વી શૉ અને માર્શની વિકેટ લેનારા બૉલની સ્પીડ 147 કિલોમિટર પ્રતિકલાક હતી.
ક્રિકેટ સમીક્ષકોથી લઈને ટ્વિટર યુઝર્સ વુડના પ્રદર્શનની વાહવાહી કરી રહ્યા હતા. પોતાની પ્રથમ ઓવર સાથે જ તેઓ ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં સામેલ થઈ ગયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગંભીરના વખાણ
દિલ્હી સામેની મૅચ દરમિયાન ચર્ચા લખનઉના મૅન્ટોર ગૌતમ ગંભીરની પણ થઈ.
દિલ્હીના ડગઆઉટમાં રિકી પૉન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજો હાજર હતા, પરંતુ શનિવારની રાત ગૌતમ ગંભીરના નામે રહી.
લખનઉની ઇનિંગ દરમિયાન આયુષ બડોનીની જગ્યાએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મેદાનમાં મોકલાયેલા કૃષ્ણપ્પા ગૌતમે જે છેલ્લો એક બૉલ બાકી રહ્યો હતો, તેના પર છગ્ગો ફટકાર્યો હતો.
આ ઉપરાંત ચાર ઓવરમાં માત્ર 23 રન આપનારા ગૌતમ ઘણા સારા બૉલર પણ રહ્યા. મૅન્ટોર ગંભીરના આ નિર્ણયના લીધે તેમની ખૂબ વાહવાહી થઈ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

પંજાબ કિંગ્સનો કમાલ

ઇમેજ સ્રોત, ANI
શનિવારે મોહાલીમાં રમાયેલી મૅચમાં જીત પંજાબની થઈ.
વરસાદના કારણે પ્રભાવિત આ મૅચનો નિર્ણય ડકવર્થ લુઈસ મુજબ આવ્યો અને પંજાબની ટીમને કોલકાતા નાઇટરાઇડર્સ પર સાત રનોથી જીત મળી.

IPL 2023: પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઇટરાઇડર્સ
- પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટરાઇડર્સને સાત રન (ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત) હરાવ્યું
- પંજાબ કિંગ્સ - 191/5 (20 ઓવર), રાજપક્ષે- 50 રન, ટિમ સાઉદી- 54/2
- કોલકાતા નાઇટરાઇડર્સ - 146/7 (16 ઓવર), આંદ્રે રસલ- 35 રન, અર્શદીપ સિંહ- 19/3
- અર્શદીપ સિંહ - પ્લેયર ઑફ ધ મૅચ
કોલકાતાને પરાસ્ત કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો પંજાબના બૉલર અર્શદીપનો. તેમણે માત્ર 19 રન આપીને ત્રણ વિકેટ લીધી. તેમની પહેલાં ભાનુકા રાજપક્ષે (50 રન) અને કૅપ્ટન શિખર ધવન (40 રન)ની ઇનિંગના દમ પર પંજાબની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ પર 191 રન બનાવવામાં સફળ રહી.
કોલકાતા તરફથી આંદ્રે રસલ (35 રન) અને વૅંકટેશ અય્યર (34 રન) સિવાય કોઈ બૅટ્સમૅન ચાલ્યા નહીં. કોલકાતાની ઇનિંગમાં 16મી ઓવર બાદ વરસાદ પડતા મૅચ રોકવી પડી. તે સમયે કોલકાતાનો સ્કોર હતો સાત વિકેટના નુકસાને 146 રન.
કોલકાતાના ઑલરાઉન્ડર સુનીલ નારાઇન કંઈ સારું પ્રદર્શન બતાવી શક્યા નહીં પણ મૅચની ભોજપુરી કૉમેન્ટરી કરી રહેલા સંસદસભ્ય રવિ કિશને તેમનો ઉલ્લેખ કંઇક એવી રીતે કર્યો કે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો.
કૉમેન્ટરીનો આ નવો અંદાજ પણ આઈપીએલ ફૅન્સને પસંદ આવી રહ્યો છે.















