You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમમાં માત્ર 'દિલ' જ નથી ધડકતું, શરીર 27 પ્રકારના પ્રેમનો કરે છે અનુભવ, સંશોધનમાં દાવો
હૃદયને લગતી બીમારીઓ અને બ્લડ પ્રેશર કે સ્ટ્રેસના અનુભવોને બાજુમાં મૂકીને જો આપણે પ્રેમના અનુભવની વાત કરીએ તો પ્રેમ માટે એમ કહેવાય કે તમારું ‘દિલ જોરથી ધડકવા’ લાગે છે.
જોકે તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે, શરીરમાં પ્રેમની અનુભૂતિ માત્ર ‘દિલ ધડકવા’ સુધી જ મર્યાદિત નથી. આપણું શરીર જુદા જુદા પ્રકારના પ્રેમનો એક નહીં, બે નહીં, પૂરા 27 પ્રકારે અનુભવ કરી શકે છે.
તમને આ વાત આશ્ચર્યજનક લાગી હશે એટલે જ આ બાબતે વિગતવાર વાત કરીએ.
સંશોધકોએ માનવ શરીરનો એક એવો મૅપ બનાવ્યો છે, જે પ્રેમના અલગ-અલગ અનુભવો અને તેની તીવ્રતા દર્શાવે છે.
ફિનલૅંડની આલ્ટો યુનિવર્સિટીના સંશોધકોએ આ મૅપ બનાવવા માટે સેંકડો લોકો પર કરાયેલા સર્વેના આંકડાનો ઉપયોગ કર્યો છે.
આ લોકો પાસેથી 27 અલગ અલગ પ્રકારના પ્રેમના અનુભવો અંગે જાણકરી એકઠી કરાઈ હતી.
ઉદાહરણ તરીકે રોમૅન્ટિક પ્રેમ, સેક્સ્યુઅલ પ્રેમ, માતાપિતાનો પ્રેમ, મિત્રો પ્રત્યેનો પ્રેમ, અજાણ્યા, પ્રકૃતિ, ઈશ્વર અથવા પોતાની જાતનો પ્રેમ.
આ લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમને પોતાના શરીરમાં અલગ અલગ પ્રકારના પ્રેમનો અહેસાસ થાય છે? અને શારીરિક અને માનસિક રીતે તેને કેટલી તીવ્રતાથી અનુભવો છો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિણામોથી ખબર પડી કે અલગ અલગ પ્રકારના પ્રેમમાં નબળાઈથી લઈને સશક્ત થવાની એક નિરંતરતા જોવા મળે છે.
આ સર્વેને એક સાયન્સ જર્નલ 'ફિલૉસૉફીકલ સાઇકોલૉજી'માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
પ્રેમની તીવ્રતા
સંશોધકોએ જણાવ્યું કે પ્રેમની તીવ્ર લાગણી આખા શરીરમાં અનુભવાયો હતો. એની ખબર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહેલી યુવતીઓની પ્રતિક્રિયાથી પડી.
આ સર્વેના સંયોજક ફિલસુફ પાર્ટિલી રિને કહ્યું, “જોકે, એ નવાઈ પમાડે તેવી વાત નથી પણ ધ્યાન આપવા જેવી વાત છે કે નજીકના સંબંધો સાથે જોડાયેલા પ્રેમનો અહેસાસ એક જેવો છે, અને તે સૌથી તીવ્ર અનુભવાય છે.”
સર્વેમાં ભાગ લેનારાને માનવ શરીરની એક આકૃતિમાં રંગ ભરવાનું કહેવાયું કે જેથી એ જણાવી શકે કે શરીરના કયા ભાગમાં કયા પ્રકારના પ્રેમનો અહેસાસ પેદા થયો અને શારીરિક અને માનસિક રીતે તેમને અલગ અલગ રીતે કેવી રીતે અનુભવાયો. આ અહેસાસ કેટલો સુખદ હતો. અને સ્પર્શ સાથે તેનો શું સંબંધ હતો.
અંતમાં તેમને પ્રેમના પ્રકારો વચ્ચેની સામ્યતાને રેટિંગ આપવાનું કહેવાયું.
રિનેએ કહ્યું “પ્રેમના એ પ્રકાર જે ખાસ કરીને એક બીજાના નજીક હોય છે, તેમાં સેક્સ્યુઅલ અને રોમૅન્ટિક પાસાં હોય છે. ”
સંશોધકોનું કહેવું છે કે બધા જ પ્રકારના પ્રેમનો માથામાં વધુ અનુભવ થયો. પણ તેમની તીવ્રતા શરીરના અલગ અલગ ભાગમાં અલગ અલગ હોય છે. કેટલાકની અસર છાતીમાં થાય છે. જ્યારે બાકીને આખા શરીરમાં અનુભવી શકાય છે.
દિલથી દિમાગ સુધી અસર
રિને કહ્યું “ભાવનાની શારીરિક અને માનસિક તીવ્રતા અને તેના સુખદ અનુભવો વચ્ચે ગાઢ સંબંધની ખબર પડવી પણ પસપ્રદ વાત છે.”
“પ્રેમનો અહેસાસ શરીરમાં જેટલો વધુ હોય છે એટલો જ વધુ માનસિક રીતે અનુભવ કરી શકાય છે. અને તે વધુ સુખદ છે.”
તેમના મુજબ “જ્યારે આપણે તીવ્ર અનુભૂતિવાળા પ્રેમથી ઓછા તીવ્ર અનુભૂતિવાળા પ્રેમનો અનુભવ કરીએ છીએ તો છાતીમાં ઉત્તેજના પણ સતત ઓછી થતી જાય છે. ”
એવું કદાચ એટલા માટે થાય છે, કારણ કે અજાણ્યા લોકો માટે પ્રેમ વિચારની પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે.
એ એટલા માટે પણ થઈ શકે છે કે માથામાં સુખદ અનુભવ થાય છે.
રિને કહ્યું કે આ અંગે વધુ તપાસ થવી જોઈએ.
રિને એ પણ ધ્યાન આપ્યું કે પ્રેમમાં સાંસ્કૃતિક તફાવત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તેમના અનુસાર “જો આ જ સર્વે વધુ ધાર્મિક સમુદાયમાં કરવામાં આવ્યો હોત તો ઈશ્વર પ્રત્યે તેમને અનુભવાતો પ્રેમ વધુ તીવ્ર હોત.”
"એ જ રીતે જો સંબંધ માતાપિતાનો હોય તો તે લોકો પોતાનાં બાળકો માટે સૌથી વધુ પ્રેમનો અનુભવ કરશે."