'એક હજાર બાળકો'નો પિતા, જેને પોતાને ખબર નથી કે તેના વીર્યથી ખરેખર કેટલાં બાળકો જન્મ્યાં

જોનાથન જેકબ મીજેર, 1000 બાળકોનો પિતા

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, જોનાથન જેકબે નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટરીમાં ભાગ લેવાની ના પાડી

આ કહાણી ભારતમાં બનેલી ફિલ્મ 'વિકી ડોનર'ની યાદ અપાવે છે. એક વ્યક્તિ પર 1000 જેટલાં બાળકોના જન્મમાં ફાળો આપવાનો આરોપ છે. અમે વાત કરી રહ્યા છીએ જોનાથન જેકબ મીજેરની.

43 વર્ષની આ વ્યક્તિ 2017માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે નેધરલૅન્ડની એક કોર્ટે તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો અને પ્રજનન ક્લિનિક્સમાં તેમના વીર્યદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો.

જોનાથન પર 'આરોપ' છે કે તેમણે એકલાએ નેધરલૅન્ડનામાં વીર્યદાન કરીને 100 બાળકોના જન્મમાં તેમનું 'યોગદાન' આપ્યું છે જ્યારે ત્યાં વીર્ય દાતા માટેના કાયદામાં ફક્ત 25 બાળકો સુધી જ તેમની વીર્યદાનની 'પ્રવૃત્તિ'ને સીમિત રાખવાની જોગવાઈ છે.

બીજી બાજુ, જોનાથનનું કહેવું છે કે તેમણે કંઈ પણ ખોટું નથી કર્યું અને તેમના વીર્યદાન કરવાથી સેંકડો લાકોના જીવનમાં ખુશી આવી છે.

વીર્ય દાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેધરલેન્ડમાં એક વ્યક્તિ માત્ર 25 બાળકો માટે વીર્ય દાન કરી શકે છે.

સાલ 2023માં જોનાથન ફરી ચર્ચામાં આવ્યા જ્યારે એ જાણકારી સામે આવી કે તેમણે લગભગ 1000 બાળકોનાં જન્મમાં 'ફાળો' આપ્યો.

જોનાથન સામેના આરોપો પરથી જાણવા મળ્યું છે કે તેમણે ભૂતકાળમાં કેટલાં બાળકો માટે વીર્યદાન કર્યું છે તે અંગે તેમણે સેંકડો પરિવારો સાથે જાણી જોઈને ખોટું બોલ્યું હતું.

અમુક દિવસ પહેલાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી નવી ડૉક્યુમેન્ટરી સિરીઝમાં જોનાથનના વીર્યનો ઉપયોગ કરનાર ઘણી મહિલાઓએ આ મામલે તેમનો પક્ષ મૂક્યો છે.

ડૉક્યુમેન્ટરીમાં આ મહિલાઓએ જણાવ્યું છે કે જોનાથનની ચાલાકી કેવી રીતે પકડમાં આવી.

તેમાંથી એક મહિલાએ જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે જોનાથનનાં કેટલાં બાળકો છે તે જોઈને તેમને છેતરાયાં હોવાનો અનુભવ થાય છે. તેઓ ઉદાસ અને ક્રોધિત છે.

નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરીમાં ભાગ લેવાથી જોનાથને ઇનકાર કરી દીધો પરંતુ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે તેમની સામેના આરોપોને ફગાવી દીધા છે અને પોતાના વીર્ય પ્રાપ્ત થવાથી 'ઘણા લોકો ખુશ છે' એમ કહીને પોતાના વર્તનનો બચાવ કર્યો છે.

જોનાથનનું વીર્યદાન

જોનાથનનું વીર્ય દાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેધરલેન્ડની એક કોર્ટનું કહેવું છે કે જોનાથન જેકબના સ્પર્મ ડોનેશનથી લગભગ 1000 બાળકોનો જન્મ થયો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોનાથન લગભગ 17 વર્ષ સુધી વીર્યદાન કરતા રહ્યા. ઘણા કિસ્સામાં તેમણે ગુપ્તતા જાળવીને આ કર્યું. ઘણીવાર ફર્ટિલિટી ક્લિનિકથી વીર્ય આપવાને બદલે સીધા પરિવારો સાથે જ ડીલ કરી લીધી.

નેધરલૅન્ડમાં તેમણે 102 બાળકોનાં જન્મમાં ફાળો આપ્યો. તેના માટે 11 ફર્ટિલિટી ક્લિનિક્સે તેમની પાસેથી વીર્ય લીધું હતું.

નેધરલૅન્ડમાં તેમના પર 2017થી જ વીર્યદાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ તેઓ 2023 સુધી દેશથી બહાર તેમનું વીર્ય મોકલતા રહ્યા હતા.

તે જ વર્ષમાં એક મહિલા અને એક સંગઠનએ તેમની વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો છે.

અરજદારોનો દાવો છે કે જોનાથનની આ હરકતના કારણે તેમનાં બાળકોને ઇન્સેસ્ટ (સગા-સંબધી વચ્ચે યૌન સંબંધ)નું જોખમ વધી રહ્યું છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં જોનાથને કબૂલાત કરી છે કે તે 550થી 600 બાળકોનાં જન્મ માટે જવાબદાર છે.

જો કે, કોર્ટનું કહેવું છે કે 'ઘણા ઉપખંડોમાં જોનાથનના લગભગ એક હજાર બાળકો છે.'

આખરે જોનાથનના મામલા વિશે સુનાવણી કરી રહેલા જજે તેમના વધુ માતા-પિતા માટે વીર્યદાન કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.

અદાલતે એવું કહ્યું છે કે દરેક વીર્યદાન માટે તેમના પર એક લાખ ડૉલરનો દંડ કરવામાં આવશે.

'દ મૅન વિથ 1000 કિડ્સ'

the men with 1000 kids, દ મેન વિદ 1000 કિડ્સ

ઇમેજ સ્રોત, NETFLIX

નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી સિરીઝનું નામ છે 'ધી મૅન વિધ 1000 કિડ્સ'.

આ ડૉક્યુમેન્ટરીમાં ઘણા એવા પરિવારો અને મહિલાઓના ઇન્ટરવ્યૂ સામેલ કરવામાં આવ્યા છે જેમને જાણ થઈ કે તેમને વીર્યદાન કરનાર જોનાથન જેકબનાં પહેલાંથી સેંકડો બાળકો છે.

તેમનો આરોપ છે કે વીર્યદાન દરમિયાન જોનાથને આ જાણકારી તેમનાંથી છુપાવી છે.

આ મહિલાઓમાંથી એક માતા જણાવે છે કે, "હું ખૂબ જ દુઃખી છું કારણ કે વીર્યદાન સમયે તેમણે એમ કહ્યું હતું કે તેઓ પાંચ પરિવારોને વીર્ય આપી રહ્યા છે."

નતાલી નામનાં આ મહિલાએ બીબીસી સાથે વાત પણ કરી.

નતાલી જણાવ્યું કે તેમના દાતાએ જે કર્યું છે તેની જાણકારી તેમને પ્રેસ દ્વારા મળી છે.

તેઓ કહે છે કે, "સૌથી મોટી વાત એ છે કે આ બાળકો એક દિવસ મળશે, તેઓ એક બીજાના પ્રેમમાં પડશે કારણ કે તેમને એકબીજામાં સમાનતા દેખાશે અને તેમને એ વાતની જાણ નહીં હોય કે તેમનો જન્મ એક જ વીર્યદાતાથી થયો છે."

પરંતુ જોનાથનનું કહે છે કે ડૉક્યુમેન્ટરીમાં એવા લોકોની વાત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેઓ તેમના વીર્યદાનથી 'અસંતુષ્ટ' છે અને ઘણા એવા પરિવારો છે જે તેમના વીર્યદાનના 'આભારી' છે તેમની અવગણના કરી છે.

the man with 1000 kids

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, સુઝેન (ડાબે) અને નતાલી તે મહિલાઓમાં સામેલ છે જેમને જેનાથનના વીર્યદાન દ્વારા ગર્ભધારણ કર્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું કે, "નેટફ્લિક્સે જાણી જોઈને ડૉક્યુમેન્ટરીનું નામ 'ધ મેન વીથ 1000 કિડ્સ' રાખ્યું છે જ્યારે તેનું નામ 'ધ સ્પર્મ ડોનર હૂ હેલ્પડ ફેમિલિઝ કંસીવ 550 ચિલ્ડ્રન' (એ વીર્યદાતા જેમણે 550 બાળકોનાં ગર્ભધારણમાં પરિવારોની મદદ કરી) હોવું જોઈતું હતું."

જોનાથનએ બીબીસીને એ પણ કહ્યું કે સેંકડો બાળકોના જન્મ માટે મહિલાઓને ગર્ભધારણ માટે વીર્યદાન કરવામાં તેમને "કંઈ પણ ખોટું નથી લાગતું".

તે તેમના વીર્યમાંથી જન્મેલાં બાળકો વચ્ચે જાતીય સંપર્કની શક્યતાઓને પણ નકારે છે કારણ કે તેમણે કોઈ દાતાને ઓળખ છુપાવી નથી.

તે કહે છે કે, "હું તમને ખાતરી આપી શકું છું કે સસ્તી ડીએનએ ટેસ્ટ કિટ હવે ઉપલબ્ધ છે અને મારો રેકૉર્ડ ડીએનએ ડેટાબેઝમાં છે જેથી કોઈ પણ મને શોધી શકે."

જોનાથને કહ્યું છે કે તે નેટફ્લિક્સ સામે કેસ દાખલ કરશે. નેટફ્લિક્સે જોનાથનના આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

સિરીઝના ઍક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર નતાલી હિલે જણાવ્યું હતું કે તેણે આ ડૉક્યુમેન્ટરી માટે સંશોધન કરવામાં ચાર વર્ષ ગાળ્યાં હતાં અને લગભગ 50 અસરગ્રસ્ત પરિવારો સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "પચાસ પરિવારોએ તેના જુઠ્ઠાણા અંગે કોર્ટમાં ચોંકાવનારાં નિવેદનો આપ્યાં છે. તેઓએ જજને જોનાથનને વીર્યદાન કરતા રોકવા માટે પ્રાર્થના કરી. અમે આ મુદ્દા પર જોનાથનનો પક્ષ ડૉક્યુમેન્ટ્રીમાં સામેલ કરવા તૈયાર છીએ."

આ આર્ટિકલ બીબીસીની સ્પેનિશ ભાષાની વેબસાઇટથી લેવામાં આવી છે.