લગાનનો કચરોઃ ફિલ્મોમાં દલિત પાત્રોને શું જાતિવાદી દર્શાવાય છે?

દૃશ્ય

ઇમેજ સ્રોત, LAGAAN FILM

ઇમેજ કૅપ્શન, આમિર ખાનની ફિલ્મ ‘લગાન’નું દૃશ્ય
    • લેેખક, વંદના
    • પદ, બીબીસી ન્યૂઝ

“કચરા યે ખેલ કી આખિરી ગેંદ હૈ. હમકો અભી જીતને કે લિયે પાંચ દૌડ બાકી હે. તુજે હી ગેંદ સીમા પાર કરની હોગી, કચરા. નહીં તો તીન ગુના લગાન. હમ સબકી જિંદગી તોહરે હાથ મેં હે, કચરા, કુછ કર કચરા.”

આ દૃશ્ય આમિર ખાનની ફિલ્મ ‘લગાન’નું છે, જેમાં કચરા નામનું એક ગ્રામીણ દલિત પાત્ર હતું.

કચરાના પાત્ર સંદર્ભે અગાઉ ઝોમેટો કંપનીએ એક જાહેરાત બહાર પાડી હતી. તેને કેટલાક લોકોએ જ્ઞાતિવાદી ગણાવી પછી કંપનીએ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.

આ સંદર્ભમાં સવાલ થાય કે 2001માં પ્રદર્શિત થયેલી લગાન ફિલ્મમાં કચરાનું પાત્ર ખરેખર જ્ઞાતિવાદી છે?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લગાનમાં કચરાનું પાત્ર અભિનેતા આદિત્ય લાખિયાએ ભજવ્યું હતું. આદિત્ય કહે છે, “કચરાનું પાત્ર બહુ મજબૂત છે. કચરાના દલિત પાત્રને અમાનવીય રીતે દર્શાવવામાં આવ્યું છે, તેવું લગાન રિલીઝ થઈ ત્યારે કોઈએ કહ્યું ન હતું તો પછી આજે 25 વર્ષ પછી તે અમાનવીય કેવી રીતે થઈ ગયું?”

આદિત્યના કહેવા મુજબ, “એ પાત્ર 1893નું છે. એ સમયના હિસાબે કચરાનું પાત્ર બહુ સમકાલીન હતું. ઝોમેટોની જાહેરાતથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેને પાછી ખેંચી લેવામાં આવી તે યોગ્ય છે. હા. ખરાબ જરૂર લાગ્યું, કારણ કે અમારો વિચાર સારો હતો.”

“આશુતોષ ગોવારીકરની ઑસ્કર માટે મોકલવામાં આવેલી ફિલ્મ લગાનમાંનું કચરાનું પાત્ર સિનેમાના ઇતિહાસના સૌથી અમાનવીય પાત્રો પૈકીનું એક છે,” એવી ટ્વીટ દિગ્દર્શક નીરજ ઘાયવાને કરી ત્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ચંદ્રભાણ પ્રસાદ અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીમાં એફિલિયેટેડ સ્કોલર છે. તેઓ કહે છે, “પહેલાં દલિતોનાં નામ એવાં રાખવામાં આવતાં હતાં કે જેને સાંભળીને જ ચીતરી ચડે. જેમ કે પડોહ (ગટર), કતવારુ (કચરો). તેથી આમિર ખાનની ફિલ્મમાં કે ઝોમેટોની જાહેરાતમાં પાત્રનું નામ કચરો રાખવામાં આવ્યું હોય તો તમે સમજી શકો કે આમિર ખાને એ જાણીજોઈને નહીં કર્યું હોય. તેમના માટે એ સ્વાભાવિક વિચારનો એક ભાગ છે. તેને પર્મેનેન્ટ રિકોલ કહેવાય, કારણ કે તે વર્ષોથી ચાલી રહ્યું છે.”

અલબત્ત, કચરાના પાત્રને બાજુ પર રાખીને એ વિચારવું જોઈએ કે હિન્દી ફિલ્મોમાં દલિતોને કેટલા અને કેવા દેખાડવામાં આવ્યા છે?

જ્ઞાતિ સંબંધી મુદ્દા વિશે અનેક ફિલ્મો બનાવી ચૂકેલા દિગ્દર્શક નાગરાજ મંજુલેએ 2022માં ‘ઝૂંડ’ બનાવી હતી. તેમાં આંબેડકરવાળા દૃશ્ય બાબતે બહુ ચર્ચા થઈ હતી.

બીબીસી સાથે વાત કરતાં નાગરાજ મંજુલે કહે છે, “અમિતાભ બચ્ચન જેવો કોઈ આટલો મોટો હીરો બાબાસાહેબ સામે હાથ જોડીને ઊભો હોય તેવું કદાચ પહેલી વાર બન્યું હતું. મારા માટે તે ગર્વની વાત હતી.”

ગ્રે લાઇન

‘અછૂત કન્યા’થી ‘સુજાતા’ સુધી

લગાન ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લગાન ફિલ્મનું પોસ્ટર

જ્ઞાતિ અને સિનેમાને સમજવા માટે ભારતમાં સિનેમાના ઇતિહાસ પર નજર કરવી પડશે. અહીં આઝાદી પહેલાં બનેલી ‘અછૂત કન્યા’ ફિલ્મ યાદ આવે છે. તેમાં અશોકકુમારનું પાત્ર ઊંચી જ્ઞાતિનું હતું, જ્યારે દેવિકા રાણીનું પાત્ર દલિત કન્યાનું હતું. એ કારણે બન્નેનાં લગ્ન થઈ શકતાં નથી.

ફિલ્મના અંતે રેલવે ટ્રેક પાસે દેવિકાના પતિ અને અશોકકુમાર વચ્ચે જોરદાર ઝઘડો થાય છે. એ બન્નેને બચાવવાના પ્રયાસમાં દેવિકા રાણીના શરીર પર ટ્રેન ફરી વળે છે. જ્ઞાતિવાદની કિંમત આખરે એ દલિત કન્યા જ ચૂકવે છે.

આઝાદ ભારતમાં 1959માં બિમલ રોયે જ્ઞાતિ પર આધારિત ફિલ્મ બનાવી હતી. તેમાં નાયિકા નૂતનને એક એવી દીકરીની ભૂમિકા આપવામાં આવી હતી, જેને બ્રાહ્મણ પરિવારે દત્તક લીધેલી છે, પરંતુ માતા નૂતનનો સ્વીકાર દિલથી ક્યારેય કરી શકતી નથી, કારણ કે તે ‘અછૂત’ પરિવારની છે.

આખરે નૂતન પોતાનું લોહી આપીને તે માતાનો જીવ બચાવે છે ત્યારે મા તેનો સ્વીકાર કરે છે. પોતાને સ્વીકાર્ય બનાવવા માટે નૂતને ખુદને પ્રામાણિક સાબિત કરવી પડે છે.

ગ્રે લાઇન

કાબેલ દલિત પાત્રોની ઓછપ તો નથી જ

આદિત્ય લાખિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આદિત્ય લાખિયા

ચંદ્રભાણ પ્રસાદ સવાલ કરે છે કે ફિલ્મોમાં દલિતની વાત કરવામાં આવે છે ત્યારે તેની છબી નિર્બળ, નિષ્ફળ, ફાટેલા હોઠ હોય, નિસ્તેજ ચહેરો હોય અને તેનું નામ કચરો હોય એવી જ કેમ હોય છે? કોઈ દલિત હેન્ડસમ કેમ નથી હોતો કે વિજેતા કેમ નથી હોતો?

તેમના જણાવ્યા મુજબ, દલિતોના શોષણનું વાસ્તવિક ચિત્રણ જરૂરી છે, પરંતુ તે વાસ્તવિકતા સબ્જેક્ટિવ હોય છે.

પોતાનો તર્ક સમજાવતાં તેઓ કહે છે, “ભારતના ઇતિહાસમાં એવા સફળ, કાબેલ દલિત આઈકન નથી કે જેમના વિશે ફિલ્મો બની શકે? બાબુ જગજીવન રામ ભારતના ટોચના નેતા હતા. બેટલ ઑફ કોહિમામાં ચમાર રેજિમેન્ટનું યોગદાન મહત્ત્વનું છે. ગુરુ રવિદાસે શાસ્ત્રાર્થમાં બધાને હરાવ્યા હતા. આ બધા તો છે.”

ગ્રે લાઇન

‘અંકુર’ ફિલ્મે રોપ્યું વિદ્રોહનું બીજ

અંકુર ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, ANKUR

ઇમેજ કૅપ્શન, અંકુર ફિલ્મનું પોસ્ટર

વાસ્તવમાં 70 અને 80ના દાયકામાં સમાંતર સિનેમાનું જોર હતું ત્યારે દલિતોનું શોષણ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યું હોય એવી અનેક ફિલ્મો બની હતી.

શ્યામ બેનેગલે 1974માં બનાવેલી ‘અંકુર’ ફિલ્મમાં શબાના આઝમી (લક્ષ્મી) અને તેનો મૂંગો, શરાબી પતિ જ્ઞાતિ, જાતિ અને સત્તાના નામે કરવામાં આવતા શોષણનો ચહેરો છે.

ગામનો યુવાન જમીનદાર ભણેલો છે. તે શબાનાને ભોજન બનાવવા માટે નોકરીએ રાખે છે, પરંતુ ગામના લોકો તેની વિરુદ્ધમાં છે. શબાના અને જમીનદાર વચ્ચે સંયોગવશ સંબંધ બંધાય છે, પરંતુ એક દલિત સ્ત્રીના સંતાનનો પિતા બનવાનું જમીનદારને સ્વીકાર્ય નથી. પછી લક્ષ્મીનો પતિ ગામમાં આવે છે ત્યારે જમીનદાર તેને કોરડાના ફટકા મરાવે છે.

આ બધું નિહાળી રહેલો એક નાનો છોકરો ફિલ્મના છેલ્લા દૃશ્યમાં જમીનદારના ઘર પર પથ્થર ફેંકીને ભાગી જાય છે. ‘અંકુર’ના આ છેલ્લા દૃશ્યને એ અર્થમાં સમજી શકાય કે શોષણ વિરુદ્ધના વિદ્રોહ માટેનો અંકુર ફૂટી ચૂક્યો છે.

ગ્રે લાઇન

જ્ઞાતિની પાર જવાનો પ્રયાસ

મસાન ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, MASSAN

ઇમેજ કૅપ્શન, મસાન ફિલ્મનું પોસ્ટર

1984માં પ્રદર્શિત થયેલી ગૌતમ ઘોષની ફિલ્મ ‘પાર’ આ શોષણને ચરમસીમા પર લઈ જાય છે. એ ફિલ્મની કહાણી બિહારના બે ભૂમિહીન દલિત મજૂરની છે. તેમના ઘર જ્ઞાતિના નામે થયેલી હિંસામાં સળગાવી દેવામાં આવ્યાં હતાં અને તેઓ ભાગીને કોલકાતા ચાલ્યા જાય છે.

નૌરંગિયા (નસીરુદ્દીન શાહ) અને રમા(શબાના આઝમી)ને સમજાય છે કે ત્યાં તેમનું કોઈ ભવિષ્ય નથી. ગામ પાછા ફરવા માટેની ટિકિટના પૈસા કમાવા તેઓ આખરે એક ખતરનાક કામ કરે છે. નૌરંગિયા અને ગર્ભવતી રમાએ 20 ભૂંડના ટોળાને ઉછળતી નદીની પેલે પાર લઈ જવાનું હોય છે.

લગભગ 12 મિનિટનું એ દૃશ્ય રૂંવાડાં ઊભાં કરી દે તેવું છે. તેમને એ કામ સોંપનાર માણસ કહે છે, આ જ્ઞાતિના લોકો જાનવરોને સારી રીતે સંભાળી શકે છે. સિને ચૌપાલ નામની યૂટ્યૂબ ચેનલના સંચાલક તથા વરિષ્ઠ પત્રકાર અજય બ્રહ્માત્મજની ફરિયાદ પણ એ જ છે કે આ પાત્રોના હંમેશાં નિર્બળ જ કેમ દેખાડવામાં આવે છે?

દલિત પાત્રોના ચિત્રણ બાબતે સવાલ ઉઠાવી શકાય, પરંતુ 80ના દાયકા સુધી આવાં પાત્રો ફિલ્મોમાં જોવાં જરૂર મળતાં હતાં.

ગ્રે લાઇન

ફિલ્મોમાંથી ગાયબ થયાં દલિત પાત્રો

1984માં પ્રદર્શિત થયેલી ગૌતમ ઘોષની ફિલ્મ ‘પાર’ આ શોષણને ચરમસીમા પર લઈ જાય છે

ઇમેજ સ્રોત, PAAR

ઇમેજ કૅપ્શન, 1984માં પ્રદર્શિત થયેલી ગૌતમ ઘોષની ફિલ્મ ‘પાર’ આ શોષણને ચરમસીમા પર લઈ જાય છે

નેવુંના દાયકાના આગમન સુધીમાં ભારતીય સિનેમા ગ્લોબલ બનવું શરૂ થયું હતું. ‘બેન્ડિટ ક્વીન’ જેવી ફિલ્મોને બાદ કરીએ તો આવાં પાત્રો ગાયબ થવાં લાગ્યાં હતાં.

‘દામુલ’ ફિલ્મના સર્જક પ્રકાશ ઝાએ 2011માં ‘આરક્ષણ’ ફિલ્મ પણ બનાવી હતી. આધુનિક હિન્દી સિનેમામાં ત્યારે કદાચ પહેલી વાર એવું બન્યું હતું કે એક મેઈનસ્ટ્રીમ ફિલ્મનો હીરો સૈફ અલી ખાન દલિત હતો, શિક્ષિત હતો અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું જાણતો હતો.

ગ્રે લાઇન

‘મસાન’થી ‘ન્યૂટન’ સુધી – શિક્ષિત, મજબૂત દલિત હીરો

‘ન્યૂટન’

ઇમેજ સ્રોત, NEWTON

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસર હરીશ એસ વાનખેડે દલિત સિનેમા વિશે લાંબા સમયથી લખતા રહ્યા છે.

તેઓ કહે છે, “મર્યાદા હોવા છતાં હિન્દી ફિલ્મોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. ‘ન્યૂટન’ ફિલ્મની જ વાત કરીએ. અમિત મસૂરકરની આ ફિલ્મમાં રાજકુમાર રાવને એક નવા પ્રકારના દલિત હીરો તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.”

ફિલ્મમાં રાજકુમાર રાવ શિક્ષિત છે અને તેઓ ચૂંટણીના આયોજન જેવાં મહત્ત્વનાં કામ કરે છે, એમ જણાવતાં હરીશ વાનખેડે ઉમેરે છે, “રાજકુમાર રાવનું પાત્ર એક સરકારી અધિકારી તરીકે નિર્બળ નથી. તે નૈતિક છે. ભ્રષ્ટ નથી. જેવું હીરોઈઝમ અમિતાભ બચ્ચને ‘ઝંઝીર’ ફિલ્મમાં દેખાડ્યું હતું એવો જ રોલ રાજકુમાર રાવને આપવામાં આવ્યો હતો.”

તેઓ કહે છે, “એ પાત્રની જ્ઞાતિ બાબતે તમે અનુમાન જ કરી શકો. તેના રૂમમાં બાબાસાહેબ આંબેડકરનો ફોટો જોવા મળે છે. તે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવે છે ત્યારે પરિવારજનો તેના પર ગુસ્સો કરે છે કે તેને બ્રાહ્મણ કે ઠાકુર જ્ઞાતિની છોકરી મળવાની નથી. સૌથી મહત્ત્વનું છે દલિત મહિલાઓના ચિત્રણમાં થયેલું પરિવર્તન. વેબસિરીઝ ‘દહાડ’ અને ‘કટહલ’માં દલિત મહિલાઓ પોલીસમાં છે. તેમની પોતાની ગરિમા છે અને તેઓ સશક્ત છે.”

તેનું એક ઉદાહરણ નીરજ ઘાયવાનની 2015માં પ્રદર્શિત થયેલા ‘મસાન’ ફિલ્મમાં પણ જોવા મળે છે. તેમાં વિકી કૌશલે ડોમ સમુદાયના એક છોકરાનું પાત્ર ભજવ્યું છે. તેનો પરિવાર મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરે છે. ફિલ્મમાં એક આશા પણ છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો દીપક જ્ઞાતિના બંધનમાંથી આગળ નીકળવા ઇચ્છે છે.

2019માં રજૂ થયેલી ‘આર્ટિકલ 15’ ફિલ્મમાં પણ જ્ઞાતિ અને જાતિ બાબતે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. ફિલ્મના એક દૃશ્યમાં પોલીસ અધિકારી આયુષ્માન ખુરાના તેમના સિનિયરને પૂછે છે, “સર, આ છોકરીઓ તેમની દૈનિક મજૂરીમાં માત્ર ત્રણ રૂપિયા વધારો માગી રહી હતી. તમે જે મિનરલ વૉટર પીઓ છો તેના ત્રણ ઘૂંટડાની કિંમત જેટલા. છોકરીઓને એ ભૂલને કારણે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો છે, સર. તેમની હત્યા કરીને તેમના મૃતદેહ વૃક્ષો પર ટાંગી દેવામાં આવ્યા હતા, જેથી આખી નારી જાતિને તેમની ઔકાત યાદ રહે.”

ગ્રે લાઇન

દલિત બોધનો અભાવ

લગાન

ઇમેજ સ્રોત, AP

અજય બ્રહ્માત્મજ માને છે કે તમિળ અને મલયાલમ ભાષામાં જ્ઞાતિના મુદ્દે ઉત્તમ ફિલ્મો બની રહી છે, કારણ કે તેમાં દલિત બોધ છે, જે હિન્દી ફિલ્મોમાં જોવા મળતો નથી.

2021માં પ્રદર્શિત થયેલી તામિલ ફિલ્મ ‘કરનન’ની શરૂઆત એ દૃશ્યથી થાય છે, જેમાં એક બાળક ગુસ્સામાં પથ્થર ફેંકી રહ્યો છે, કારણ કે તેની જ્ઞાતિને કારણે ગામમાં કોઈ બસ રોકાતી નથી. ગર્ભવતી મહિલાઓ માટે પણ નહીં.

તે મરાઠી ફિલ્મ ‘ફ્રેંડી’ના એ બાળકના આક્રોશ જેવો છે, જેને આખરે અહેસાસ થાય છે કે જ્ઞાતિને પાછળ છોડીને તે પોતાની ઓળખ ક્યારેય બનાવી શકશે નહીં. છેલ્લા દૃશ્યમાં તે ગુસ્સે થઈને ભીડ પર પથ્થર ફેંકે છે. આ દૃશ્ય 1974માં રજૂ થયેલી ‘અંકુર’ ફિલ્મના એ બાળક પાસે લઈ જાય છે, જે જમીનદારના ઘર પર પથ્થર ફેંકે છે.

આ આક્રોશ દલિત પાત્રોની તાકાત છે કે પછી જે જ્ઞાતિના દાયરામાંથી નીકળવાના પ્રયાસ તેઓ કરી રહ્યા છે, એ જ દાયરામાં તેમને બાંધી રાખે છે?

જ્ઞાતિથી પર થઈને આ પાત્રોને ન્યૂટ્રલ દેખાડવાનું હકારાત્મક પગલું છે કે પછી જ્ઞાતિગત શોષણ સામે સતત સવાલ ઉઠાવતા રહેવું તે ફિલ્મકારોની જરૂરી જવાબદારી છે?

હરીશ વાનખેડે માને છે, “નવી ફિલ્મોમાં દલિત પાત્રોને સશક્ત ભલે દેખાડવામાં આવતા હોય, પરંતુ એ પાત્રો દલિતોના મુદ્દે તટસ્થ થઈ ગયાં છે, એવું નથી. પ્રકાશ ઝાની ‘પરીક્ષા’ ફિલ્મમાં દલિત પિતાની મુશ્કેલી સાથે તેમની આકાંક્ષા પણ દર્શાવવામાં આવી છે. એ બહુ મોટું પરિવર્તન નથી, પણ સિનેમા ધીમે ધીમે ડેમૉક્રેટિક થઈ રહ્યું છે.”

જોકે, અજય બ્રહ્માત્મજ વળતો સવાલ પૂછે છેઃ હિન્દી ફિલ્મોમાં આજે પણ દલિત પાત્રોને નાયકત્વ કેમ નથી મળતું? વિકી કૌશલે ‘મસાન’ કરી ત્યારે તેઓ નવા હતા, પરંતુ આજે કોઈ મેઇનસ્ટ્રીમ હીરો દલિત પાત્ર ભજવશે?

રેડ લાઇન
રેડ લાઇન