સુદાન ગૃહયુદ્ધમાં બાળકો બળાત્કાર અને જાતીય હુમલાનાં શિકાર- યુએનના અહેવાલમાં ખુલાસો

ઇમેજ સ્રોત, Unicef
- લેેખક, બાર્બરા પ્લેટ્ટ અશર
- પદ, પૉર્ટ સુદાન
- લેેખક, નતાશા બૂટી
- પદ, લંડન
ચેતવણી: આ અહેવાલના અમુક અંશ જાતીય હિંસા સંબંધિત છે, જે અમુક લોકોને વિચલિત કરી શકે છે.
યુએનની બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફના અહેવાલ મુજબ, સુદાનના ગૃહયુદ્ધ દરમિયાન સશસ્ત્ર પુરુષો એક વર્ષનાં નાની ઉંમરનાં બાળકો પર બળાત્કાર અને જાતીય હુમલો કરી રહ્યા છે.
દેશના લગભગ બે વર્ષના સંઘર્ષમાં સામૂહિક જાતીય હિંસાનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ થયાનું વ્યાપકપણે બહાર આવ્યું છે.
યુનિસેફનો અહેવાલ એ સુદાનમાં નાનાં બાળકો પરના બળાત્કાર અંગેનો પ્રથમ વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે.
પીડિતોમાંથી ત્રીજા ભાગ છોકરાઓ હતા. સામાન્ય રીતે છોકરાઓ આવા ગુનાઓની જાણ કરવામાં અને જરૂરી મદદ મેળવવા માટે "અનોખા પડકારો"નો સામનો કરતા હોય છે.
યુનિસેફ કહે છે કે 2024ની શરૂઆતથી બાળકો સામે બળાત્કારના 221 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. છતાં સાચી સંખ્યા આનાથી ઘણી વધારે હોવાની શક્યતા છે.
સુદાન એક સામાજિક રૂઢિચુસ્ત દેશ છે, જેને સામાજિક કલંક તરીકે જોવામાં આવે છે. એટલે પીડિતો અને તેમના પરિવારો બળાત્કાર વિશે બોલતા અટકે છે. આ ઉપરાંત સશસ્ત્ર જૂથો તરફથી બદલો લેવાનો ડર પણ આમાં સામેલ છે.

છોકરાઓ પર પણ જાતીય અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images
યુનિસેફનો અહેવાલ દેશના ગૃહયુદ્ધમાં બાળકો સાથે થતા દુર્વ્યવહારની ભયાનક વિગતો પૂરી પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદાચ તેનો સૌથી આઘાતજનક ખુલાસો એ છે કે 16 પીડિતો પાંચ વર્ષથી ઓછી ઉંમરના હતા, જેમાં ચાર શિશુનો પણ સમાવેશ થાય છે.
આ માટે જવાબદાર કોણ છે યુનિસેફ જણાવતું નથી, પરંતુ યુએનની અન્ય તપાસમાં મોટા ભાગના બળાત્કાર માટે અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફૉર્સિસ (RSF)ને દોષી ઠેરવવામાં આવ્યા છે.
RSF લડવૈયાઓ નાગરિકોને ભયભીત કરવા અને તેમની આગેકૂચનો વિરોધ કરનારાઓને દબાવવા માટે જાતીય હિંસાનો ઉપયોગ કરતા હતા.
આરએસએફ તેના ભૂતપૂર્વ સાથી એવાં સુદાનીશ સશસ્ત્ર દળો સામે આ યુદ્ધ લડી રહ્યું છે. જોકે, આરએસએફે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
રાત્રે ચાબૂક લઈને આવતા અને છોકરી પસંદ કરતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૅથરિન રસ્સલ જણાવે છે, "એક વર્ષના નાના બાળક સાથે પણ બળાત્કાર થાય, એ બાબત સૌ કોઈને હચમચાવી નાખે એવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ."
"સુદાનનાં લાખો બાળકો પર બળાત્કાર તથા અન્ય પ્રકારની જાતીય હિંસાઓનું જોખમ તોળાઈ રહ્યું છે અને યુદ્ધમાં તેનો ઉપયોગ વ્યૂહરચના તરીકે થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાનો આવો બિભત્સ ભંગ થઈ રહ્યો છે, જે યુદ્ધાપરાધ છે. આ બધું અટકવું જોઈએ."
યુએનના ફૅક્ટ-ફાઇન્ડિંગ મિશનના અધ્યક્ષ મોહમ્મદ ચાંદે ઓથમાને અગાઉનો અહેવાલ પ્રકાશિત થયો ત્યારે જણાવ્યું હતું, "સુદાનમાં અમે જે જાતીય હિંસાનું દસ્તાવેજીકરણ કર્યું છે તે આશ્ચર્યજનક છે."
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથો દ્વારા રજૂ કરાયેલા પુરાવા અનુસાર RSFના ગઢ દારફુરમાં પીડિતોને ઘણી વાર નિશાન બનાવવામાં આવતા હતા, કારણ કે તેઓ આરબને બદલે કાળા આફ્રિકન હતા જેમને સુદાનમાંથી બહાર હાંકી કાઢવાનો ઉદ્દેશ્ય હતો.
સુદાન માટે યુએનનો માનવતાવાદી પ્રવૃત્તિઓ પહેલાંથી જ ઓછું ભંડોળ ધરાવે છે. એવામાં યુએસ દ્વારા તાજેતરમાં સહાયમાં કાપની જાહેરાત કરવામાં આવી છે, જેથી કરીને પીડિતોને મદદ કરવાના કાર્યક્રમોમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે.
યુનિસેફના અહેવાલમાં ભયાનક વિગતો ગંભીર પરિસ્થિતિ પર ભાર મૂકે છે." ઓમ્નિયા (તેનું સાચું નામ નથી) યાદ કરતા કહે છે:
"રાત્રે નવ વાગ્યા પછી કોઈ વ્યક્તિ ચાબૂક લઈને દરવાજો ખોલતી. એક છોકરીને પસંદ કરી તેને બીજા રૂમમાં લઈ જતી. હું નાની છોકરીઓને રડતી અને ચીસો પાડતી સાંભળી શકતી હતી. તેઓ તેના પર બળાત્કાર કરી રહ્યા હતા."
તે બચી ગયેલી એક મહિલા હતી જેને સશસ્ત્ર પુરુષોએ અન્ય સ્ત્રીઓ અને છોકરીઓ સાથે એક રૂમમાં બંધક બનાવી હતી.
"દર વખતે જ્યારે તેઓ તેના પર બળાત્કાર કરતા હતા ત્યારે આ છોકરી લોહીથી લથપથ પાછી આવતી હતી. તે હજુ પણ એક નાની બાળકી છે. તેઓ આ છોકરીઓને છેક પરોઢિયે છોડતા અને તેઓ લગભગ બેભાન અવસ્થામાં જ પાછી ફરતી. બધા રડતા હોય અને અસંગત બોલતા હોય. મેં ત્યાં વિતાવેલા 19 દિવસો દરમિયાન હું એક એવા તબક્કે પહોંચી ગઈ હતી જ્યારે હું આત્મહત્યા વિશે વિચારતી હતી"
ટ્રમ્પ સરકારે મહત્ત્વપૂર્ણ મદદમાં કાપ મૂક્યો

ઇમેજ સ્રોત, AFP
યુદ્ધમાં ખંડિત થયેલા સુદાન વિવિધ સેવાઓ અને ફ્રન્ટલાઇન કાર્યકરો સુધી પહોંચવા માટે પૃથ્વી પર સૌથી પડકારજનક સ્થળોમાંનું એક છે.
યુએન કહે છે કે યુદ્ધથી વિસ્થાપિત થયેલા લોકોની મોટી સંખ્યાએ મહિલાઓ અને બાળકોને હુમલા માટે વધુ અસુરક્ષિત બનાવ્યા છે. દર ચારમાંથી ત્રણ છોકરીઓ શાળાએ જતી નથી.
આ ગુનાઓનાં વિનાશક પરિણામો એ હકીકતને કારણે વધુ ખરાબ થયા છે કે પીડિતો પાસે તબીબી સહાય માટે ખૂબ જૂજ જગ્યાઓ છે. ઘણી તબીબી સુવિધાઓનો નાશ થયો છે અથવા તો લૂંટાઈ ગઈ છે. વધેલી જગ્યા યુદ્ધરત પક્ષો દ્વારા કબજો કરવામાં આવી છે.
હાલમાં જ યુએસએ મૂકેલા કાપ બાળકોના રક્ષણ માટે ઉપલબ્ધ મર્યાદિત સેવાઓને પણ જોખમમાં મૂકી શકે તેમ છે.
યુનિસેફ સ્થાનિક કાર્યકરોના નેટવર્ક દ્વારા બાળકો માટે સલામત જગ્યાઓ પૂરી પાડી રહ્યું છે. કેટલાકે તેમના સમુદાયોમાં કટોકટીનો સામનો કરવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ રૂમ બનાવ્યા છે.
આ કાર્યકર્તાઓ યુએસ સહાય પર ખૂબ આધાર રાખતા હતા. આ લોકોનું નિરીક્ષણ કરતી સુદાનની સંકલન સમિતિ અનુસાર, મોટા ભાગનાને આને બંધ કરવાની ફરજ પડી છે.
મહિલા અધિકારોના રક્ષણ માટે સમર્પિત યુએન સંસ્થા કહે છે કે જાતીય હિંસાથી બચી ગયેલા લોકોને સહાય પહોંચાડવામાં મહિલાઓની આગેવાની હેઠળની સ્થાનિક સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તેઓ યુએનના સુદાન માટેના કુલ ભંડોળમાંથી માત્ર 2% કરતાં પણ ઓછું બજેટ મેળવે છે.
બીબીસીને જાણવા મળ્યું કે "શી લીડ્સ" તરીકે ઓળખાતા આ સ્થાનિક જૂથોમાંથી ઓછામાં ઓછા એકને યુએસ ભંડોળ બંધ કરવામાં આવ્યું ત્યારે બંધ કરવાની ફરજ પડી હતી.
સુદાનના માનવ અધિકાર રક્ષક સુલેમા એલખલીફાએ જણાવ્યું કે "આ કોઈ મોટો ખર્ચ નહોતો જે હજારો ડૉલર જેટલો હતો. પરંતુ તેના કારણે એક કાર્યકરને દર મહિને લગભગ 35 પીડિતો સુધી પહોંચવામાં મદદ મળતી હતી."
તેઓ મહિલાઓ પર થતી હિંસા સામે લડવા માટે એક સરકારી એકમ ચલાવે છે.
જે લોકો પર સશસ્ત્ર પુરુષોએ બળાત્કાર કર્યા છે તેમની પાસે "હતાશ થવાની લક્ઝરી નથી," તેમણે બીબીસીને જણાવ્યું.
યુદ્ધની માગો જેવી કે ખોરાક શોધવો, ભાગી છૂટવાની મજબૂરી આઘાતનો સામનો કરવા માટે કોઈ જગ્યા છોડતી નથી, તેમણે ઉમેર્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













