You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
8 સેમીનો દાંત કાઢવામાં આવ્યો, સિંહણની સર્જરી વળી કેવી રીતે થતી હોય છે?
- લેેખક, હસીન-યી લૂ
- પદ, દક્ષિણ એશિયા
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ત્રણ વર્ષીય સિંહણની સર્જરી કરવામાં આવી હતી અને સડાને કારણે તેમનું કેનાઇન ટૂથ કાઢી નાખવામાં આવ્યો હતો.
સિંહણ લીરા તથા ચાર અન્ય સિંહોને માર્ચ મહિનામાં કૅન્ટસ્થિત ધ બિગ કૅટ સેંચુરી ખાતે લાવવામાં આવ્યાં હતાં. આને માટે તેના મૅનેજિંગ ડાયરેક્ટર કૅમ વિટનલે પાંચ લાખ પાઉન્ડનું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું.
ડેન્ટિસ્ટ પીટર કેરટિઝે અત્યાર સુધીમાં 450 જેટલા રાની પશુઓની દંતચિકિત્સા કરી છે.
ડેન્ટિસ્ટ પીટરના કહેવા પ્રમાણે, "મેં જ્યારે લીરાનું મોઢું અને જડબું તપાસ્યા કે તરત જ મને (જડબનાના નીચેના ભાગમાં) તૂટી ગયેલો દાંત દેખાયો, જેમાં ભારે સડો થઈ ગયો હતો."
એવું માનવામાં આવે છે કે એકાદ વર્ષ પહેલાં તેનો દાંત તૂટી ગયો હશે, એ પછી તેના કેનાઇન ટૂથમાં (શિકારને ફાડવા માટે વપરાતા આગળના અણીદાર દાંત) બૅક્ટેરિયા પેદા થયા હતા.
ડેન્ટિસ્ટ પીટરના કહેવા પ્રમાણે, "મને લાગે છે કે માનવથી ઇત્તરના જીવોમાં દાંતની ચિકિત્સા જેટલી બને એટલી સર્જરી કરે તેવી તથા સલામત હોવી જોઈએ."
પીટરના કહેવા પ્રમાણે, લીરાએ શિકાર કરવાની જરૂર નથી એટલે દાંતને કાઢી નાખવોએ "શાણપણભર્યો અને નૈતિક ઉકેલ" હતો.
આઠ સેન્ટીમીટર લાંબો દાંત કાઢવામાં આવ્યો
ધ બિગ કેટ સેંચુરીના જણાવ્યા પ્રમાણે, જે દાંત કાઢવામાં આવ્યો, તે આઠ સેમી લાંબો હતો. એને તથા સડાને કાઢવાથી ઊંડો ઘાવ થઈ ગયો હતો, જેને ભરવા માટે સાત ટાંકા લેવા પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ઉપરના ભાગના કેનાઇન ટૂથમાં પણ સડો થવા લાગ્યો હતો, જેને દૂર કરવા માટે રૂટ કેનાલ સર્જરી કરવામાં આવી હતી.
બિગ કેટ સેંચુરીના ક્યૂરેટર બ્રિયોની સ્મિથના કહેવા પ્રમાણે, સર્જરી "સંપૂર્ણપણે સફળ રહી હતી."
સ્મિથના કહેવા પ્રમાણે, સંસ્થાના સ્ટાફને "લીરાના જડબા પાસે સોજો દેખાયો હતો" પરંતુ "સમસ્યા કેટલી ગંભીર છે" એ નક્કી કરવું મુશ્કેલ હતું.
સ્મિથના કહેવા પ્રમાણે, "શરૂ-શરૂમાં લીરાને સહજ નહીં લાગે, પરંતુ હવે તેના શરીરમાંથી સડો નીકળી ગયો છે એટલે આગામી દિવસોમાં તેને સારું લાગવા માંડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન