એક એવું ગામ જ્યાંની મહિલાઓ અથાણું બનાવીને પગભર થઈ

ગુજરાતમાં અથાણાં બનાવવાની અત્યારે સિઝન છે, તમારા ત્યાં પણ કેરી, ગૂંદા કે ચણામેથીનાં અથાણાં બનતાં હશે. પણ શું તમને ખબર છે કે આંધ્ર પ્રદેશનું એક ગામ એવું છે જે અથાણાંના ગામ તરીકે પ્રખ્યાત છે.

આ ગામના એક મહિલા કહે છે, “અમારા ગામની વસતી 3000 છે. જેમાંથી 2000 લોકો માત્ર અથાણાં બનાવવાનો વ્યવસાય કરે છે. અહીં ખેતી પર ઓછો આધાર છે. બધાં જ અથાણાં બનાવે છે. અમે કેરી, કારેલા, આમલીનાં અથાણાં બનાવીએ છીએ.”

આ ગામનું નામ છે આંધ્ર પ્રદેશના ડૉ. બી. આર. આંબેડકર કોનાસ્સિમા જિલ્લામાં આવેલ ગામ નાર્કડુમિલ્લિ. જો તમે માર્ચથી મેની વચ્ચે આ ગામમાં આવો તો તમને એક જ અવાજ સંભળાશે. એ છે કેરી છીણવાનો. તમને આ ગામના બધા જ લોકો અથાણાં બનાવવામાં વ્યસ્ત દેખાશે.

અન્ય એક મહિલાનું કહેવું છે, “અમારું આખું ગામ અથાણાં પર નભે છે. અમે ઘર બનાવીએ કે પછી અમારાં બાળકોનાં લગ્ન કરીએ, કમાણીનો એક જ સ્રોત છે અથાણાં. અમે આખું વર્ષ અથાણાં બનાવીએ છીએ. તેમાંથી દર મહિને 20થી 30 હજાર કમાઈ લઈએ છીએ.”

વીઓ 3- આ ગામમાં વેજ અને નોન-વેજ, એમ તમામ પ્રકારનાં અથાણાં બને છે. સાત દાયકા પહેલાં અહીં એક બે પરિવારે અથાણાંનો વ્યવસાય શરૂ કર્યો હતો. આજે આખું ગામ આ વ્યવસાયમાં લાગી ગયું છે.