નેધરલૅન્ડનો એ ખેલાડી જેની શાનદાર રમતથી ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

ટીમ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, MATTHEW LEWIS-ICC/ICC VIA GETTY IMAGES

સારાંશ
  • ‘મૅન ઑફ ધ મૅચ’ કૉલિન ઍકેમેનના ઑલરાઉન્ડર પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકાનો 13 રને પરાજય
  • કૉલિને 26 બૉલમાં અણનમ 41 રન ફટકાર્યા, 3 ઓવરમાં 5.30ની એવરેજ સાથે માત્ર 16 રન આપ્યા
  • દક્ષિણ આફ્રિકાનો એક પણ બૅટ્સમૅન 25 રનને પાર પહોંચી શક્યો નથી
  • દક્ષિણ આફ્રિકાની હાર સાથે જ ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો
bbc gujarati line

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપની ગ્રૂપ-2ની મૅચમાં નબળી ગણાતી નેધરલૅન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને મેજર અપસેટ સર્જ્યો છે. આ મૅચ હારતાં જ દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે અને મૅચનું પરિણામ આવતાં જ ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

દક્ષિણ આફ્રિકા અંતિમ મૅચ નેધરલૅન્ડ સામે 13 રને હારી ગયું છે અને એ સાથે જ વર્લ્ડકપની એની યાત્રાનો પણ અંત આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાની આ હાર સાથે બે નવાં સમીકરણો સર્જાયાં છે. એક, ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો છે અને પાકિસ્તાનની પણ સેમિફાઇનલમાં પ્રવેશની આશા ઊજળી બની છે.

bbc gujarati line

કૉલિન ઍકેમેનનું ઑલરાઉન્ડર પ્રદર્શન

આ મૅચમાં નેધરલૅન્ડના ખેલાડી કૉલિન ઍકેમેને બૅટ અને બૉલથી દક્ષિણ આફ્રિકાને ઘૂંટણ ટેકવવાની ફરજ પાડી હતી.

કૉલિને 26 બૉલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા અને બૉલિંગમાં 3 ઓવરમાં 5.30ની એવરેજ સાથે માત્ર 16 રન જ આપ્યા હતા.

કૉલિને આખરી ઓવરોમાં આક્રમક બૅટિંગ કરીને નેધરલૅન્ડને સન્માનજનક સ્કૉર પર પહોચાડ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતાં કૉલિને 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

bbc gujarati line
bbc gujarati line

શરૂઆતથી જ નેધરલૅન્ડની મૅચ પર પકડ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ટૉસ હારીને બેટિંગ માટે ઊતરેલી નેધરલૅન્ડની પ્રથમ વિકેટની અર્ધશતકીય ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ બીજી વિકેટ 97 રનના સ્કૉર પર પડી હતી. ઓપનર જોડી મિબુર્ઘ અને મૅક્સ ઓડોએ અનુક્રમે 30 બૉલમાં 37 રન અને 31 બૉલમાં 29 રન ફટકાર્યા હતા.

એ બાદ વનડાઉન ટૉમ કુપરે 19 બૉલમાં તાબડતોડ 35 રન ફટકાર્યા હતા અને ચોથા ક્રમે આવેલા તથા ‘મૅન ઑફ ધ મૅચ’ થયેલા કૉલિને મૂલ્યવાન 41 રન જોડ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

159 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના નસીબમાં એક પણ ક્ષણ એવી નહોતી કે જેમાં એમને જીતની આશા બંધાઈ હોય.

એ વાતનો અંદાજ એના પરથી આવી શકે કે દક્ષિણ આફ્રિકાનો એક પણ બૅટ્સમૅન 25 રનને પાર કરી શક્યો નહોતો. રમતના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે માત્ર 145 રન નોંધાવી શકી હતી.

ટૉસ જીતીની ફિલ્ડીંગ માટે મેદાનમાં ઊતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માટે અહીં સુધી જ ભાગ્યનો સાથ હતો.

પહેલી પાંચ ઓવરમાં નેધરલૅન્ડે વિના વિકેટે 34 રન બનાવ્યા હતા અને 10મી ઓવરના અંતે નેધરલૅન્ડના એક વિકેટ પર 70 રન હતા. નિર્ધારિત 20 ઓવરના અંતે નેધરલૅન્ડે 4 વિકેટ ગુમાવીને 158 રન ફટકાર્યા હતા.

નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને રન લેવા માટે સતત દબાણ હેઠળ રાખ્યું હતું અને નિયમિત અંતરે વિકેટ ખેરવતું રહ્યું હતું.

નેધરલૅન્ડના બૉલર બ્રૅન્ડન ગ્લોવર દક્ષિણ આફ્રિકા માટે ઘાતક સાબિત થયા હતા. તેમણે 2 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટો ઝડપી હતી જેમાં ઇનફૉર્મ બૅટ્સમૅન ડેવિડ મિલરની મુલ્યવાન વિકેટનો પણ સમાવેશ થાય છે.

આમ ટીમ નેધરલૅન્ડ જાયન્ટ કિલર સાબિત થઈ છે. ક્રિકેટમાં નવોદિત ગણાતી આ ટીમે આખરી મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની મજબુત ટીમને પરાસ્ત કરીને તેના સેમિફાઇનલ પ્રવેશ પર પણ પાણી ફેરવવાનું કામ કર્યું છે.

વીડિયો કૅપ્શન, Gujarat Election 2022: આ ચૂંટણીમાં કઈ પાંચ નવી બાબતો છે?
bbc gujarati line

ગ્રૂપ-2માં ત્વરિત બદલાતાં સમીકરણો

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ગ્રૂપ-2ની લગભગ તમામ મૅચ બાદ સમીકણોમાં ભારે ઉથલપાથલ થતી રહી છે. નેધરલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની અંતિમ મૅચ રમાઈ એ પહેલાંનાં સમીકરણો એવાં હતાં કે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પ્રવેશની આશા નહિવત્ જણાતી હતી. જો અને તોનો તાળો લગાવીને કયાસ કઢાતો હતો.એવામાં દક્ષિણ આફ્રિકાનો સેમિફાઇનલ પ્રવેશ લગભગ પાક્કો મનાતો હતો.

જોકે, દક્ષિણ આફ્રિકાની હાર સાથે તે વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગયુ છે અને પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પ્રવેશની આશા ઊજળી બની છે.

નવાં સમીકરણો પ્રમાણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના મુકાબલામાં જે ટીમ વિજેતા થશે તે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. દક્ષિણ આફ્રિકાની હાર પહેલાં ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ માટે આખરી મુકાબલામાં ઝિમ્બાબ્વે સામે જીતવું ફરજિયાત હતું. પરંતુ હવે ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો હોઈ આ મુકાબલો માત્ર ઔપચારિકતા પુરતો જ રહ્યો છે.

bbc gujarati line
bbc gujarati line