ગંભીર-કોહલી વિવાદ : નવીને ગંભીર સાથે તસવીર પોસ્ટ કરીને શું લખ્યું?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Instagram/@naveen_ul_haq

થોડાક દિવસ પહેલાં લખનૌ સુપરજાયન્ટ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર વચ્ચેની મૅચ દરમિયાન મેદાન પર તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ હતી.

ત્યાર પછી લખનૌના ખેલાડી નવીન-ઉલ-હકે તાજેતરમાં એક તસવીર પોસ્ટ કરી છે.

ગૌતમ ગંભીર સાથેની તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું, "લોકો સાથે એવું જ વર્તન કરો જેવું તમે ખુદ માટે ઇચ્છો છો. લોકો સાથે એવી જ રીતે વાત કરો, જેવી તમને ખુદની સાથે સારી લાગે."

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

Instagram કન્ટેન્ટ પૂર્ણ

ગ્રે લાઇન

શું હતો વિવાદ અને કોણે શરૂઆત કરી?

વિરાટ કોહલી નવીન ઉલ-હક

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં સોમવારે બંને ટીમો વચ્ચેના મુકાબલામાં બૅંગ્લોરે 18 રનથી જીત મેળવી હતી. મૅચ બાદ હૅન્ડશેક દરમિયાન વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે તકરાર થઈ હતી.

મૅચ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી હતી અને બંનેને આ મૅચ માટે તેમના મહેનતાણા પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

દસ વર્ષ પહેલાં જ્યારે કોહલી બૅંગ્લોર ટીમના કપ્તાન હતા અને ગંભીર કોલકાતા ટીમના કપ્તાન હતા, ત્યારે પણ આવો જ વિવાદ જોવા મળ્યો હતો.

મૅચ બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા. તે સમયે લખનૌ તરફથી રમતા બૉલર નવીન ઉલ હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પછી લખનૌના કાયલ મેયર્સ અને કોહલી વચ્ચેની વાતચીત દલીલમાં ફેરવાય તે પહેલાં લખનૌના મેન્ટર ગંભીરે મેયર્સને રોક્યા હતા.

થોડી સેકન્ડોમાં જ ગંભીર ગુસ્સામાં કોહલી તરફ ચાલતા જોવા મળ્યા હતા. લખનૌના કપ્તાન કેએલ રાહુલે ગંભીરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બૅંગ્લોર વતી કપ્તાન ફાફ ડુ પ્લેસિસે કોહલીને રોકવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગંભીર સીધા કોહલી તરફ ગયા હતા.

કોહલી તેમના ખભા પર હાથ મૂકીને તેમની વાત પાર પાડવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

વિવાદ વધતાં લખનૌના અનુભવી બૉલર અમિત મિશ્રાએ બચાવ કર્યો હતો. બૅંગ્લોરના ખેલાડીઓએ કોહલીને છૂટા પાડ્યા હતા અને લખનૌના ખેલાડીઓએ ગંભીરને છૂટા પાડ્યા હતા.

આ દરમિયાન મૅચ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી અને આ મૅચ માટે કોહલી અને ગંભીરના મહેનતાણામાંથી 100 ટકા રકમ કાપવામાં આવશે.

લખનૌના બૉલર નવીન ઉલ હકના પગારમાંથી 50 ટકા કાપવામાં આવશે.

મૅચ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ આક્રમક રીતે ઇશારા કરતા જોવા મળ્યા હતા. લખનૌના કૃણાલ પંડ્યાને આઉટ કર્યા બાદ કોહલીએ ભીડ તરફ આંગળી ચીંધીને મૌન રહેવાનો ઈશારો કર્યો હતો.

ગ્રે લાઇન

20 દિવસથી ચાલી રહી હતી ટક્કર

વિરાટ કોહલી નવીન ઉલ-હક

ઇમેજ સ્રોત, @RCBTWEETS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમગ્ર ઘટનાને લઈને ટ્વિટર પર કેટલાક યૂઝર્સે દાવો કર્યો હતો કે આ કહાણી લખનૌમાં સોમવારે જોવા મળી હશે, પરંતુ લગભગ 20 દિવસ પહેલાં બૅંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની શરૂઆત થઈ ગઈ હતી.

10 એપ્રિલના રોજ આ બંને ટીમો બૅંગ્લોરના ચિન્નાસ્વામી મેદાન પર સામસામે આવી ગઈ હતી અને આઈપીએલની 16મી સિઝનના સૌથી સનસનાટીભર્યા રન ચેઝમાં લખનૌએ બૅંગ્લોરને છેલ્લા બૉલ પર 213 રન બનાવીને એક વિકેટથી હરાવ્યું હતું.

મૅચ બાદ લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરની એક તસવીર વાઇરલ થઈ હતી. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તેમણે બૅંગ્લોરના સ્ટેડિયમમાં હાજર આરસીબી ચાહકોને ચૂપ રહેવાની સૂચના આપી હતી.

સોમવારની મૅચમાં 127 રનનો બચાવ કરતી વખતે વિરાટ કોહલી લખનૌની દરેક વિકેટ પડ્યા પછી જે રીતે ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેને તેમના તરફથી ગંભીરને જવાબ આપવા તરીકે જોયું હતું.

ગુરમીત નામના એક ટ્વિટર યૂઝરે દાવો કર્યો કે, “તેથી વિરાટ કોહલીની દુનિયા દીવાની છે, તે કોઈની ઉધારી રાખતો નથી."

જોકે, વિરાટ કોહલીની કારકિર્દી પર નજીકથી નજર રાખનારા ઘણા કૉમેન્ટેટરોને મૅચ દરમિયાન તેમની બોડી લેંગ્વેજમાં કંઈ અલગ કે અનોખું જોવા મળ્યું ન હતું.

તેમના કહેવા પ્રમાણે, વિરાટ કોહલી મેદાન પર માત્ર ચાર્જઅપ જ દેખાય છે. આ જુસ્સો તેમની ઓળખનો એક ભાગ છે.

રેડ લાઇન
રેડ લાઇન