સુખી થવું છે? વિજ્ઞાન પ્રમાણે ખુશ રહેવાની આઠ ટિપ્સ જાણો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ફ્યૂચર ટીમ
- પદ, બીબીસી સંવાદદાતા
સુખ અથવા ખુશી શું છે?
આ એક એવો સવાલ છે જે આપણે ઘણી વખત પોતાની જાતને પૂછીએ છીએ. આપણા માટે તેનો સાચો જવાબ શોધવો સરળ નથી.
તકલીફો સહન કર્યા વગર જીવી શકાય કે પછી સતત સમસ્યાઓમાં ઘેરાયેલા હોવા છતાં શાંતિથી રહી શકાય?
જોકે, ઘણાં સંશોધનો પરથી જાણવા મળે છે કે આપણે બધા આપણી આદતો બદલી શકીએ છીએ અને જીવનને ખુશહાલ બનાવી શકીએ છીએ.
અહીં તમને એવી આઠ ટિપ્સ વિશે જણાવીએ છીએ જે તમને 2025માં ખુશ રહેવામાં મદદ કરશે.
1. વધતી ઉંમરની સાથે દોસ્તી વિકસાવો

ઇમેજ સ્રોત, Getty Images
તમારી ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ તમારે કેટલીક દોસ્તી વિકસાવવી જોઈએ.
દરેક ઉંમરે મિત્રતા ઉપયોગી બને છે. પરંતુ મોટી વયે દોસ્તી તમારા માટે ખુશીનો પ્રવેશદ્વાર બની શકે છે.
વયસ્ક લોકો એવા લોકોની સાથે સમય ગાળીને સામાજિક સંબંધોને મર્યાદિત કરી દે છે જેને તેઓ સૌથી સારી રીતે ઓળખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધનકર્તાઓ કહે છે કે નવી મિત્રતાને આવકારવા માટે તૈયાર રહેવું એ સારી વાત છે.
કારણ કે આ મિત્રતાઓ પારિવારિક સંબંધોથી અલગ હેતુને પૂર્ણ કરે છે.
મિત્રતા પવિત્ર ચીજ છે. તમે કોઈ પણ સમયે મિત્ર બનાવી શકો છો. મિત્રતા એવી હોવી જોઈએ જે તમને આનંદ આપે અને તણાવમાં વધારો ન કરે.
જોકે, વયસ્ક લોકો માટે નવા મિત્રો શોધવાનું ઘણી વખત મુશ્કેલ બની શકે છે.
તમારું વ્યક્તિત્વ જ્યારે બહુ મૅચ્યૉર હોય ત્યારે આપણે સામાજિક રીતે વધુ લોકો સાથે મિત્રતા કરી શકીએ છીએ. આપણે જ્યારે ખુશી મેળવવા માટે જીવનની દિશા બદલીએ ત્યારે આપણે વધુ ખુશ થઈએ છીએ.
વધતી ઉંમરની સાથે વધુ સારી દોસ્તી માટે પ્રયાસ ચાલુ રાખવાથી માનસિક ફાયદા ઉપરાંત બીજા કેટલાક લાભ પણ થાય છે.
તેનાથી શારીરિક આરોગ્ય સુધરવાની સાથે સાથે સંજ્ઞાનાત્મક કાર્યમાં પણ સુધારો થાય છે.
ઘણાં સંશોધનો દર્શાવે છે કે ઉંમર વધવાની સાથે-સાથે આપણા માનસિક આરોગ્યમાં આપણા પરિવાર અને મિત્રતા એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
2. પ્રૅક્ટિસ કરો

ઇમેજ સ્રોત, Getty Images
માયાળુ વર્તન કરવું એ સાચી મિત્રતાનો પાયો છે.
તે લેટિન શબ્દ 'પીડામાં હિસ્સેદારી' કરવી પરથી આવ્યો છે.
તમારા મિત્રોને જ્યારે તમારી જરૂર હોય, ત્યારે તમે જે માયાળુપણું દેખાડો છો અથવા મદદ કરો છો, તે તમારા બંધનને મજબૂત બનાવવામાં મદદ કરશે.
તે એક અલગ ભાવનાત્મક સ્થિતિ પણ હોય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે છે ખુશી.
"ખુશી વહેંચવી" એ પણ દોસ્તીનો પાયો છે.
ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ખુશી વહેંચવાને લોકો ઓછી પ્રાથમિકતા આપતા હોય છે.
અભ્યાસ પરથી શીખવા મળ્યું છે કે મિત્રતા જાળવી રાખવામાં દયા અને કરુણા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
મિત્રોને સારા સમાચાર પૂછવા અને સારા સમાચાર માટે સમર્થન આપવાથી પણ મિત્રતા મજબૂત બને છે.
તમે વળતો જવાબ ન આપો, અથવા કોઈ મિત્રની સફળતાને સક્રિય રીતે બિરદાવો નહીં, તો આ સંબંધ ખતરામાં મૂકાઈ શકે છે.
3. સ્વેચ્છાએ કામ કરો

ઇમેજ સ્રોત, Getty Images
તમારામાંથી કેટલાક લોકો કહે છે કે તમે કોઈના વિશે ઝનૂની બનવાના બદલે તેના માટે ખરેખર કંઈ કરો છો, ત્યારે તમને સારું અનુભવાય છે. પરોપકારિતા વિશે તમે જેટલું નવું શીખશો એટલું જ તે સારું લાગશે.
વૈજ્ઞાનિક સંશોધનો પરથી જાણવા મળે છે કે જેમને લાંબા સમયથી તણાવની સ્થિતિ અથવા સ્ટ્રેસની સમસ્યા છે, તેઓ સ્વૈચ્છિક રીતે કામ કરે તો તે મનોવૈજ્ઞાનિક રીતે ફાયદાકારક હોય છે.
2002માં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે લાંબા ગાળાની બીમારીથી પીડિત સ્વયંસેવકોએ જ્યારે બીજા લોકોની મદદ કરી ત્યારે તેમને ઓછી પીડા થઈ હતી.
ઘણાં સંશોધનોમાં જોવા મળ્યું છે કે પ્રાણીઓ અને છોડની સારસંભાળ રાખવાથી પણ આરોગ્યમાં સુધારો થઈ શકે છે. ખાસ કરીને મોટી વયના લોકો માટે આ વાત સાચી છે.
કેટલાક ડૉક્ટર હવે સ્વયંસેવાને 'સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ' તરીકે ઓળખાવે છે.
4. તમારા પૂર્વજો વિશે જાણો

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પરિવારમાં વડીલો સાથે સતત વાતચીત કરવાથી ઘણા મનોવૈજ્ઞાનિક ફાયદા થાય છે.
ખામીઓ દૂર કરવા માટે પારિવારિક પૃષ્ઠભૂમિને સમજો. ઉદાહરણ તરીકે આપણે જ્યારે પારિવારિક પૃષ્ઠભૂમિ અને તેમની વાર્તાઓને એક પેઢીથી બીજી પેઢી તરફ લઈ જઈએ છીએ ત્યારે આપણે સશક્ત થઈ જઈએ છીએ.
સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે જે લોકો પોતાના કૌટુંબિક ઇતિહાસ વિશે જાણે છે, તેઓ વધુ સંતુષ્ટ હોય છે અને માનસિક સ્થિતિ વધુ સારી હોય છે.
તમારા પરિવારના ઇતિહાસ પર સંશોધન કરતી વખતે જીવન તમારા નિયંત્રણમાં હોય છે.
તમને જ્યારે અનુભવ થાય કે તમારા પૂર્વજોની સિદ્ધિઓ અને સંઘર્ષના કારણે હાલનું જીવન પ્રાપ્ત થયું છે, ત્યારે તે તમને પરિપ્રેક્ષ્ય અને કૃતજ્ઞતાની ભાવના આપે છે.
5. એક યાદી લખો

ઇમેજ સ્રોત, Getty Images
આપણે આપણી સાથે બનેલી ત્રણ ઘટનાની યાદી લખવી જોઈએ. આપણે આવું લખીએ છીએ ત્યારે આપણો મૂડ સુધરી જાય છે.
આપણે કોઈ મહત્ત્વની પરીક્ષા આપીએ, અથવા બાળકને જન્મ આપીએ અથવા જૂના મિત્રને મળીએ છીએ કે પછી સૂર્યાસ્તની સુંદર પળોને માણીએ, ત્યારે જીવનને બદલી નાખનાર ક્ષણ આવી શકે છે.
ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ બધી વાતોને લખતા રહેવાથી આપણી ખુશી વધી શકે છે.
6. ખુશીની પળોને શોધતા રહો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધનકર્તાઓ કહે છે કે તમે કાર ચલાવતા હોય, સરસ મજાનો પવન ફૂંકાતો હોય, રેડિયો પર સુમધુર સંગીત વાગતું હોય, તમારી સામે સરસ પહોળો રસ્તો હોય ત્યારે તમને જે મજા આવે છે તેવી ખુશી બીજી કોઈ ક્ષણે મળતી નથી.
ઉંદરોને પણ આવા પ્રકારના વાહનમાં આનંદ મળે છે. રિચમંડ યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદરોના એક જૂથને એક લેબમાં એક પ્લાસ્ટિકની નાનકડી કારમાં સફરની મોજ કરાવી હતી. ત્યાર પછી તેમને મજા આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉંદરોને નવી સ્કિલ શીખવા મળી કે તરત તેઓ બહુ ઉત્સાહ સાથે ગાડીમાં ઊછળવા લાગ્યા હતા. ત્યાર પછી તેમણે પ્રવાસ માટે તૈયાર હોવાના સંકેત આપ્યા હતા.
સંશોધનકર્તાઓએ કહ્યું કે એક ઉંદરે તો ઉત્સાહના કારણે કૂદકો લગાવ્યો હતો. આ રીતે તેમણે પહેલેથી પોતાની ખુશી જાહેર કરી દીધી હતી.
તેનાથી રિસર્ચનો એક નવો માર્ગ ખૂલ્યો હતો. સંશોધનકર્તાઓએ કેટલાક ઉંદરોને પુરસ્કાર માટે રાહ જોવાની તાલીમ આપી હતી.
ઉંદરોના આ આશાવાદનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે જે ઉંદરોએ ઇનામ માટે રાહ જોવાની તાલીમ મેળવી હતી તેઓ વધુ આશાવાદી હતા.
રિસર્ચરોને લાગ્યું કે માનવી માટે પણ આ વાત કામ કરી શકે છે.
7. કંઈ ન કરો

ઇમેજ સ્રોત, Getty Images
આ સલાહ કદાચ તમને આશ્ચર્યજનક લાગશે. પરંતુ સંશોધનકર્તાઓ કહે છે કે બહુ વધારે પડતું વિચારશો કે ચિંતા કરશો તો તે પણ ખુશીમાં અવરોધક બની શકે છે.
જે લોકો ફિલ્મ જોતાં પહેલાં ખુશીનો અનુભવ કરે છે, તેમને ફિલ્મ જોયા પછી ખુશી કરતા નિરાશા વધારે થાય છે.
એક સિદ્ધાંત એવો પણ છે કે કેટલાક લોકો ખુશીને વધુ મહત્ત્વ આપીને, તેના વિશે લખીને, તેના વિશે વાંચીને અને તેને પ્રાથમિકતા આપીને નકારાત્મક પ્રભાવ પેદા કરે છે. તેના કારણે તેઓ હતોત્સાહિત થાય છે એવું કહેવાય છે.
કેલિફૉર્નિયા યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક આઈરિસ મોસે પહેલેથી જ કહ્યું છે કે ખુશીની ઇચ્છા અને તેની શોધના કારણે એકલાપણું અને વિયોગ વધી શકે છે. તેઓ કહે છે કે જીવનમાં અંતમાં ઉતારચઢાવથી ભરપૂર રહેશે તે વાત સ્વીકારવી જરૂરી છે.
8. વધુ પડતું કૅફિન ન લો

ઇમેજ સ્રોત, Getty Images
શિયાળાના ઠંડા દિવસોમાં તમને ગરમાગરમ ચા-કૉફી પીવાનું મન થાય જેથી તમારા શરીર અને દિમાગને જરૂરી બૂસ્ટ મળી રહે છે.
કૅફિનના સેવનથી તમે એલર્ટની લાગણી થઈ શકે છે કારણ કે કૅફિન બહુ ઝડપથી તમારા લોહીમાં શોષાય છે અને આપણને થાકનો અનુભવ કરાવતા એન્ડેનોસિન નામના કેમિકલને તે પરાસ્ત કરે છે.
સંશોધન દર્શાવે છે કે કૅફીન લેવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો સંકળાયેલા છે, જેમાં કેન્સર, હૃદય રોગ અને ટાઈપ 2 ડાયાબિટીસના વિવિધ સ્વરૂપોના જોખમમાં ઘટાડો, તેમજ શારીરિક કામગીરીમાં સુધારો અને ડિપ્રેશન સામે રક્ષણનો સમાવેશ થાય છે.
પરંતુ કૅફિનની વાત આવે ત્યારે ટાઇમિંગ મહત્ત્વનું હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે તમે ઊંઘો તેનાથી આઠ કલાક અને 48 મિનિટ અગાઉ કૅફિનનો છેલ્લો ડોઝ લઈ શકો છો. આપણે 400 એમજીથી વધારે કૅફિન લેવું ન જોઈ નહીંતર ઊંઘમાં સમસ્યા, માથાનો દુખાવો, બેચેની વગેરે તકલીફો પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















