You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરફાન પઠાણે એવી કઈ ટિપ્પણી કરી કે પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ ક્રોધે ભરાયા?
ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ હાલમાં ઑસ્ટ્રેલિયામાં છે અને ટી-20 વર્લ્ડકપમાં કૉમેન્ટરી કરી રહ્યા છે. જોકે, પાકિસ્તાનને સેમિફાઇલનમાં મળેલા વિજય પર તેમણે જે ટિપ્પણી કરી છે એ ક્રિકેટરસિયાઓને પસંદ નથી આવી રહી.
બુધવારે પાકિસ્તાને ફાઇનલમાં ખિતાબની દાવેદાર ગણાઈ રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમને હરાવી દીધી હતી.
એક સમય એવો હતો કે પાકિસ્તાનનું ફાઇનલમાં પહોંચવું અશક્ય જણાતું હતું પણ એ શક્યતાઓને ખોટી પાડીને પાકિસ્તાને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ વિજય બાદ પાકિસ્તાનમાં ઉત્સવનો માહોલ છે અને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે.
ભારતના પણ કેટલાય પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાનનાં વખાણ કર્યાં છે અને એમાં ઇરફાન પઠાણ પણ સામેલ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'આ વિશ્વકપમાં પાકિસ્તાનની સફર સરાહનીય રહી છે.'
જોકે, એમનું અન્ય એક ટ્વીટ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓને પસંદ નથી આવ્યું. ઇરફાને લખ્યું હતું, 'પડોશીઓ, હારજીત થતી રહે છે પણ ગ્રેસ- તમારા વશની વાત નથી.' જોકે, તેમણે ટ્વિટર પર એવો પણ ખુલાસો કર્યો કે તેમની આ ટિપ્પણી ખેલાડીઓ માટે નથી.
વાત એમ હતી કે ઇરફાન પઠાણ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે શિષ્ટતા દાખવવા અપીલ કરી રહ્યા હતા.
આ ટિપ્પણી બાદ ઇરફાન પાકિસ્તાનમાં ટ્રેન્ડ થવા લાગ્યા.
સાદ કૈસર નામના એક યુઝરે લખ્યું કે એને એ વાતનું દુ:ખ છે કે ભારતીય મુસલમાન પ્રાસંગિક બની રહેવા અને હિંદુઓની ગુડ બુકમાં સામેલ થવા માટે આવી વાતો કરતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્દુલ કાદિર નામના એક યુઝરે લખ્યું કે ઇરફાન પઠાણે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન પાસેથી કંઈક શીખવું જોઈએ.
અલ્લાહ બખ્શે લખ્યું છે કે ઇરફાન પઠાણ એ વસ્તુ અંગે લખી રહ્યા છે, જે એમની પાસે છે જ નહીં.
ડૉક્ટર નાસીર અલીએ પણ ઇરફાન પઠાણની ગ્રેસવાળી કૉમેન્ટ પર વાંધો ઉઠાવ્યો.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પાકિસ્તાનનું પ્રદર્શન
સિડનીમાં રમાયેલી આ સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડને સરળતાથી હરાવી દીધું હતું. ન્યૂઝીલૅન્ડના 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે 7 વિકેટથી કિવિ ટીમને હરાવી દીધી હતી.
પહેલી વિકેટ માટે 105 રનોની ભાગીદારી નોંધાવી કૅપ્ટન બાબર આઝમ આઉટ થયા હતા. જોકે, બન્ને ઓપનરો પાકિસ્તાનને જીતના દ્વારે લઈ ગયા હતા. રિઝવાન જ્યારે આઉટ થયા ત્યારે પાકિસ્તાનને જીતવા માટે 18 બૉલ પર 21 રનની જરૂર હતી. એ લક્ષ્યાંક પાકિસ્તાને ત્રણ વિકેટના નુકસાને ચાર બૉલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધો.
આ સાથે જ પાકિસ્તાન 13 વર્ષ બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પણ પહોંચી ગયું. પાકિસ્તાન 2009માં ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન બન્યું હતું. વર્ષ 2007માં ટી20 વર્લ્ડકપની પ્રથમ સિઝનમાં એ ભારત સામે હારી ગયું હતું.
સેમિફાઇનલની આજની મૅચમાં ન્યૂઝીલૅન્ડના ડેરિલ મિશેલે 50 ફટકારી હતી અને કૅપ્ટન કૅન વિલિયમ્સનની 46 રનની મદદથી ન્યૂઝીલૅન્ડે પાકિસ્તાન સામે જીતવા માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મૅચમાં પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર નહોતા કર્યા. ન્યૂઝીલૅન્ડના ઓપનર ફિન એલેન માત્ર ચાર રન બનાવીને પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.
પ્રથમ વિકેટ છ રને જ ગુમાવી દેનારી ન્યૂઝીલૅન્ડની ટીમના ડેવેન કૉનવે અને કૅપ્ટન કેન વિલિયમ્સને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પણ એમની પ્રારંભિક બેટિંગ ધીમી રહી હતી.
એ દરમિયાન રન રેટ વધારવાનો પ્રયાસ કરતાં પાવરપ્લેની અંતિમ ઓવરમાં ન્યૂઝીલૅન્ડના બેટરોએ અંતિમ બૉલોમાં આઠ રન જોડી દીધા હતા. જોકે, છેલ્લા બૉલ પર વધુ એક મુશ્કેલ રન મેળવવાના પ્રયાસમાં ડેવન કૉનવે રનઆઉટ થઈ ગયા હતા.