એ મીઠાઈ જે સદીઓથી મુસલમાનો અને યહૂદીઓનો સહિયારો વારસો બની ગઈ છે

ઇસ્ફંગ

ઇમેજ સ્રોત, CHRIS GRIFFITHS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઇસ્ફંગ
    • લેેખક, જો બાવેર
    • પદ, બીબીસી ટ્રાવેલ

હાનુક્કાહ નામના યહૂદીઓના આ તહેવાર સમયે તેલમાં તળેલી વાનગીઓ અચૂક બનાવાય છે. પણ એ સમયે આવી વાનગીઓ પ્રાચીન સ્પેનમાં બનતી 'ઇસ્ફાંગ' નામના પકવાન વિના અધૂરી ગણાતી.

હાનુક્કાહનો શાબ્દિક અર્થ 'સમર્પણ કરવું' થાય છે અને યહૂદી સમુદાય આ ઉજવણી તે ઘટનાની યાદમાં દર વર્ષે કરે છે જેના કારણે ગ્રીક શાસન સામે બળવો થયો હતો. તેના પરિણામે ઈસવી સન પૂર્વે 168 આસપાસ જેરૂસલેમને ગ્રીકના કબજામાંથી છોડાવીને પોતાના પવિત્ર શમાદાન (દીવા પાત્ર) ને ફરી એકવાર શહેરના અન્ય એક ઉપાસના સ્થળને સમર્પિત કર્યું હતું.

બાદમાં યહૂદીઓના ધાર્મિક પુસ્તકોમાં પણ આ ઐતિહાસિક ઘટનાનું વર્ણન મળે છે. તેમાં એ ચમત્કારનો પણ ઉલ્લેખ છે, જ્યારે આ પવિત્ર શમાદાનમાં પડેલું તેલ સતત આઠ દિવસ સુધી ચાલતું રહ્યું અને બીજું મંદિર ગણાતું સ્થળ તેના પ્રકાશથી ઝળહળતું રહ્યું. આ રીતે તેલ અને તળેલાં પકવાન હાનુક્કાહની સાત દિવસની ઉજવણીનાં અભિન્ન અંગ બની ગયાં.

આથી દર વર્ષે જ્યારે હાનુક્કાહ કે યહૂદી સમુદાયના ‘રોશનીઓના તહેવાર’ના દિવસો આવે છે, ત્યારે દરેક સમારોહમાં તમને ઝીણાં કાપેલાં બટેકાં, ડુંગળી અને ઇંડાંમાંથી બનેલી પૅન કેક કે પછી લાટિક્ઝ અને મીઠાં ફળોના જામથી ભરેલાં ડૉનટ જરૂર પીરસવામાં આવશે.

પારંપરિક આઠ શાખાઓવાળા શમાદાનનાં બદલે તમને એ દિવસોમાં યહૂદીઓનાં ઘરોમાં નવ દીપવાળાં દીપપાત્રો જોવા મળે છે.

હાનુક્કાહ સપ્તાહના સંદર્ભમાં એ સમયની ચર્ચા યોગ્ય ગણાશે જ્યારે તેરમી સદીમાં અલ-અંદાલુસ (વર્તમાન મોરોક્કો અને સ્પેનના વિસ્તારો) માં ઇસ્ફંગ કહેવાતા ગરમા ગરમ ડૉનટ યહૂદીઓ અને મુસલમાનો બંને સમુદાયમાં સમાન રીતે લોકપ્રિય હતાં.

હાનુક્કાહના અવસરે દુનિયાનાં વિભિન્ન ક્ષેત્રોમાં વસતાં એ યહૂદીઓ માટે જેમનો સંબંધ પ્રાચીન સ્પેન સાથે હતો, તેમના માટે તળેલાં પકવાન અને સ્વાદમાં ગળી હોય તેવી વસ્તુઓ બનાવવી એક સામાન્ય વાત છે. આ સંદર્ભે જોઈએ તો ભોજનમાં ઇસ્ફંગનું હોવું નવાઈની વાત નથી. જોવા જઈએ તો યહૂદી સમુદાયમાં ઇસ્ફંગ એ લોકપ્રિય પ્રાચીન મીઠાઈ સુફગિયાનિયોટનો ભાઈ લાગે છે.

ઇસ્ફંગ બનાવવા માટે જરૂરી નથી કે તમારી પાસે કોઈ ખાસ રીતની અણીદાર કીપ હોય બસ લોટને મોટી પૂરીની જેમ ગોળ કાપી લો, એને ખેંચીને લાંબી કરો અને ગોળાકાર રૂપમાં બંને છેડાને ભેગા કરી દો. આ પછી તેને ઉકળતા તેલમાં નાખીને બંને બાજુથી થોડું તળી લો. ગરમા ગરમ ઇસ્ફંગ તૈયાર છે. ચાવવામાં તે મધુર ક્રિસ્પી ટોસ્ટ જેવુ લાગશે અને તે પછી તમારા મોંમાં હળવો મધુર સ્વાદ ભળી જશે.

ઇસ્ફંગ શું છે

ડૉ. ઍલેના

ઇમેજ સ્રોત, HÉLÈNE JAWHARA PIÑER

ઇમેજ કૅપ્શન, ડૉ. ઍલેનાનું બાળપણ ફ્રાન્સમાં વીત્યું હતું પરંતુ તેના પિતાની બાજુએ તેમનો વંશ અલ-અંદાલુસના પ્રાચીન યહૂદી પરિવારોથી મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍલેના ઝોહરા પિનેર ન માત્ર મધ્યકાળ અને એ સમયનાં પકવાનોના ઇતિહાસ પર ડૉક્ટરેટ કર્યું છે પણ તેઓ પ્રાચીન સ્પેનનાં પકવાનો પર એક પુસ્તકનાં લેખિકા પણ છે. કેટલાક લોકો તેમની આ મહારત વિશે જાણે છે અને તેને માને છે.

ડૉક્ટર ઍલેનાનું નાનપણ તો ફ્રાન્સમાં સ્થાનિક લોકો વચ્ચે પસાર થયું, પણ પિતા તરફથી તેમનો વંશ અલ-અંદાલુસના પ્રાચીન યહૂદી પરિવારોથી મળે છે

તેમનું બીજું પુસ્તક ‘યહૂદી, ખોરાક અને સ્પેન’ આ વર્ષના નવેમ્બર મહિનામાં પ્રકાશિત થયું છે. જો તમારે પ્રાચીન સ્પેનની વાનગીઓ વિશે કંઈ પણ જાણવું છે તો ડૉક્ટર ઍલેનાથી વધારે સારાં નિષ્ણાત તમને નહીં મળે.

ઇસ્ફંગની પ્રશંસા કરતાં તેઓ કહે છે, “ઇસ્ફંગ એક મોટું ડૉનટ હોય છે. જેની ઉપર નીચે બધી બાજુ ચારેબાજુ પરપોટાં હોય છે. તે બહારથી કડક હોય છે અને અંદર હવા હોય છે.”

તેઓ જણાવે છે કે તેરમી સદીમાં વાનગીઓ પર લખાયેલી પ્રખ્યાત રચના ‘કિતાબ અલ તબ્બીખ’માં પણ ઇસ્ફંગનો ઉલ્લેખ મળે છે. આ પુસ્તક સ્પેન અને પોર્ટુગલ દ્વીપના વિસ્તારોની વાનગીઓ પર લખાયેલું પ્રાચીન પુસ્તક છે પણ ડૉક્ટર હેલિયનનું કહેવું છે કે આવા પ્રાચીન પુસ્તકમાં ઇસ્ફંગ બનાવવાની જે રીત જણાવાઈ છે તે આજની રીતથી સાવ અલગ છે. ઉદાહરણ તરીકે તે સમયે ઇસ્ફંગની મધ્યમાં કોઈ છિદ્ર નહોતું કરાતું.

ઇતિહાસમાં આપણને છિદ્રવાળાં ઇસ્ફંગ ફરીવાર સ્પેન અને અરબી ભાષામાં લખાયેલી તેરમી સદીના એક પ્રસિદ્ધ પુસ્તકમાં જોવા મળે છે.

ડૉક્ટર ઍલેના કહે છે કે એ પુસ્તકમાં જણાવાયેલી રીત મુજબ પ્રાચીન સમયમાં ઇસ્ફંગ ગરમ પાણીમાં સોજીનો લોટ, ખમીર (યીસ્ટ) અને મીઠું નાખીને બનાવાતું હતું. એ ઇસ્ફંગ માટે જરૂરી હતું કે તમે એને એક બાજુ તેલમાં તે બદામી રંગનું થાય ત્યાં સુધી તળો પણ બીજી બાજુ તે સફેદ રંગનું રહેવા દેવામાં આવતું.

સ્પેન આફ્રિકાથી થઈને ઇઝરાયલ સુધીની સફર

ઇસ્ફંગ
ઇમેજ કૅપ્શન, ઇસ્ફંગ નામની એક વાનગી

જોકે ઇસ્ફંગ બનાવવાની પંરપરાની શરૂઆત એ સમયે થઈ હતી જ્યારે સ્પેનમાં મુસલમાનોનું શાસન હતું પરંતુ આ વાનગી અલ-અંદાલુસના પ્રવાસીઓ સાથે દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં પહોંચી હતી. અને આજના ઇસ્ફંગમાં આપણને ઉત્તર અમેરિકાથી લઈને મધ્યપૂર્વના ભોજન બનાવવાની રીતોની ઝલક જોવા મળે છે.

1942માં જ્યારે ગ્રેનાડા મુસલમાનોના હાથમાંથી છીનવી લેવામાં આવ્યું તો સ્પેનનાં રાણી ઇસાબેલાએ યહૂદીઓ અને મુસલમાનોને અલ-અંદાલુસમાંથી બહાર ધકેલી દીધા હતા.

તેમાંના કેટલાક ભાગીને ઉત્તર આફ્રિકાના એ વિસ્તારોમાં જતા રહ્યા હતા જે આજે મોરોક્કોનો ભાગ છે અને કેટલાક ફેરફારો સાથે ઇસ્ફંગ બનાવવાની પરંપરા પણ તેમની સાથે ત્યાં પહોંચી ગઈ. આ રીતે આ પરંપરા લીબિયા અને ટ્યૂનિશિયા પણ પહોંચી જ્યાં ઇસ્ફંગને ક્રમશ: સ્નફ્ઝ અને બંબાલોની કહેવાય છે.

અને જ્યારે હોબાળા, મારામારી પછી 1948માં ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું તો લોકોએ ઇસ્ફંગની પરંપરાને અહીં પણ પુનર્જીવિત કરી.

1948 અને 2016 વચ્ચેના સમયમાં આશરે બે લાખ ચુમ્મોતેર હજાર એકસો એંસી યહૂદીઓ મોરોક્કો છોડીને ઇઝરાયલ આવ્યા અને હાલના આંકડાઓ અનુસાર ઇઝરાયલમાં મોરોક્કોથી આવેલા યહૂદીઓની કુલ સંખ્યા ચાર લાખ બોંતેર હજાર આઠસો થઈ ગઈ છે.

જો તમે ઇસ્ફંગનાં વિવિધ નામો પર નજર કરો તો તમને આ પકવાનની લાંબી મુસાફરીની કહાણી સમજાશે કે કેવી રીતે તહેવારો પર બનાવાતી અલ-અંદાલુસની આ પ્રાચીન મીઠાઈ સ્પેન અને પોર્ટુગલના વિસ્તારોથી નીકળીને ઉત્તર આફ્રિકા થઈ ઇઝરાયલ સુધી પહોંચી.

મુસલમાનો અને યહૂદીઓનો સહિયારો વારસો

ઇસ્ફંગ

ઇમેજ સ્રોત, HEMIS/ALAMY

ઇમેજ કૅપ્શન, આ વાનગીનો ઉલ્લેખ તેરમી સદીમાં મળે છે.

ડૉ. ઍલેના જણાવે છે કે ઇસ્ફાંગને સ્પેનિશમાં 'એસ્પોન્ગા' પણ કહેવામાં આવે છે અને આ શબ્દનો સ્ત્રોત અરબી શબ્દ સ્ફાંજ છે જેનો અર્થ થાય છે એવી વસ્તુ જે શોષી લે છે. કદાચ આને આપણે સ્પૉન્જ કહીએ છીએ. હિબ્રુ ભાષામાં ઇસ્ફાંગનું બીજું નામ સફુજ પણ આ જ મૂળ ધરાવે છે.

જોકે મોરોક્કોમાં યહૂદીઓની વસ્તી નોંધપાત્ર રીતે ઘટીને અંદાજે 3,000 થઈ ગઈ છે છતાં તમે મોરોક્કોમાં શેરી વિક્રેતાઓ પાસેથી ઇસ્ફંગ ખરીદી શકો છો.

મોરોક્કોથી સ્થળાંતર કરીને ઇઝરાયલમાં સ્થાયી થયેલા યહૂદીઓ પણ જ્યાં સુધી લાટિક્ઝથી ભરેલી પ્લેટ પર બે ઇસ્ફંગના ટુકડા ન મૂકે ત્યાં સુધી હાનુક્કાહનો પ્રસંગ માણતા નથી. તમે મોરોક્કોની શેરીઓમાં આખું વર્ષ તેનો આનંદ માણી શકો છો.

ડૉ. ઍલેનાના મતે, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં બનેલાં ઇસ્ફંગ, "એ વાતનો પુરાવો છે કે તે મુસ્લિમો અને યહૂદીઓના સમાન વારસાની વાનગી છે. તે ભૂતકાળમાં વહેંચાયેલું હતું અને આજે પણ છે."

બીબીસી
બીબીસી