'ભારત અમારી સાથે સારું નથી કરી રહ્યો,' ટ્રમ્પે શું કહ્યું અને ભારત પર કેટલો ટેરિફ નાખ્યો?

અમેરિકા, ટેરિફ, ભારત,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ટેરિફની ઘોષણા કરતા કહ્યું કે 2જી એપ્રિલ એ લિબરેશન ડે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફને લઈને મોટી ઘોષણા કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડેનું નામ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે "તેઓ અન્ય દેશોથી લગભગ અડધો ટેરિફ લેશે જે તેઓ અમારી પાસેથી વસુલી રહ્યા છે. એટલે આ ટેરિફ એક પ્રકારે રેસિપ્રોકલ ટેરિફ નહીં હોય. હું આમ કરી શક્યો હોત પરંતુ તે કેટલાક દેશો માટે કઠીન હોત. અમે આમ નહોતું કરવા માગતા."

આ સાથે ટ્રમ્પે ઍલાન કરી દીધું છે કે તેઓ કયા દેશ પાસે કેટલો ટેરિફ વસુલશે.

ટ્રમ્પની આ જાહેરાત બાદ નવા ટેરિફ લાગુ થઈ ગયા છે જે અંતર્ગત અમેરિકા ચીન પાસે 34%, જાપાન પાસે 24%, યુરોપિય યુનિયન પાસેથી 20%, અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસુલશે. તેમણે આ જાહેરાત એક ઍક્ઝ્યૂકેટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરીને કરી.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર ટેરિફ લગાવવા મામલે એક પોસ્ટ પણ લખી છે જે ચર્ચામાં છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2જી એપ્રિલને મુક્તિનો દિવસ ગણાવ્યો છે.

તેમણે દુનિયાના 100 જેટલા દેશોની યાદી અને અમેરિકા દ્વારા તેમના પર કેટલા ટેરિફ લગાવવામાં આવશે તેની યાદી બહાર પાડી છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ટેરિફના ઍલાન બાદ અમેરિકાને વિદેશી ઉત્પાદનોની નિર્ભરતાથી મુક્તિ મળશે.

ટેરિફની ઘોષણા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "વડા પ્રધાન(મોદી) કેટલાક દિવસો પહેલાં અહીંથી ગયા છે. તેઓ મારા સારા મિત્ર છે. પરંતુ મેં તેમને કહ્યું છે કે તમે મારા દોસ્ત છો પરંતુ તમે અમારી સાથે યોગ્ય નથી કરી રહ્યા."

ટ્રમ્પે કહ્યું, "તેઓ અમારા પર 52 ટકા ટેરિફ ચાર્જ કરે છે, તમે સમજો છો? એટલે અમે તેમની પાસે લગભગ ન બરાબર ટેરિફ વસુલ કરીએ છીએ. વર્ષો અને દશકોથી."

10% બેઝલાઇન ટેરિફ

ટ્રમ્પની આ જાહેરાત બાદ નવા ટેરિફ લાગુ થઈ ગયા છે જે અંતર્ગત અમેરિકા ચીન પાસે 34%, જાપાન પાસે 24%, યુરોપિય યુનિયન પાસેથી 20%, અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસુલશે. તેમણે આ જાહેરાત એક ઍક્ઝ્યૂકેટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરીને કરી.

ઇમેજ સ્રોત, BBC / Bernd Debusmann Jr

ટ્રમ્પની આ જાહેરાત પહેલાંની પૃષ્ઠભૂમિમાં વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બધા દેશો પર બેઝલાઇન ટેરિફ લાદશે. આ દર 10 ટકા પર સેટ કરવામાં આવ્યો છે. અને તે 5 એપ્રિલથી અમલમાં મુકવામાં આવશે. કેટલાક દેશો ફક્ત બેઝ રેટનો સામનો કરશે.

આ દેશોમાં સામેલ છે:

  • યુકે
  • સિંગાપોર
  • બ્રાઝિલ
  • ઑસ્ટ્રેલિયા
  • ન્યૂઝીલૅન્ડ
  • તુર્કી
  • કૉલંબિયા
  • આર્જેન્ટિના
  • અલ-સાલ્વાડોર
  • સંયુક્ત આરબ અમીરાત
  • સાઉદી અરેબિયા

કેટલાક દેશો પર વધારે ટેરિફ

ટ્રમ્પની આ જાહેરાત બાદ નવા ટેરિફ લાગુ થઈ ગયા છે જે અંતર્ગત અમેરિકા ચીન પાસે 34%, જાપાન પાસે 24%, યુરોપિય યુનિયન પાસેથી 20%, અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસુલશે. તેમણે આ જાહેરાત એક ઍક્ઝ્યૂકેટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરીને કરી.

ઇમેજ સ્રોત, @RapidResponse47

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે 9 એપ્રિલથી અમલમાં આવનારા આશરે 60 જેટલા દેશો પર ચોક્કસ પ્રકારના ટેરિફ લાદવામાં આવ્યા છે.

આ દેશો અમેરિકાના માલ-સામાન પર વધારે ટેરિફ વસુલે છે. આ દેશોમાં કેટલાક આ પ્રકારે છે:

  • યુરોપિયન યુનિયન 20%
  • ચીન 34%
  • વિયેતનામ 46%
  • થાઇલૅન્ડ 36%
  • જાપાન 24%
  • કંબોડિયા 49%
  • દક્ષિણ આફ્રિકા 30%
  • તાઇવાન 32%
  • પાકિસ્તાન 29%
  • બાંગ્લાદેશ 37%
  • શ્રીલંકા 44%
  • મ્યાનમાર 44%
  • મલેશિયા 24%

આ નવી જાહેરાતમાં કૅનેડા અને મૅક્સિકો પર નવા કોઈ ટેરિફ લાદવામાં આવ્યા નથી. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકા આ બંને દેશો સાથે અગાઉના ઍક્ઝિક્યૂટિવ ઑર્ડરમાં નિર્ધારિત માળખાનો ઉપયોગ કરીને વ્યવહાર કરશે. અગાઉ અમેરિકાએ ફેન્ટાનાઇલ અને સરહદી મુદ્દાઓને ઉકેલવા માટે સરકારના પ્રયાસોના ભાગરૂપે ટેરિફ લાદ્યા હતા. તેમણે અગાઉ કેટલીક છૂટ પણ આપી હતી અને તે પહેલાં તેમણે ટેરિફના દરો 25 ટકા નક્કી કર્યા હતા. જોકે, અમેરિકાએ ચાર માર્ચથી કૅનેડા અને મૅક્સિકોથી આયાત થનારા સામાન પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. આ ઉપરાંત કૅનેડાથી ઉર્જા સંબંધિત આયાત પર 10 ટકાનો ટેરિફ લગાવ્યો છે.

આ સાથે ઑટોમોબાઇલના માલસામાન પર 25 ટકા ટેરિફની જાહેરાત અમલમાં આવી છે. આ ટેરિફ 3જી એપ્રિલની મધ્યરાત્રીથી અમલમાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.