You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ વીડિયો સ્કૅન્ડલથી ખળભળી ઊઠ્યો આફ્રિકન દેશ, પણ શું એ સત્તા હાંસલ કરવાનો ખેલ છે?
- લેેખક, ઇનેસ સિલ્વા અને ડેમિયન ઝેન
- પદ, બીબીસી ન્યૂઝ
એક વરિષ્ઠ સરકારી અધિકારીને લીધે મધ્ય આફ્રિકામાં આવેલો દેશ ઇક્વેટોરિયલ ગિની ચર્ચામાં છે. છેલ્લા 15 દિવસમાં અધિકારીના સોશિયલ મીડિયા પર 150 થી 400 વીડિયો લીક થયા છે.
આ વીડિયોમાં વરિષ્ઠ સરકારી કર્મચારીઓ તેમની ઑફિસ અને અન્ય સ્થળોએ અલગ-અલગ મહિલાઓ સાથે અંતરંગ અવસ્થામાં જોવાં મળે છે.
સોશિયલ મીડિયા પર અચાનક અશ્લીલ વીડિયોની વણઝારની ઘટનાને દુનિયા સેક્સ સ્કૅન્ડલ માની રહી છે. પરંતુ, કેટલાક નિષ્ણાતો માને છે કે આની પાછળ કોઈ અન્ય રમત પણ હોઈ શકે છે.
જાણકાર માને છે કે ઇક્વેટોરિયલ ગિનીના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? એ નક્કી કરવાનું કોઈ કાવતરું પણ હોઈ શકે છે.
મધ્ય આફ્રિકાનો નાનકડો દેશ
સોશિયલ મીડિયા પર આવા અંતરંગ વીડિયોનું પૂર આવ્યું છે. આ વીડિયોને લીધે ઇક્વેટોરિયલ ગિનીના લોકો ચોંકી ઊઠ્યા છે.
કારણ કે, આ અશ્લીલ વીડિયોમાં દેખાતી મહિલાઓમાં કેટલીક તો શાસકોની પત્નીઓ છે તો કેટલીક તેમની સંબંધી છે.
કેટલાક વીડિયોને જોતા એવું લાગે છે કે આ વીડિયોના શૂટીંગ વખતે તેમને જાણ હતી કે તેમનું રેકૉર્ડિંગ થઈ રહ્યું છે.
આ વીડિયોમાં તમામ મહિલાઓ બાલ્ટાસર એબાંગ એંગોંગા સાથે અંતરંગ સ્થિતિમાં જોવાં મળે છે. વાસ્તવમાં, એંગોગાનું વ્યક્તિત્વ આકર્ષક છે, જેના કારણે તેઓ 'બેલો' તરીકે જાણીતા છે.
આ વીડિયો કેવી રીતે લીક થયા એ બાબતની તપાસ કરવી મુશ્કેલ છે. કારણ કે, ઇક્વેટોરિયલ ગિની એ અનેક પ્રતિબંધ ધરાવતો સમાજ છે, જ્યાં પ્રેસની આઝાદી જેવી કોઈ સ્થિતિ નથી.
જોકે, એક વાત એવી બહાર આવી રહી છે કે આ વીડિયો લીક કરવાનો હેતુ તેના કેન્દ્રમાં રહેલી વ્યક્તિને બદનામ કરવાનો છે.
મૂળે, એંગોગા એ રાષ્ટ્રપતિ ટીયોડોરો ઓબિયાંગ નુમાના ભત્રીજા છે. ભવિષ્યમાં રાષ્ટ્રપતિ નુમાને બદલે તેમનો ભત્રીજો ન્ગોંગા આગામી રાષ્ટ્રપતિ બની શકે છે તે વિચારીને કોઈએ આવું કર્યું હોય તેવી શક્યતા છે.
1979થી સત્તા પર છે રાષ્ટ્રપતિ ઓબિયાંગ
રાષ્ટ્રપતિ ઓબિયાંગ નુમા 1979થી ઇક્વેટોરિયલ ગિનીમાં સત્તા પર છે. તેઓ એવા નેતા છે કે જેઓ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહ્યા છે.
82 વર્ષીય ઓબિયાંગે પોતાના દેશની અર્થવ્યવસ્થામાં તેજીનો સમયગાળો જોયો છે, પરંતુ હવે તેલના ભંડારમાં ઘટાડો થવાને કારણે મંદીનું વાતાવરણ છે.
અહીંના કેટલાક લોકો ખૂબ જ સમૃદ્ધ છે, જ્યારે કે લગભગ 17 લાખની વસ્તી ગરીબીમાં જીવે છે. આ જ કારણ છે કે માનવ અધિકારોની અવગણના કરવા બદલ ઓબિયાંગ પ્રશાસનની આકરી ટીકા થઈ રહી છે.
અમેરિકી સરકારના અહેવાલ મુજબ ઓબિયાંગના શાસનકાળ દરમિયાન ઘણી હત્યા થઈ હતી અને લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. કૌભાંડો સાથે તેમના પર જૂની લેણાદેણી હોવાનો આરોપ છે.
જેમકે, રાષ્ટ્રપતિ ઓબિયાંગના પુત્રની વૈભવી જીવનશૈલી સાથે સંબંધિત છે, જે હવે ઉપરાષ્ટ્રપતિ છે. તેની પાસે ત્રણ મિલિયન ડોલરની કિંમતનો ક્રિસ્ટલ સ્ટડેડ હાથમોજાં હતાં, જે પૉપસ્ટાર માઇકલ જૅક્સન પહેરતાં હતાં.
ધરાતલ પર કોઈ વિપક્ષ નથી
નિયમિતપણે યોજાતી ચૂંટણીઓ સિવાય, ઇક્વેટોરિયલ ગિનીમાં ધરાતલ પર કોઈ વિરોધ પક્ષ નથી. ત્યાં સામાજિક કાર્યકરોને જેલમાં મોકલવા સામાન્ય બાબત છે.
તેમને સજા કરવામાં આવે છે અને જે લોકો રાષ્ટ્રપતિ ભવન સાથે મળીને કામ કરે છે તેમના પર કડક નજર રાખવામાં આવે છે. આ દેશમાં રાજનીતિ ભવનનાં કાવતરાંની આસપાસ ફરે છે.
અંગોંગાને લગતા કૌભાંડનો મામલો પણ આ આ બધામાં બંધબેસે છે. તેઓ નેશનલ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના વડા હતા અને મની લૉન્ડરિંગ જેવા ગુના પર નજર રાખતા હતા.
પરંતુ, હવે તે પોતે તપાસમાં આવી ગયા છે. 25 ઑક્ટોબરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ પછી તેમને રાજધાની માલાબોની કુખ્યાત બ્લેક બીચ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં સરકારના વિરોધીઓ પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવે છે.
પ્રથમ વીડિયો ક્યારે મળ્યો?
એંગોંગાનો ફોન અને કૉમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું હતું. તેના થોડા દિવસ પછી આ વિડિયોઝ ઓનલાઈન જોવા મળ્યા હતા.
બીબીસીને પ્રથમ વિડિઓ 28 ઑક્ટોબરે ફેસબુક પર ડાયરીયો રોમ્બિના પૅજ પર મળ્યો હતો.
સ્પેનમાં નિર્વાસિત એક પત્રકાર એક સમાચાર વેબસાઈટ ચલાવે છે. તેમણે લખ્યું કે, “આ તસવીરો અને વીડિયો બહાર આવ્યાં પછી સોશિયલ નેટવર્ક્સ પર ધમાકો થશે.” એ જ દિવસે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફી વીડિયોઝની ભરમારને સત્તાને હલબલાવી દેનારા સ્કૅન્ડલ તરીકે જોવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આવા વીડિયો એક પછી એક ટેલિગ્રામ પર આવી ચૂક્યા હતા. એ વખતે લોકોએ તેને ડાઉનલોડ કરીને વૉટ્સઍપ ગ્રૂપ પર વહેતા કર્યા હતા. એ પછી દેશમાં ખળભળાટી મચી ગઈ હતી.
સરકારે શું કર્યું?
વીડિયોમાં એંગોંગાને તેમજ મહિલાઓને તરત જ ઓળખી લેવામાં આવ્યાં હતાં. મહિલાઓમાં ઘણાં રાષ્ટ્રપતિનાં સંબંધી હતાં, કેટલાંક મહિલા, મંત્રીઓ અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓનાં પત્નીઓ પણ હતાં.
એ પછી જે કંઈ પણ થઈ રહ્યું હતું તેની અવગણના કરવી સરકારને પોષાય તેમ નહોતી.
30 ઑક્ટોબરે વાઇસ પ્રેસિડેન્ટ ટીઓડોરો ઓબિયાંગે ટેલિકોમ કંપનીઓને આ વીડિયો ક્લિપ્સને ફેલાતી અટકાવવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, અમે કોઈ પણ પગલાં લીધા વિના પરિવારોને અલગ પડતા જોઈ શકતા નથી. દરમિયાન આ વીડિયો અને તસવીરો ક્યાંથી આવ્યાં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
જેમ કે કૉમ્પ્યુટર સહિતનાં સંસાધનો સુરક્ષા દળો પાસે હતાં. એવી આશંકા છે કે કોઈએ તેમને ત્યાંથી લીક કર્યા છે. જેનો ઇરાદો ટ્રાયલ પહેલાં એંગોંગાની પ્રતિષ્ઠા ખરડવાનો હોઈ શકે છે.
પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને મહિલાઓની પરવાનગી વિના અંતરંગ ફોટોગ્રાફ્સ અને વિડીયો શૅર કરવા બદલ એંગોગા સામે કેસ નોંધે.
આમાંથી એક મહિલાએ તો ઍલાન કર્યું છે કે તેઓ એંગોંગા વિરુદ્ધ પગલાં લેશે. જોકે, એક વાત નથી સમજાઈ રહી કે એંગોંગાએ રેકૉર્ડિંગ કેમ કરાવ્યું?
કાર્યકરો શું કહે છે?
ત્યારે કાર્યકરો સવાલ કરે છે કે આ વીડિયોને લીક કરવાનો ઉદ્દેશ શું હતો.
કારણ કે એંગોંગાનો સંબંધ રાષ્ટ્રપતિ સાથે છે. તેઓ એંગોંગા બાલ્ટાસર એંગોંગા એડ્ઝોના દીકરા છે જે ક્ષેત્રિય આર્થિક અને મોનિટરી યુનિયનના પ્રમુખ છે. દેશમાં તેમનો ખાસો પ્રભાવ છે.
લંડનમાં રહેતાં ઇક્વેટોરિયરન ઍક્ટિવિસ્ટ નસેંગ ક્રિસ્ટિયા એસ્મી ક્રૂઝ કહે છે કે, અમે જે જોઈ રહ્યા છીએ, તે એ યુગનો અંત છે, અને વર્તમાન રાષ્ટ્રપતિનો અંત છે, આ ઉત્તરાધિકારની લડાઈ છે અને અમે જે જોઈ રહ્યા છીએ એ આંતરિક લડાઈ છે.
આફ્રિકા પૉડકાસ્ટ પર બીબીસી ફોકસ સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે "રાષ્ટ્રપતિ ઓબિયાંગ દરેક વ્યક્તિને રાજકીય રીતે બહાર કરવાની કોશિશ કરી રહ્યા હતા જે તેમના રસ્તામાં રાષ્ટ્રપતિના ઉત્તરાધિકારી બનવામાં બાધા સાબિત થઈ શકે છે."
ઉપરાષ્ટ્રપતિની સાથે તેમનાં માતા પણ કાવતરાંમાં સામેલ હોઈ શકે છે. જેમણે ઉપરાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ બનવાના રસ્તામાં આવનારને હટાવવા માટે આ કાવતરું રચ્યું હોઈ શકે છે.
રાષ્ટ્રપતિ ઓબિયાંગના બીજા દીકરા ગેબ્રિયલ ઓબિયાંગ લિમા પણ આ કાવતરાંમાં સામેલ હોઈ શકે છે. તેઓ રાષ્ટ્રપતિ ઓબિયાંગનાં બીજા પત્નીના પુત્ર છે.
તેઓ દસ વર્ષ સુધી તેલ મંત્રી રહ્યા હતા. ત્યાર બાદ તેમને સરકારમાં બીજી ભૂમિકા માટે મોકલવામાં આવ્યા હતા.
સંભ્રાંત વર્ગમાં રહેનાર લોકો એક-બીજા વિશે એવી વાતો જાણે છે, તેઓ એ વાતોને સાર્વજનિક નથી કરવા માગતા.
અતીતમાં કોઈ રાજનીતિક પ્રતિદ્વંદ્વીને અપમાનિત કરવાના હેતુથી આ વીડિયોઝનો ઉપયોગ કર્યો હશે. તખતાપલટનું કાવતરું રચવાના આરોપ પણ હંમેશાં લાગે છે જેનાથી ઉન્માદ પેદા થાય છે.
પરંતુ ક્રૂઝ પર એવા પણ આરોપ છે કે ઑથોરિટીઝ ઇચ્છે છે કે આ સ્કૅન્ડલ મારફતે સોશિયલ મીડિયા પર લગામ લગાવવામાં આવે કારણ કે ત્યાં ઘણી માહિતી પહેલેથી છે, જે દેશમાં શું-શું ચાલી રહ્યું છે,તેની સાથે સંકળાયેલી છે. જેને દેશથી બહાર કરવું જોઈએ.
જુલાઈમાં અધિકારીઓએ એનોબોન આઇલૅન્ડમાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં બાદ અસ્થાઈ રીતે ઇન્ટરનેટને સસ્પેન્ડ કર્યું હતું.
તેમના માટે તથ્ય એ છે કે હાઈરૅન્કવાળા અધિકારીઓના બહાર કોઈ અન્ય મહિલા સાથે અંતરંગ સંબંધ રાખવા કોઈ ચોંકાવનારી વાત નથી કારણ કે દેશમાં સંભ્રાંચ પરિવારોની લાઇફ સ્ટાઇલમાં આ સામાન્ય વાત છે.
ઉપરાષ્ટ્રપતિ પર ફ્રાન્સમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કેટલાક દેશોમાં તેમની મોંઘી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. પરંતુ તેઓ પોતાને ઘર અને દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવનાર વ્યક્તિ તરીકે દેખાવા માગે છે.
ગત વર્ષે દાખલા તરીકે તેમણે પોતાના ભાઈની ધરપકડના આદેશ આપ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈને રાજ્યની ઍરલાઇનનું વિમાન વેચી દીધું હતું.
જોકે, આ કૌભાંડથી જોડાયેલા એક મામલામાં ઉપરાષ્ટ્રપતિ આ ક્લિપ્સના પ્રસારને રોકવાની કોશિશમાં લાગ્યા છે કારણ કે આ ક્લિપ્સને હજુ જોઈ શકાય છે.
ત્યાંની આધિકારિક સમાચાર સંસ્થાએ જણાવ્યું કે, "આ અઠવાડિયે તેમણે વધારે સતર્ક દેખાવાના પ્રયત્નો કર્યા અને સરકારી કાર્યાલયોમાં સીસીટીવી લગાવવાની વાત કહી. એટલે અશોભનીય અને અવૈધ કામો પર રોક લાગી શકે."
આમાં કહેવામાં આવ્યું કે સ્કૅન્ડલથી દેશની છબીને નુકસાન થયું છે. ઉપરાષ્ટ્રપતિએ આદેશ આપ્યો કે જો કોઈ અધિકારી કાર્યસ્થળ પર અશ્લીલ કામમાં સંડોવાયેલા મળ્યા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. આને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે.
તેઓ ખોટા નહોતા કારણ કે આ ઘટનાએ દેશની બહાર પણ ચર્ચા જગાવી છે. ગૂગલનો ડેટા જોઈએ તો આ અઠવાડિયાની શરૂઆતમાં ઇક્વેટોરિયલ ગિનીના સર્ચમાં વધારો થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન