You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘અપ્રાકૃતિક સેક્સ’ માટે પતિને મળી 9 વર્ષની સજા : આ નિર્ણય મહત્ત્વનો કેમ છે?
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, રાયપુરથી
પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ માટે છત્તીસગઢના દુર્ગ જિલ્લાની એક ફાસ્ટટ્રૅક કોર્ટે પતિને 9 વર્ષની સશ્રમ કારાવાસ અને 10 હજાર રૂપિયાના દંડની સજા કરી છે.
આ સિવાય પત્ની સાથે મારપીટ કરવાના આરોપમાં એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ પણ પતિએ ચૂકવવો પડશે.
આ નિર્ણય શનિવારે એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં મૅરિટલ રેપ અને અપ્રાકૃતિક જાતીય સંબંધ કૃત્ય મામલે ચર્ચા ચાલુ છે.
સોમવારે જ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ભારતીય ન્યાય સંહિતા સહિત 3 વિધેયકોને મંજૂરી આપી દીધી છે. નવી ભારતીય ન્યાય સંહિતામાં અપ્રાકૃતિક યૌન કૃત્યની કલમ 377ને જ સમાપ્ત કરી દેવાઈ છે.
બીજી તરફ, દુર્ગની અદાલતના આ નિર્ણય બાદ દોષિત સાબિત થયેલા નિમિષ અગ્રવાલને પણ જેલ મોકલી દેવાયા છે.
શું હતો સમગ્ર મામલો?
પતિ અને પીડિતા બંનેના પરિવારો મોટા કારોબાર સાથે જોડાયેલા છે.
આ નિર્ણય બાદ પીડિતાએ કહ્યું, “મને દરેક પ્રકારે પરેશાન કરવામાં આવી. હું માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક રીતે હેરાન થતી રહી. હું અન્ય મહિલાઓ પાસેથી આશા રાખું છું જે અપ્રાકૃતિક જાતીય સંબંધના મામલે શરમ અથવા ડરના કારણે આગળ નથી આવતી. તેઓ આગળ આવે અને પોતાના માટે અવાજ ઉઠાવે.”
પીડિતાએ કહ્યું કે અપ્રાકૃતિક યૌન સંબંધનો મામલો હોય કે મારપીટનો અથવા દહેજ માટે હેરાનગતીનો મામલો હોય, કાનૂન તમારી મદદ કરે છે. ભલે તમે કોઈ પણ વર્ગમાંથી આવતા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિતાએ કહ્યું, “હું મહિલાઓને કહેવા માગું છું કે તમારું મન અથવા દેહ આહત હોય તો તમારે અવાજ ઉઠાવવો જોઈએ. સમાજ અને કાનૂન હવે ઘણા જાગૃત થઈ ચૂક્યા છે.”
આ દરમિયાન પીડિતાના વૃદ્ધ પિતાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે છેલ્લાં ઘણાં વર્ષોથી જે પીડા તેમણે અને તેમના પરિવારે ભોગવી છે, તે વિશે કોઈ વિચારી જ નથી શકતું.
દહેજની માગણી અને પછી અપ્રાકૃતિક સેક્સરૂપે પજવણી
પીડિતાનો દાવો છે કે તેમના પિતાએ સગાઈ બાદ અલગ-અલગ પ્રસંગે 3 કરોડ 5 લાખની રકમ આપી.
પરંતુ નિમિષ અને તેમનો પરિવાર 10 કરોડ રૂપિયા અને એક બીએમડલ્બ્યૂ કારની માગ પર અડગ રહ્યા.
ત્યાર બાદ પીડિતા સાથે મારપીટ શરૂ થઈ ગઈ. મારપીટમાં નિમિષ અગ્રવાલનાં પિતા, મા અને બહેન પણ સામેલ રહેતાં હતાં.
પીડિતાનો આરોપ છે કે 2011માં જ્યારે તેઓ ગર્ભવતી થયાં અને તપાસ બાદ માલૂમ પડ્યું કે ગર્ભમાં રહેલું બાળક છોકરી છે, તો પતિ અને પરિવારના સભ્યોએ ગર્ભપાતની સલાહ આપી. પરંતુ પીડિતા માન્યાં નહીં.
પીડિતા અનુસાર દીકરીના જન્મ બાદ તેમને મારપીટનું એક વધુ બહાનું મળી ગયું.
આરોપ અનુસાર આ પછી પતિએ પજવવા કરવા માટે પીડિતા સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનું શરૂ કર્યું. પીડિતાનું કહેવું છે કે તેમના પતિ આ દરમિયાન પોર્ન ફિલ્મ જોતા હતા અને પીડિતા સાથે એવા વીડિયો બનાવતા પણ હતા.
અગ્રવાલ પરિવારની દલીલ
આ તમામ પ્રકારની હેરાનગતિથી ત્રાસીને આખરે મે-2016માં પીડિતાએ તેમનાં પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને કોર્ટ કાર્યવાહી ઉપરાંત સામાજિક સભાઓમાં પણ મામલો ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ આવા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.
જોકે, નિમિષ અગ્રવાલ અને તેના પરિવારના વકીલોએ દલીલ કરી હતી કે, પીડિતાના તમામ આરોપો સાસરિયાઓને હેરાન કરવાના હેતુથી બનાવટી રીતે ઉપજાવી કાઢવામાં આવ્યા છે અને તેમાં કોઈ સત્ય નથી. પરંતુ કોર્ટે પીડિતાના આરોપો સાથે સહમતી દર્શાવી હતી.
સ્થાનિક કોર્ટ બાદ આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયો. આખરે આ શનિવારે દુર્ગની ફાસ્ટ ટ્રૅક કોર્ટે સાક્ષીઓ અને પુરાવાઓના આધારે પોતાનો ચુકાદો આપ્યો.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને નિમિશ અગ્રવાલને ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 377 હેઠળ નવ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે તેમને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
વૈવાહિક બળાત્કાર, અકુદરતી જાતીય કૃત્યો અને ભારતીય ન્યાય સંહિતા
નિષ્ણાતો કહે છે કે, આ નિર્ણયનું ઘણું મહત્વ છે અને આવા મુદ્દાઓ પર સમાજમાં સમજણ પણ વિકસિત થાય છે. કારણ કે આવા વિષયો પર ભાગ્યે જ ચર્ચા થાય છે.
છત્તીસગઢ હાઈકોર્ટના વકીલ દિવેશ કુમારનું કહેવું છે કે, દુર્ગ કોર્ટે આપેલા નિર્ણયમાં આરોપીઓ પાસે હજુ પણ કોર્ટમાં અપીલ કરવાની તક છે. પરંતુ આવા નિર્ણયો આ મુદ્દાઓ પર સામાજિક સમજ પણ વિકસાવે છે.
દિવેશ કુમાર કહે છે, "આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં વૈવાહિક બળાત્કાર, એટલે કે પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા, અપરાધને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. આને એવા વર્જિત વિષયો ગણવામાં આવે છે જે મામલે સમાજમાં તેની ખાસ ચર્ચા થતી નથી અથવા ઓછી થાય છે."
નોંધનીય છે કે, ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા કરે છે અને તેને ગુનો ગણાવાયો છે. કલમ 376 હેઠળ આ ગુના માટે સજાની જોગવાઈ છે. તેવી જ રીતે અકુદરતી જાતીય કૃત્યને કલમ 377માં સામેલ કરવામાં આવ્યું છે.
પરંતુ કલમ 375ના અપવાદ 2 મુજબ, જો કોઈ પુરુષ તેની 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની પત્ની સાથે તેની સહમતિ વિના શારીરિક સંબંધ બાંધે છે, તો તેને બળાત્કાર કહેવાશે નહીં. જોકે, 2017માં સુપ્રીમ કોર્ટે મહિલાઓની ઉંમર 15 વર્ષથી વધારીને 17 વર્ષ કરી હતી.
ભારતીય દંડ સંહિતાની કલમ 375ના આ અપવાદ 2 સામે વાંધો ઉઠાવતી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે.
પડતર અરજીઓ
આ ઉપરાંત, તે જ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની ખંડપીઠે આવા જ એક કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, વૈવાહિક સંબંધમાં કોઈપણ 'અકુદરતી અપરાધ' એટલે કે કલમ 377 માટે કોઈ સ્થાન નથી.
આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશના એક નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક સંબંધોમાં પ્રેમનો સમાવેશ થાય છે. જેમાં આત્મીયતા, કરુણા અને બલિદાન સામેલ છે.
પતિ-પત્નીની લાગણીઓને સમજવી મુશ્કેલ હોવા છતાં, યૌન સંબંધ એ એકબીજા સાથેના તેમના સતત બંધનનો અભિન્ન ભાગ છે.
કોર્ટના અભિપ્રાય અનુસાર, "પતિ-પત્ની વચ્ચેના જાતીય સંબંધો પર કોઈ અવરોધ ન મૂકી શકાય. આમ, અમને શક્ય લાગે છે કે કલમ 375ની સુધારેલી વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને પતિ અને પત્ની વચ્ચે કલમ 377 મામલે કોઈ અવકાશ નથી."
પ્રિયંકા કહે છે, "વૈવાહિક બળાત્કારનો મામલો હજુ સુપ્રિમ કોર્ટમાં પડતર છે. એ જ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 377ને લઈને પણ અરજીઓ પડતર છે. તેના ઉપર સોમવારે રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલા ત્રણ બિલો પર ભારતીય ન્યાય સંહિતામાં અકુદરતી જાતીય કૃત્યો સંબંધિત કોઈ વિભાગ નથી. દેખીતી રીતે, તેમાં ઘણી ગૂંચવણો છે અને આપણે આ મુદ્દાઓ પર સ્પષ્ટ અભિપ્રાય બનાવવા માટે થોડો સમય રાહ જોવી પડશે."