પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની જેમાં ધરપકડ કરવામાં આવી તે કેસ ખરેખર શું છે?

ઇમરાન ખાનની અટકાયત

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટેની બહારથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાર્ટી પીટીઆઈએ આની માહિતી આપી છે.

પાર્ટીના નેતા ફવાદ હુસૈને કહ્યું કે ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ઇમરાન ખાનની ગાડીને રેન્જર્સ દ્વારા ઘેરી લેવામાં આવી હતી.

ત્યારે પીટીઆઈ સાથે સંકળાયેલા અઝહર માશવાનીએકહ્યું કે ઇમરાન ખાનનું અદાલતની અંદરથી 'અપહરણ કરવામાં' આવ્યું. પીટીઆઈએ પોતાના કાર્યકરોને પ્રદર્શન કરવાનું પણ કહ્યું હતું.

એક વીડિયોમાં પાર્ટીના અન્ય નેતા મસર્રત ચીમાએ કહ્યું કે, 'તેઓ ખાન સાહેબ પર હિંસા કરી રહ્યા છે, ખાન સાહેબને મારી રહ્યા છે. અમને નથી ખબર કે તેમણે ખાન સાહેબની સાથે શું કર્યું.'

બીબીસી ગુજરાતી

ઇમરાન ખાનની ધરપકડ કોણે કરી છે

ઇમરાન ખાનની અટકાયત

ઇમેજ સ્રોત, PTI

બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી અનુસાર ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે ઇમરાન ખાનની અલ કાહિર ટ્ર્સ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

અદાલતની બહાર ભારે પોલીસદળ તહેનાત છે. ભારે સંખ્યામાં ઇમરાન ખાનના સમર્થકો પણ અદાલતની બહાર એકઠા થયા હતા.

પાકિસ્તાનના મીડિયા અનુસાર, પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઈને નૅબ (નેશનલ ઍકાઉન્ટિબિલિટી બ્યૂરો)ને સોપવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં નૅબ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરે છે. પાકિસ્તાનમાં મીડિયા અહેવાલો અનુસાર અટકાયતમાં લીધા બાદ ઇમરાન ખાનને નૅબની ઑફિસમાં મોકલવામાં આવ્યા છે.

ઇમરાન ખાન કોઈ અન્ય કેસમાં જામીન માટે અદાલતમાં રજૂ થયા હતા પરંતુ તેમને કોઈ અન્ય મામલામાં પકડી લેવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે તેઓ અદાલત પહોંચ્યા ત્યારે નૅબની ટીમ ત્યાં હાજર હતી.

ઇસ્લામાબાદના આઈજીએ કહ્યું કે ઇમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અને ત્યાર બાદ રાજધાનીમાં પરિસ્થિતિ સામાન્ય છે.

ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

ત્યારે વડા પ્રધાન શહબાઝ ખાનની પાર્ટી મુસ્લિમ લીગ -એન દ્વારા આ મામલે એક ટ્વીટ કરવામાં આવ્યું. પાર્ટીએ ઇમરાન ખાનની ધરપકડ પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "તેઓ એવી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં તેમને હોવું જોઈએ."

બીબીસી ગુજરાતી

'ઇમરાન ખાનને ટૉર્ચર કરવામાં આવ્યા'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇમરાન ખાનના વકીલ ગૌહરે આરોપ લગાવ્યો છે કે પૂર્વ વડા પ્રધાનની ધરપકડ દરમિયાન તેમને ટૉર્ચર કરવામાં આવ્યા છે.

જોકે, ઇસ્લામાબાદ પોલીસનો દાવો છે કે ધરપકડ દરમિયાન 'કોઈ પણ વ્યક્તિ સાથે હિંસા થઈ નથી.'

ઇમરાન ખાનની ધરપકડ દરમિયાન ગૌહર તેમની સાથે કોર્ટમાં હાજર હતા. બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "જ્યારે અમને ખબર પડી કે ઇમરાન ખાન અને બુશરા બીબી વિરુદ્ધની તપાસમાં એનએબીએ ફેરફાર કર્યો છે. અમને અંદાજ આવી ગયો હતો કે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી શકે છે."

તેમણે કહ્યું, "આ આશંકાના આધરે અમે કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો. જેથી ધરપકડથી બચી શકાય. અરજી દાખલ કરવા માટે અમે બાયોમૅટ્રિક કરવા ગયા એટલામાં જ રેન્જર્સે હુમલો કરી દીધો."

તેમનો આરોપ છે કે સુરક્ષા દળોએ પહેલા સ્પ્રેનો ઉપયોગ કર્યો અને રૂમના દરવાજા બંધ હતા, જેને જબરદસ્તીથી ખોલવામાં આવ્યા હતા. કાચ તોડવામાં આવ્યા હતા અને ધરપકડ દરમિયાન ઇમરાન ખાનને ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

જોકે, પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે આ આરોપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું, "ઇમરાન ખાન નોટિસ હોવા છતા હાજર ન રહ્યા. તેમની રાષ્ટ્રીય ખજાનાને નુકસાન પહોંચાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે કોઈ જબરદસ્તી કરાઈ નથી."

બીબીસી ગુજરાતી

અલ કાદિર ટ્રસ્ટ કેસ શું છે?

70 વર્ષીય ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવ્યા બાદ તેમના પર દેશના જુદાજુદા વિસ્તારોમાં ઘણા કેસ નોંધાયા છે. આ પૈકીનો એક કેસ છે અલ કાદિર ટ્રસ્ટ કેસ.

પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ જીયો ટીવી અનુસાર, 'ઇમરાન ખાન, તેમનાં પત્ની બુશરા બીબી તથા પીટીઆઈના અન્ય નેતાઓ પણ આ કેસમાં સામેલ છે. ઇમરાન ખાનની પીટીઆઈ સરકાર પર પાકિસ્તાનના એક જાણીતા પ્રૉપર્ટી ટાયકૂન સાથે ગોઠવણ કરવાનો આરોપ છે.'

આરોપો મુજબ, ઇમરાન ખાન અને અન્ય આરોપીઓએ બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા 50 બિલિયન પાકિસ્તાની રૂપિયાની કથિતપણે ગોઠવણ કરી હતી.

તેમના પર અલ કાદિર યુનિવર્સિટીની સ્થાપના માટે સોહવાના મૌઝા બકરાલા ખાતે 55 એકર જેટલી જમીન ફાળવવા માટે કથિત લાભ મેળવવાનો પણ આરોપ મૂકાયો હતો.

ઇમરાન ખાન પર અન્ય ઘણા કેસ ચાલી રહ્યા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી