ત્રણ બાળકોનાં એ માતાની કહાણી જેમણે બંને સ્તન કઢાવી નાખવાં પડ્યાં

ઇમેજ સ્રોત, @MACAFONO
- લેેખક, ફર્નાન્ડા પૉલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
મેકરિના રોડ્રિગ્ઝ લાન્સ 31 વર્ષનાં હતાં જ્યારે તેમનાં સ્તનમાં એક જીવલેણ ગાંઠ હોવાનું નિદાન થયું હતું.
તેમને ટ્યુમર છે તે જાણ્યા પછી તેમના માટે એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું કે સર્જરી કરાવીને બંને સ્તન દૂર કરાવવા કે નહીં.
જોકે, ખૂબ વિચાર કર્યા પછી આખરે તેમણે બંને સ્તન કઢાવી નાખવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેમને ડર હતો કે તે સમયે કેન્સરના કોઈ લક્ષણ ન હોવા છતાં એક સ્તનમાં જીવલેણ ગાંઠ વિકસી શકે છે.
ત્યાં સુધીમાં તેઓ એક વર્ષના બાળકનાં માતા હતાં.
કેટલાક ડૉકટરો તથા તેમની આસપાસના લોકોએ તેમને આવું ન કરવાની સલાહ આહી. પરંતુ તેઓ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતાં.
સ્પીચ થેરેપીનાં ગ્રેજ્યુએટ મેકરિનાએ બીબીસીને તેમની કહાણી સંભળાવી.
મેકરિનાએ કહ્યું કે તેઓ આ બધું એવી માતાઓને કહી રહ્યા છે જેમને પહેલેથી જ સ્તનપાન કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને જેમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
તેમણે કહ્યું, "આપણે બાળકો માટે જે કરવાનું છે તે નહીં કરી શકીએ તેવા વિચારોમાંથી છૂટકારો મેળવવો જોઈએ. ઉપલબ્ધ તક અને સંસાધનો અનુસાર તમે જે કરી શકો તે તમારે કરવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને ગાંઠ છે તેવું તમે કઈ રીતે જાણ્યું?

ઇમેજ સ્રોત, @MACAFONO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે બીજું શું કહ્યું તે તેમના જ શબ્દોમાં...
મારી કહાણી જણાવતા મને વર્ષો લાગ્યાં.
મેં જે નિર્ણય લીધો તે ઘણો મુશ્કેલ હતો. પણ હું એ નિર્ણય પર અડગ છું. મને તેનો કોઈ અફસોસ નથી.
2014માં મારા પ્રથમ બાળકના જન્મ પછી આ બધું શરૂ થયું.
હું નહાતી હતી ત્યારે મને કંઈક શંકાસ્પદ લાગ્યું. મેં જાતે મારા સ્તનોની તપાસ કરી. મને સરળતાથી મારા સ્તનમાં એક મોટી ગાંઠ મળી આવી.
મને તે ક્ષણ હજુ પણ સારી રીતે યાદ છે. નહાઈને બહાર આવતા જ હું પલંગના છેડે બેસીને વિચારવા લાગી કે હવે મારે શું કરવું જોઈએ? હું ડરી ગઈ.
હું તરત ડૉક્ટર પાસે દોડી ગઈ.
ગાયનેકોલૉજિસ્ટે મારા પર ટેસ્ટ કર્યા. તેમણે મને ખૂબ જ શાંતિથી સમજાવ્યું કે કંઈ ડરવા જેવું નથી. તેમણે કહ્યું કે હું મારા બાળકને સ્તનપાન કરાવતી હતી તેથી આવું થયું હશે. .. તેમણે મને કંઈ પણ કહ્યા વિના ઘરે મોકલી દીધી.
પરંતુ મને વિશ્વાસ નહોતો આવતો. પછી હું બીજા ગાયનેકોલૉજિસ્ટ પાસે ગઈ. તેમણે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું.
સ્કેનિંગ રિપોર્ટમાં જોવા મળેલી ગાંઠની તપાસ કરનાર ડૉક્ટરને શંકા હતી. તેમણે કહ્યું કે તેની વધુ બારીક તપાસ કરવાની જરૂર છે.
બે અઠવાડિયાં પછી મને ફોન આવ્યો. તે સમયે હું મારા નાના બાળક સાથે ઘરે એકલી હતી.
ડૉક્ટરે મને કહ્યું કે મને જીવલેણ સાબિત થાય તેવું ટ્યૂમર છે અને મારે વધુ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર છે.
તે એક અસહ્ય સ્થિતિ હતી. હું રડવા લાગી. મારો પુત્ર મારી સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. હું ખૂબ ડરી ગઈ હતી.
સ્તન કઢાવવાનો કપરો નિર્ણય લીધો

ઇમેજ સ્રોત, Getty Images
મારા સ્તનમાં નિપલની નીચે ગાંઠ છે. તે બહુ મોટી છે.
ડૉક્ટરોએ આગાહી કરી કે આ ગાંઠ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.
ડૉકટરોએ ગાંઠ ધરાવતા સ્તનને દૂર કરાવવા માટે સર્જરીનું સૂચન કર્યું હતું.
મને મારા એ સ્તનનો વિચાર આવ્યો જેમાં ગાંઠ ન હતી. મને વિચાર આવ્યો કે તેમાં પણ બીજી ગાંઠ વધવાનું જોખમ છે. મારા ધ્યાનમાં એવા ઘણા કેસ છે જેમાં બંને સ્તનમાં ગાંઠ થઈ હોય.
ડૉક્ટરોએ મને કહ્યું કે તેઓ નિયમિત ટેસ્ટ કરાવશે જેથી તેની જાણકારી મળે. જો તે ટેસ્ટ પૉઝિટિવ આવે તો મારે ઑપરેટિંગ રૂમમાં પાછા જવું પડશે અને પ્રથમની જેમ જ બીજા સ્તનને પણ દૂર કરવું પડશે.
બીજી વખત ઑપરેશન રૂમમાં જવાનો અર્થ એ થયો કે સર્જરી દરમિયાનની બધી પીડાઓ ફરી એકવાર સહન કરવી પડશે. તેની સાથે નાના બાળકનું પણ ધ્યાન રાખવું પડશે.
આ ઉપરાંત બીજું સ્તન જાળવી રાખવું હોય તો પ્રોફિલેક્સિસ માટે ઍન્ટિ-ઍસ્ટ્રોજેન્સ પણ લેવા પડે. તેના કારણે વહેલું મેનોપોઝ આવી જાય તથા હાડકાં સંબંધિત સમસ્યાઓ રહેશે.
આ બધાને ધ્યાનમાં રાખીને મેં મારા બંને સ્તન કઢાવી નાખવાનું નક્કી કર્યું.
બીજા બધાને મારો નિર્ણય સમજાવવા માટે મારે લડવું પડ્યું. ઘણા લોકોએ મને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બીજા સ્તનને દૂર ન કરો. તેઓ કહેતા, "ધારો કે તમને બીજું બાળક આવશે તો તમે તેને સ્તનપાન કેવી રીતે કરાવશો."
હું પ્રમાણિકતાથી કહું છું. મને વધુ બાળકો જોઈતાં હતાં, પરંતુ તે સમયે હું માત્ર મારા પુત્રનો વિચાર કરતી હતી. હું ઇચ્છતી હતી કે હું તેના માટે જીવિત રહું અને તેના બધા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહું."
તેથી મેં ઑપરેશન કરાવવાનું નક્કી કર્યું.
ડૉક્ટરોએ જણાવ્યું કે ગાંઠ શરીરના અન્ય કોઈ ભાગમાં ફેલાઈ નથી. તેનો અર્થ એ થયો કે મારે અન્ય કોઈ સારવારની જરૂર નથી.
ગાંઠવાળું સ્તન સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું. ભલે સ્તનના નિપલ પર ટેટૂ હોય.
બીજા સ્તન પર નિપલનો થોડો ભાગ રાખવામાં આવ્યો છે જેથી બધા કોષ એકસાથે ખતમ ન થાય.
સ્તન વગરની માતાનું જીવન

ઇમેજ સ્રોત, Getty Images
થોડાં વર્ષો પછી 2017માં હું બીજી વખત ગર્ભવતી થઈ.
તે સમયે મને ફરીથી શંકા થવા લાગી. મારા માટે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. મેં મારો વિચાર બદલવાનો ઘણો પ્રયાસ કર્યો. મારે એ હકીકતનો સ્વીકાર કરવો પડ્યો કે હું સ્તન વગરની માતા બનવા જઈ રહી છું. હું મારા વણજન્મેલા બાળકને સ્તનપાન કરાવી શકવાની નથી.
મારા પ્રથમ સ્તનપાન દરમિયાન મારી સારવાર કરનાર ડૉક્ટરે મને કહ્યું કે ફૉર્મ્યુલા મિલ્ક ઝેર જેવું છે.
આપણને જો બાળકો હોય તો આપણે તેને અનિવાર્ય સંજોગોમાં જ ફૉર્મ્યુલા મિલ્ક આપવું જોઈએ.
મેં ફૉર્મ્યુલા મિલ્ક વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.
સ્તનપાન કરનારા અને ફૉર્મ્યુલા મિલ્ક પર ઉછરેલાં બાળકોના આરોગ્યમાં કોઈ ખાસ તફાવત નથી હોતો. શ્વાસની કેટલીક સમસ્યા જોવા મળી હતી. તે સિવાય કોઈ ફરક નહોતો.
સ્તનપાનના ફાયદા વિશે હજારો લેખો છપાયા છે. ફૉર્મ્યુલા મિલ્ક વિશે કેટલીક બાબતો છે. "ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ઇચ્છું છું કે કોઈ મને કહે કે બધું બરાબર થઈ જશે."
દૂધ પીવડાવવાની કઈ બોટલ સારી છે? સ્તનના નિપલના આકારની સૌથી સારી બોટલ કઈ છે તે પણ મેં શોધ્યું.
જો કે, મારા બીજા બાળકના જન્મ પછી એક આઘાતજનક ઘટના બની.
મારા પતિએ મને કહ્યું, "તારો શર્ટ ભીનો છે." હું માની શકતી ન હતી કે મારા બીજા સ્તનની ડાબી બાજુથી દૂધ નીકળી રહ્યું છે.
ડૉક્ટરે પણ મને કહ્યું કે બાળકને દૂધ આપવામાં વાંધો નથી. પરંતુ થોડીવાર વિચાર્યા પછી મને લાગ્યું, 'આ બરાબર નથી. મારું શરીર પહેલા જેવું નથી. હું બીજા બાળકને સ્તનપાન ન કરાવી શકું."
સદભાગ્યે મેં મારા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયાસ કર્યો ન હતો. બાદમાં ગાયનેકોલૉજિસ્ટે મને કહ્યું કે મને બ્રેસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે.
ડૉકટરોએ મને સ્તનમાંથી દૂધ બહાર ન આવે તે માટેની દવા આપી. તેનાથી મને ઘણું દુઃખ થયું.
બહુ મુશ્કેલ દિવસો હતા

ઇમેજ સ્રોત, @MACAFONO
ત્યાર પછીના મહિના એટલા સરળ ન હતા.
હું ફરીથી નોકરીમાં જોડાઈ. મને એક મનોવિજ્ઞાની સાથે એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. અમારે હૉસ્પિટલોના વેઇટિંગ રૂમમાં જવાનું અને માતાને સલાહ આપવાની હતી.
બાળકને કેવી રીતે પકડી રાખવું અને યોગ્ય રીતે દૂધ આપવું? બાળકના હોઠને કેવી રીતે સ્તન સાથે લગાડવા? મારે તેમાંથી ઘણી બધી બાબતો વિશે સલાહ આપવી પડી.
પછી મને વિચાર આવ્યો કે જે કામ હું નથી કરી શકતી તેના વિશે અન્ય લોકોને સલાહ આપું છું. ક્યારેક ક્યારેક હું વાત કરતા કરતા અટકી જતી અને બાથરૂમમાં જઈને રડતી. થોડીવાર રડ્યા પછી હું પાછી આવતી અને મારું કામ ચાલુ રાખતી.
હું મારા બાળકોને સ્તનપાન નહોતી કરાવતી તેના કારણે કેટલાક લોકો મારી સામે તીખી નજરે જોતા.
હું ક્યારેક પાર્કમાં જાઉં ત્યારે લોકો પૂછતા, "તમે બાળકને બોટલનું દૂધ કેમ આપો છો?" જ્યારે મેં તેમને હકીકત જણાવી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
મને હજુ પણ યાદ છે કે મેં મારા બંને સ્તન કઢાવી નાખવાનું નક્કી કર્યું ત્યારે એક બાળરોગ નિષ્ણાતે મને શું કહ્યું હતું. તેમણે મને કહ્યું, "માતાનું દૂધ પીવું એ બાળકનો અધિકાર છે. તમે તેને કાઢી નાખો છો." મારાથી આ શબ્દો સહન ન થયા.
મેં તેમને પૂછ્યું, "શું તમે જાણો છો કે હું મારા બાળકોના જીવિત રહેવાના અને પોતાની માતાના હાથે ઉછરવાના અધિકારોનું રક્ષણ કરું છું?"
મેં મારા નિર્ણયને યોગ્ય ઠરાવ્યો. હું બચાવ કરવાનું ચાલુ રાખીશ.
તેથી જ હું મારી વાત કહેવા માંગુ છું.
માતૃત્વ બલિદાન સાથે સંકળાયેલું છે. "તમે બાળકને સ્તનપાન કરાવો તો જ તમે સારી માતા ગણાવ. નહીંતર... તમે ખરાબ માતા છો, આળસુ વ્યક્તિ છો."
સ્તનપાનના ફાયદા વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ ઘણી મહિલાઓ તેમનાં બાળકોને સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય છે. તેમણે પોતે કંઈક ખોટું કર્યું છે તેવી દોષની લાગણીમાંથી મુક્ત થવું જોઈએ. અમારી પાસે જે સંસાધનો હશે તે અમે કરીશું.
હું જાણું છું કે સ્તન હોય ત્યારે અને સ્તન વગરનું માતૃત્વ કેવું હોય છે. તે એકદમ અલગ હોય છે.
મારાં ત્રણ બાળકો તંદુરસ્ત રીતે મોટાં થઈ રહ્યાં છે. જો હું એમ કહું કે મારાં પહેલા બાળકની તુલનામાં સ્તનપાન ન કરનારાં બે બાળકો સાથે મારા સંબંધો અલગ હતાં, તો તે ખોટું ગણાશે.
હું મારી જાતને ક્યારેય ખરાબ માતા નથી માનતી, તેમ છતાં કેટલાક લોકોના મંતવ્યો અને તેમની નજરના કારણે મને અમુક વાતની શંકા થાય છે.
મારાં ત્રણમાંથી બે બાળકોને મેં સ્તનપાન નથી કરાવ્યું તે વાત સાચી, પરંતુ મેં તેમને બીજું ઘણું આપ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












