હિના ખાનને બ્રેસ્ટ કૅન્સર, શું છે આ બીમારી? કેવી રીતે ઓળખશો લક્ષણો?

વીડિયો કૅપ્શન, હિના ખાનને બ્રેસ્ટ કૅન્સર, શું છે આ બીમારી? કેવી રીતે ઓળખશો લક્ષણો?
હિના ખાનને બ્રેસ્ટ કૅન્સર, શું છે આ બીમારી? કેવી રીતે ઓળખશો લક્ષણો?

જાણીતાં અભિનેત્રી હિના ખાનને સ્તન કૅન્સર થયું છે. બીબીસીનાં સહયોગી પત્રકાર મધુ પાલે જણાવ્યું કે હિના ખાનને ત્રીજા સ્ટેજનું કૅન્સર થયું છે.

અભિનેત્રી હિના ખાને પણ સોશિયલ મીડિયામાં આ વાત શૅર કરી છે.

તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે "આ પડકારજનક બીમારી છતાં હું બધાને આશ્વસ્ત કરવા માગું છું કે હું સ્વસ્થ છું. હું મજબૂત છું અને આ બીમારી સામે લડવા માટે કટિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને આ બીમારીથી બહાર નીકળવા માટે જે પણ જરૂરી હોય એ બધું હું કરવા માટે તૈયાર છું."

36 વર્ષીય હિના ખાન 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'કસૌટી જિંદગી કી' જેવી ચર્ચિત ટેલીવિઝન સિરિયલમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યાં છે. તેઓ રિયાલિટી શો 'બિગ બૉસ'ની અગિયારમી સિઝનમાં પણ હતાં.

જાણો બ્રેસ્ટ કૅન્સર શું છ?

હિના ખાન

ઇમેજ સ્રોત, ani