જીરુંના સારા પાક માટે કયું ખાતર આપવું અને ક્યારે આપવું?

ભારતમાં જીરાની કિંમત મહેસાણાના ઊંઝામાં એપીએમસી(ખેત ઉત્પાદન બજાર સમિતિ)થી નક્કી થાય છે.

ઓછાં પાણી અને ઓછી મહેનતમાં થતી આ ખેતી માટે ખાસ પ્રકારની ઋતુ અને વાતાવરણની જરૂર હોય છે.

આવી આબોહવા ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે.

90 દિવસમાં તૈયાર થનારો જીરાનો પાક ખેડૂતો માટે ઘણીવાર ફાયદાનો સોદો સાબિત થાય છે.

બીબીસી ગુજરાતની ખાસ કૃષિ શ્રેણીમાં જાણો કે જીરુંના સારા અને મબલક ઉત્પાદન માટે તેની વાવણી ક્યારે, કેવી રીતે અને કેટલાં વર્ષે કરવી જોઈએ?

વીડિયો : દીપક ચુડાસમા / સુમિત વેદ